ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: વનડેમાંથી સંન્યાસને લઈ રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન, જુઓ વીડિયો

સ્પોર્ટ્સ / VIDEO: વનડેમાંથી સંન્યાસને લઈ રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન, જુઓ વીડિયો

Published By: Pravin Joshi

Last Updated: 04:46 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 અને ટેસ્ટ ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માની ફરીથી 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી વનડે શ્રેણી માટે ટીમમાં પાછા ફરવાની અપેક્ષા છે.

ADVERTISEMENT

ભારતના વનડે ક્રિકેટના કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં તેમણે મુંબઈમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી અને તેની ઝલક સોશિયલ મીડિયા પર મૂકી. વીડિયોમાં રોહિત માત્ર એક જ લાઇન બોલતા જોવા મળ્યા, હું ફરીથી અહીં છું, અને આ અનુભવ અદ્ભુત છે. આટલું જ નિવેદન પૂરતું રહ્યું કે ચાહકો અને ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો.

ઓસ્ટ્રેલિયા સામે વાપસીની તૈયારીઓ

ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂકેલા રોહિત હવે 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે કમબેક કરવા તૈયાર છે. આ શ્રેણી ખાસ બની શકે છે કારણ કે ઘણી અહેવાલો કહે છે કે કદાચ આ તેમનો છેલ્લો વિદેશી પ્રવાસ બની શકે. જોકે રોહિત પોતે 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કરી ચૂક્યા છે.

ROHIT-SHARMA

વનડે રેકોર્ડ

  • કુલ 273 વનડેમાં 11,168 રન
  • 32 સદી અને 58 અર્ધસદી
  • સરેરાશ 48.76 અને સ્ટ્રાઈક રેટ 92.80
  • ભારતના ચોથા સૌથી વધુ વનડે રન બનાવનાર ખેલાડી
  • ઓસ્ટ્રેલિયન જમીન પર 30 મેચમાં 1,328 રન, જેમાં 5 સદી અને 4 અર્ધસદી
rohit-sharma

ટેસ્ટ કારકિર્દી

રોહિત શર્મા આ વર્ષે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 2019–24 દરમિયાન ઓપનર તરીકેની સિદ્ધિએ તેમને ટેસ્ટ ક્રિકેટમાં આગવી ઓળખ આપી.

  • 67 ટેસ્ટમાં 4,301 રન
  • 12 સદી અને 18 અર્ધસદી

આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ આસમાને, એટલા રૂપિયામાં તો કાર ખરીદી શકાય

રોહિત શર્મા ફેન્સ માટે માત્ર ખેલાડી નથી, પરંતુ એક ભાવના છે. નેટ્સ પરની તેમની મસ્ત સ્મિતભરી તસવીરો જોઈને લોકોમાં નવી આશા જન્મી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ લખી રહ્યા છે કે હિટમેન પાછો આવી રહ્યો છે અને હજુ ઘણું બાકી છે. હવે મોટો સવાલ એ છે કે, શું ઓસ્ટ્રેલિયા શ્રેણી પછી રોહિત વનડે ક્રિકેટમાંથી વિદાય લેશે કે પછી 2027 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાને આગળ ધપાવશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Rohit Sharma Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ