ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPLના વધુ એક ખેલાડીએ કર્યું નોટબુક સેલિબ્રેશન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

IPL 2025 / IPLના વધુ એક ખેલાડીએ કર્યું નોટબુક સેલિબ્રેશન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Last Updated: 10:10 AM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપર જાયન્ટ્સના 23 વર્ષીય ખેલાડી આકાશ મહારાજ સિંહે જોસ બટલરની વિકેટ પછી નોટબુક સેલિબ્રેશન કર્યું

ADVERTISEMENT

ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે ગુરુવારે 22મેની રાત્રે ગુજરાત ટાઇટન્સ સામે 33 રનોથી જીત મેળવી, 19 એપ્રિલ બાદ આ ટીમને આ પહેલી જીત હાંસલ થઇ. લખનૌ માટે આ સિઝન બહુ નબળી રહી છે. કપ્તાન સહિત બાકી ખેલાડીઓનું પ્રદર્શન કંઇ ખાસ નથી રહ્યું. કેટલાક ખેલાડીઓએ સારુ પર્ફોર્મન્સ કર્યુ પરંતુ પોતાના આક્રમક વલણને કારણે દિગ્વેશ રાઠી જેવા ખેલાડીને પણ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો. દિગ્વેશ રાઠીએ સિઝનની શરૂઆતમાં જ નોટબુક સેલિબ્રેશન દ્વારા ચર્ચા જગાવી હતી. જો કે બેટ્સમેનને ઉશ્કેરવા માટે તેમને દંડ પણ લગાવાયો હતો. પરંતુ તેની ખાસ કોઇ અસર ખેલાડી પર જોવા ન મળી અને અભિષેક શર્મા સાથે ચકમક ઝર્યા બાદ બીસીસીઆઇ દ્વારા તેના પર બેનલગાવાયો. તો એલએસજીના એક બીજા ખેલાડીએ નોટબુક સેલિબ્રેશન કરી બીસીસીઆઇની જાણે કંઇ પડી ન હોયતેવું વલણબતાવ્યું.

આ ખેલાડી બીજું કોઈ નહીં પણ લખનૌ સુપર જાયન્ટ્સના 23 વર્ષીય ખેલાડી આકાશ મહારાજ સિંહ છે. જોસ બટલરની વિકેટ પછી આકાશે નોટબુક સેલિબ્રેશન કર્યું. તેણે ઇનિંગ્સની 10મી ઓવરના ત્રીજા બોલ પર બટલરને ક્લીન બોલ્ડ કર્યો. આ LSG માટે એક મોટી વિકેટ હતી. બટલર ૧૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૩ રન બનાવીને આઉટ થયો.બટલરની વિકેટ લીધા પછી, આકાશે નોટબુક સેલિબ્રેશન કર્યું.

આ પણ વાંચોઃ IPL 2025 માં આ પાંચ ખેલાડી રહ્યા સુપર ફ્લોપ, પોતાની જ ટીમની પથારી ફેરવી નાખી

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Akash Maharaj Singh Notebook Celebration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ