બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / Video: પંત-ગિલ વચ્ચે આ શું ચાલી રહ્યું છે? IPLમાં દેખાયો ચોંકાવનારો નજારો, ફેન્સ આશ્ચર્યચકિત
Last Updated: 10:31 AM, 23 May 2025
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025ની 64મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ, જ્યાં રોમાંચક સ્પર્ધા બાદ લખનૌ સુપર જાયન્ટ્સએ 33 રનથી વિજય મેળવ્યો. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં બીજી વાર ગુજરાત ટાઇટન્સને હરાવવાનો કારનામો પૂરું પાડી દીધો. પ્રથમ બેટિંગ કરનાર લખનૌની ટીમે 20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
ADVERTISEMENT

મિશેલ માર્શે 117 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે નિકોલસ પૂરે પણ શાનદાર 56 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સના બોલર્સ માટે લખનૌના બેટ્સમેન સામે કોઈ ખાસ સફળતા મળી ન હતી. બીજી તરફ, લક્ષ્ય સુધી પહોંચવા માટે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 202 રન જ બનાવી શક્યા અને તેમને 33 રનથી હારનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
Dominant with the bat 👊
— IndianPremierLeague (@IPL) May 22, 2025
Clinical with the ball 👌@LucknowIPL prevail in a run-fest and complete their double against table-toppers #GT 🔥
Scorecard ▶ https://t.co/NwAHcYJlcP #TATAIPL | #GTvLSG pic.twitter.com/VLbBcbzbGx
મેચ પછી એક એવી ઘટના બની જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. જ્યારે મેચ બાદ બંને ટીમોના કેપ્ટન, શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) અને ઋષભ પંત (લખનૌ સુપર જાયન્ટ્સ) વચ્ચે હાથ મિલાવવાનું દૃશ્ય કેમેરામાં કેદ થયું, ત્યારે લોકોને આ ઘટના પર વિવિધ મત મળ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે ગિલ ઝડપથી પંત સાથે હાથ મિલાવે છે અને પછી આગળ વધે છે. આ દરમિયાન પંત કંઈક કહે છે પણ ગિલ તેનો જવાબ આપ્યા વિના આગળ વધે છે અને પંત તરફ જોતો પણ નથી.
ADVERTISEMENT

આ પણ વાંચો : IPLના વધુ એક ખેલાડીએ કર્યું નોટબુક સેલિબ્રેશન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ADVERTISEMENT
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચાહકોને બે ટીમમાં વહેંચી દીધા છે. કેટલાક ચાહકો માને છે કે આ સામાન્ય ઔપચારિકતા હતી અને તેમાં કોઈ તાવ નહોતો. જયારે કેટલાકે ગિલએ આવ્યું ના કરવું જોઇએ. એક યુઝરે લખ્યું કે "શુભમને ઋષભને અવગણ્યો છે, અને એક કેપ્ટન તરીકે આવું વર્તન યોગ્ય નથી." આ કારણે લખનૌની જીતની સાથે આ બનાવ પણ મેચથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. રમતના મેદાનની બહારની આ ઘટના સોશિયલ મીડિયા પર વધુ ચર્ચાઈ રહી છે અને ચાહકો તેમાં જુદા-જુદા અભિપ્રાય આપી રહ્યાં છે. હવે સત્ય શું છે તે તો ગિલ અને ઋષભ પંત જાણે !
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.