સોનૂ સુદે હનુમાન ચાલીસા અને લાઉડસ્પિકર વિવાદ પર ખુલ્લીને વાત કરતા કહ્યું કે, જ્યારે કોરોના મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનની જરૂર હતી, ત્યારે કોઈએ ન તો ધર્મ જોય, ન તો કોઈની જાતિ પૂછી હતી.
લાઉડસ્પિકર વિવાદ પર સોનૂ સુદ બોલ્યા
ધર્મ અને જાતિને લઈને કહી આ વાત
પહેલી વાર આ વિવાદ પર આવી ટિપ્પણી
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓના નેતા હનુમાન ચાલીસા અને લાઉડ સ્પિકરને લઈને ભારે નિવેદનબાજી કરી રહ્યા છે.આ વિવાદ અટકાવાનનું નામ નથી લેતા. ત્યારે હવે આ વિવાદમાં અભિનેતા સોનૂ સુદની પણ એન્ટ્રી થઈ છે. સોનૂ સુદે હનુમાન ચાલીસા અને લાઉડસ્પિકર વિવાદ પર ખુલ્લીને વાત કરતા કહ્યું કે, જ્યારે કોરોના મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનની જરૂર હતી, ત્યારે કોઈએ ન તો ધર્મ જોય, ન તો કોઈની જાતિ પૂછી હતી.
લાઉડસ્પિકર વિવાદ પર સોનૂ સુદ
દેશમાં ચાલી રહેલા લાઉડસ્પિકર વિવાદ પર હવે સોનૂ સુદે ટિપ્પણી કરી છે. તેમણે પુણેમાં આયોજીત એક સમિટમાં આ વિવાદ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. સોનૂ સુદે કહ્યું કે, મને હનુમાન ચાલીસા અને લાઉડસ્પિકર વિવાદ વિશે સાંભળીને દુ:ખ થયું છે. લોકોએ કોરોનાકાળ ન ભૂલવો જોઈએ. લોકો જે રીતે હનુમાન ચાલીસા અને લાઉડસ્પિકરને લઈને ઝેર ઓકી રહ્યા છે, તેને જોઈને દિલ તૂટી જાય છે. આપણે છેલ્લા અઢી વર્ષથી કોરોનાની લડાઈ લડી રહ્યા છીએ, હજૂ આપણે સાથે રહેવાની જરૂર છે.
જ્યારે ઓક્સિજનની જરૂર હતી ત્યારે...
તેમણે કહ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે લોકોને ઓક્સિજનની જરૂર હતી, ત્યારે કોઈએ ધર્મ જોયો નહોતો, ન તો કોઈની જાતિ પૂછી હતી. સૌએ સાથે મળીને કામ કર્યું. રાજકીય પાર્ટીઓએ પણ સાથે મળીને કામ કર્યું હતું. જે કોરોનાએ કેટલાય ઘા આપ્યા, તેણે બધાને એક કરી દીધા હતા. હું તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરવા માગુ છું કે, તેઓ દેશ માટે એક થઈ જાય. આપણે દેશના ભલા માટે ધર્મ અને જાતિની સિમાડાઓ તોડવા પડશે. આપણે ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને માનવતા સાથે આગળ આવવું પડશે.