ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / હવે એશિયા કપમાં કોની સામે ટકરાશે ટીમ ઇન્ડિયા? જાણો ક્યાં અને કેટલાં વાગ્યે રમાશે હાઇવોલ્ટેજ મેચ
Last Updated: 08:19 AM, 12 September 2025
ADVERTISEMENT
Asia Cup 2025 : એશિયા કપ 2025 ની સૌથી રસપ્રદ મેચોમાંથી એક ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. UAE સામે 9 વિકેટથી ધમાકેદાર જીત મેળવીને ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં છે અને હવે તેનો નજરો છે પાકિસ્તાન સામે સતત બીજી જીત પર. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે પ્રથમ મેચમાં તમામ ત્રણ વિભાગોમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ અસરકારક દેખાવ કર્યો હતો. યુવાઓની ઉર્જા અને અનુભવી ખેલાડીઓના મજબૂત યોગદાન સાથે ભારતીય ટીમ પોતાનું ખિતાબ બચાવવા માટે સજ્જ છે.
ADVERTISEMENT
ભારત vs પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશાં હાઈ વોલ્ટેજ મુકાબલો રહે છે. અત્યાર સુધી એશિયા કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે 19 મેચ રમાઈ છે, જેમાં ભારતે 10 અને પાકિસ્તાને 6 મેચ જીતી છે, જ્યારે 3 મેચ બિનફળદાયી રહી છે. હવે ફરી એક વખત બંને ટીમો આમને સામે આવી રહી છે અને ક્રિકેટપ્રેમીઓમાં જુસ્સો ઉચી ચરમસીમાએ છે.
ADVERTISEMENT
"ઓપરેશન સિંદૂર" બાદ પહેલી ટક્કર
"ઓપરેશન સિંદૂર" બાદની પહેલી વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચને ખાસ છે. રાજકીય પરિસ્થિતિઓ અને ટીમોની રમતની સ્થિતિને લઈને પણ આ મુકાબલો ઘણી રાહ જોઈ શકાય તેવો બની ગયો છે.
ADVERTISEMENT

ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ત્રણ વાર ટકરાઈ શકે
ADVERTISEMENT
આ વર્ષે એશિયા કપનું ફોર્મેટ એવું છે કે, ભારત અને પાકિસ્તાન લીગ સ્ટેજ બાદ સુપર 4 અને શક્ય તો ફાઇનલમાં પણ આમને સામે આવી શકે છે. જો બંને ટીમો ફાઇનલ સુધી પહોંચે તો આ એશિયા કપના ઈતિહાસમાં પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ટાઇટલ માટે ટકરાશે. અત્યાર સુધી આવી તક ક્યારેય નથી મળી નસીબ, ફોર્મેટ અને ત્રીજી ટીમોની મજબૂતી એના માટે જવાબદાર રહી છે.
આ પણ વાંચો : VIDEO: વનડેમાંથી સંન્યાસને લઈ રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન, જુઓ વીડિયો
ADVERTISEMENT
શું ઇતિહાસ બદલાશે?
દર વર્ષે ક્રિકેટપ્રેમીઓ ભારત-પાકિસ્તાનના ફાઇનલ મુકાબલાની આશા રાખે છે પણ અત્યાર સુધી તે શક્ય બન્યું નથી. આ વખતે બંને ટીમોની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે, ઈતિહાસ બદલાઈ શકે છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ ભવ્ય દેખાઈ રહી છે જ્યારે પાકિસ્તાન પણ પોતાની તૈયારીમાં કોઈ કમી રાખતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT