બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'ફોન બંધ કરી દો', કહેતા જ 'રાજા'એ મોટી ભૂલ કરી, અને 2200 કિમીથી ઘડાયેલા પ્લાનને અપાયો ખૌફનાક અંજામ

હનીમૂન હત્યાકાંડ / 'ફોન બંધ કરી દો', કહેતા જ 'રાજા'એ મોટી ભૂલ કરી, અને 2200 કિમીથી ઘડાયેલા પ્લાનને અપાયો ખૌફનાક અંજામ

Published By: Dhruv Brahmbhatt

Last Updated: 09:00 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના આ 'ક્રાઇમ સિક્રેટ્સ'માં હનીમૂન હત્યાકાંડના પાર્ટ 2માં જોઇશું કે કેવી રીતે સોનમે પતિ રાજાની હત્યાને અંજામ આપ્યો, અને તેની માટે કેવો પ્લાનિંગ કર્યો, તેનું રહસ્ય ખોલીશું.

'હનીમૂન હત્યાકાંડ'ની વાત કરીએ તો રાજા-સોનમ શિલોંગ ફરવા માટે તો નીકળી જાય છે, પરંતુ અચાનક એવું શું થાય છે કે બંનેના ફોન થઇ જાય છે સ્વીચ ઑફ અને પરિવાર ટેન્શનમાં.

...અને બંનેના મોબાઈલ બંધ!

11 મેના રોજ બંધનમાં બંધાયેલા રાજા-સોનમ રઘુવંશી 20 મેના રોજ હનીમૂન માટે શિલોંગ જવા રવાના થાય છે, ત્યાંથી તેઓ ગુવાહાટીમાં મા કામાખ્યાના દર્શન કરવા જાય છે, અને ત્યાંથી 23 મેના રોજ તેઓ શિલોંગ જતા રહે છે. જોકે એ સમયે તો બંને પરિવાર સાથે ટચમાં હતા, પરંતુ સાસુમાંને સોનમ સાથે વાત કર્યા બાદ સંપર્ક તૂટી જાય છે. બંનેના મોબાઈલ બંધ થઈ જાય છે, આથી રાજાના ભાઇએ કહ્યું કે, 'અમને ચિંતા થવા લાગી. આથી સોનમનો ભાઈ ગોવિંદ અને હું 25 મે ના રોજ ઇન્દોરથી ભોપાલ ગયા અને ત્યાંથી, અમે દિલ્હી અને પછી ગુવાહાટી માટે ફ્લાઇટ પકડી. જ્યાંથી અમે કારમાં શિલોંગ આવ્યા, અને ખૂબ શોધખોળ કરી. પરંતુ કંઇ જ ભાળ હાથ લાગી નહીં.'

અહીં વાંચો - PART 1: લક્ષ્મી બનાવીને ઘરે લાવ્યા, કાળ બનીને કુળદીપકને ભરખી ગઈ, હનીમૂનમાં આપી દીધી મોતની સરપ્રાઈઝ

ભાઇ વિપિને કહ્યું, 'અહીંયા અમે અનિલને મળ્યાં, જે મોપેડ ભાડે આપતો. તે અમને એ જગ્યાએ લઈ ગયો જ્યાં રાજાની ભાડે આપેલી મોપેડ મળી આવી. બાદમાં એ મોપેડ પર સોરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરંતુ એ દરમ્યાન તેઓએ અમારી વાત સાંભળી નહીં. અને વધુ શોધખોળ કરવાની અમને સલાહ આપી અને કહ્યું, 'મળી જશે.'

'ઇન્દોરથી 2200 કિમી' દૂર ઘડાયો 'હત્યા'નો પ્લાન

ઉનાળાનો એ ધકધકતો તાપ, અને એની વચ્ચે શિલોંગનો એ હનીમૂન પ્લાન, એ પણ નવી-નવી દુલ્હન સાથે, એમાંય ત્યાંનું વાતાવરણ તો જાણે સ્વર્ગમાં આવી ગયા તેવું, પછી કયો પતિ ના પાડે. પરંતુ એ રાજાને શું ખબર, રિયલમાં આ કોઇ હનીમૂન પ્લાન નહીં, પરંતુ હત્યાનો પ્લાન હતો. જેની માટે ચાલાક સોનમે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરીને રાખેલી.

અને મંડાયું હત્યાકાંડનું પહેલું પગથિયું

હવે સોનમના મગજમાં તો રાજાની હત્યાનો જ પ્લાનિંગ ચાલતો, એટલે રાજા માટે ફટાફટ ફ્લાઇટ બુક કરી દીધી. પરંતુ પ્રેમી રાજ કુશવાહા સહિત તેના ત્રણ સાથી મિત્રોને કંઇ રીતે લઇ જવા, એટલે તેમના માટે અલગથી ટ્રેન ટિકિટ બુક કરાવી, અને મંડાયું હત્યાકાંડનું પહેલું પગથિયું. હવે સોનમ સૌ પહેલા તો રાજાને ગુવાહાટીમાં કામાખ્યા દેવીના દર્શને લઇ જાય છે, એ પણ જબરદસ્તીથી. કારણ કે એક સ્ક્રિપ્ટ પ્રમાણે આ બધું ચાલતું હતું.

આ પણ વાંચો: Ahmedabad Plane Crash તો નાનું લાગશે, 32,000 ફૂટ ઉપર એર ઈન્ડિયા પ્લેનમાં થયો હતો બ્લાસ્ટ, એક સૂટકેસે લીધા 329 જીવ

પ્રેમી 'રાજ' ન આવતા સોનમ ના'રાજ'

બીજી તરફ પ્રેમી રાજ કુશવાહા પણ સોનમના જ ઇશારે 'રાજા' ને પતાવવાનું ષડયંત્ર ઘડી રહેલો. ઇન્દોરમાં બેઠા-બેઠા જ રાજ આખો પ્લાનિંગ કંટ્રોલ કરી રહેલો. જેથી તેને બે સિમકાર્ડ ખરીદ્યાં, જેમાંનું એક સોનમને આપ્યું, અને અન્ય તેના 3 સાથી મિત્રોને. જેવી રાજા-સોનમની ફ્લાઇટ ઉપડી કે તરત આરોપીઓના સિમ એક્ટિવ થઇ ગયા. અને સોનમ પણ સતત સંપર્કમાં રહેવા લાગી, એ પણ રાજાને ગંધ સુદ્ધાં ના આવે એ રીતે. પરંતુ ત્રણેય આરોપીઓની સાથે જ્યારે પ્રેમી રાજ કુશવાહા ન આવ્યો, તો સોનમ થઇ ગઇ નારાજ, કહ્યું 'જે પ્લાન ઘડ્યો છે, એજ હિસાબથી ચાલજો.'

અને આવ્યો 23મે નો એ દિવસ, જ્યારે સોનમ રાજાને ફોટોશૂટના બહાને શિલોંગના એ પહાડો પર લઇ ગઇ, જ્યાં પ્રાઇમ લોકેશન પર તો ઠીક, આસપાસમાં પણ દૂર-દૂર સુધી કોઇ નજરે ના પડે. એવી જગ્યાએ લઇ ગઇ, અને ખેલ્યો મોતનો ખેલ.

સોનમે કહ્યું 'ફોન બંધ કરી દો'

મોતના ખેલને અંજામ આપવા સોનમે એવી પ્રયુક્તિ વાપરી કે, કહ્યું 'ફોન બંધ કરી દો, ઘણા બધા ફોન આવે છે, જેથી ડિસ્ટર્બ થવાય છે, તો ફોન બંધ કરી દો તો સારું.' અને રાજાએ સોનમની વાત માનીને પોતાનો ફોન બંધ કરી દીધો. બાદમાં તક મળતાં જ ત્રણેય આરોપીએ રાજા પર હુમલો કર્યો અને મૃતદેહને રેલિંગ પરથી નીચે ખીણમાં ફેંકી દીધો.

'મારવો તો પડશે'

દરમ્યાન રાજા ગયો ટોયલેટ કરવા, અને એજ મોકાનો લાભ લઇને સોનમે બોલાવેલા 3 આરોપીઓએ રાજાનું નાનકડી કુહાડી જેવા હથિયારથી કાસળ કાઢી નાખ્યું. એ પણ ઓનલાઇન ઓર્ડર કરેલા હથિયારથી. હત્યાના પ્લાનિંગને અંજામ આપવા સોનમે પહાડ ચડતા-ચડતા થાક લાગ્યાનું નાટક રચ્યું. જ્યારે ત્રણેય આરોપીઓ ધીરે-ધીરે રાજાની નજીક પહોંચી ગયા, પરંતુ આરોપીઓ પણ એવાં થાક્યાં કે કરી દીધો હત્યા કરવાનો ઇનકાર. એ જ સમયે પર્સમાંથી સોનમે 15000 કાઢીને આરોપીઓને આપી દીધા અને કહ્યું 'મારવો તો પડશે.' અને કહ્યું '20 લાખ આપીશ.' અને જેવી રાજાની હત્યા થઇ ગઇ, કે તરત સોનમે પોતાનો મોબાઇલ તોડી નાખ્યો, જેથી કોઇ જ પુરાવા ના બચે, અને તરત શિલોંગથી વારાણસી જવા નીકળી ગઇ સોનમ, જ્યાંથી પહોંચી ગાજીપુર.

આ પણ વાંચો: ભારતની સૌથી સુરક્ષિત તિહાર જેલમાંથી 2-2 વાર ફરાર થઇ ચૂક્યો છે આ 'બિકિની કિલર'! અફઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસમાં પણ કરી ચૂક્યો છે કાંડ

માસ્ટર માઇન્ડ સોનમનો Next પ્લાન ખરેખર ચોંકાવનારો

હવે રાજ સાથેના પ્રેમમાં કાંટો બનતા રાજાને સોનમે હટાવી તો દીધો, પરંતુ પછી શું? પરિવાર પૂછે તો જવાબ શું આપવો? અને સોનમે જે માસ્ટર પ્લાન ઘડ્યો, જાણશો તો પગ નીચેથી જમીન સરકી જશે. પોલીસને આપેલા નિવેદનમાં એવું જણાવેલું કે, પોતાને કોઇએ નશીલી દવા આપી દીધી, અને કિડનેપ કરીને યુપી ભેગી કરી દીધી. સાથે મગજમાં તો એવું ચાલતું કે, રાજાની હત્યા બાદ મારું શું, હું તો વિધવા થઇ ગઇ, મારા જીવનનું શું, એમ જાણીને મારો પરિવાર મને બીજે પરણાવવાનું વિચારશે, અને હું રાજ સાથે પરણી જઇશ, અને પિતાજી પણ ના નહીં પડે. બસ આ જ હતો સોનમનો માસ્ટર માઇન્ડ પ્લાનિંગ. પરંતુ અંતે પાસું ઉલટું પડ્યું. એક બાદ એક થયેલા ખુલાસાએ આખી બાજી ફેરવી નાખી.

કોણ છે એ 'રાજ', જેને દિલ દઇ બેઠી 'સોનમ'

કંઇ એમ જ 'રાજા'ને પોતાના જીવનમાંથી સોનમે નથી હટાવ્યો, એની પાછળનો મુખ્ય સૂત્રધાર સોનમનો પ્રેમી 'રાજ કુશવાહ' છે. કારણ કે રાજ કુશવાહ સોનમની જ કંપનીમાં કામ કરતો. હવે તમને નવાઇ લાગશે સોનમની કંપની? તો જણાવી દઇએ કે, સોનમના પિતાની ઈન્દોરમાં એક નાની પ્લાયવુડની ફેક્ટરી છે. જ્યાં સોનમ HRની ભૂમિકા ભજવતી, આથી અવારનવાર સોનમ ફેક્ટરીમાં જતી અને રાજ પણ એમાં કામ કરતો, આથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. એમાંય એવું કહેવાય છે કે, રાજ કુશવાહ તો સોનમ કરતા ઉંમરમાં 5 વર્ષ નાનો છે.

મેઘાલય નહીં, અહીં હતો 'રાજા'ને મારવાનો પ્લાન

એક પત્ની, એક પ્રેમી અને ત્રણ હત્યારા, પરંતુ પ્લાન ફેલ

વાસ્તવમાં રાજ-સોનમનો પ્રિ-પ્લાનિંગ પહેલેથી જ ઘડી દેવાયેલો, કે હનીમૂન ટ્રિપ વખતે જ રાજાને પતાવી દેવો, અને એ પણ રીતે કે કોઇને લાગે જાણે પત્નીની કિડનેપિંગનો મામલો હોય. હવે રાજાને લઇ સોનમ ગુવાહાટી જવા તો રવાના થઇ ગઇ, પરંતુ ત્યાં જ તેને પતાવી દેવાનો પ્લાનિંગ બની ગયેલો. કારણ કે આરોપીઓ તો ત્રણ દિવસ પહેલા જ ગુવાહાટી જતા રહેલા. પરંતુ પ્લાનિંગ ફેલ.

હથિયાર તૈયાર, હત્યારા તૈયાર પરંતુ...!

હથિયાર પણ તૈયાર, હત્યારા પણ તૈયાર, પરંતુ હત્યાનો મોકો ન મળતા અંતે જગ્યા બદલી દેવાઇ, અને જગ્યા શિલોંગ નક્કી કરાઇ. કારણ કે સૂમસામ જગ્યા, શાંત વિસ્તાર અને ખૂબ જ ઊંચાઇ પર આવેલો પર્વત. એટલે ત્યાં મોકો મળી જશે એ જ હિસાબથી પ્લાનિંગ ભલે ફેલ થયો, પણ ચેન્જ ન કર્યો. અને રાજાને પણ ગંધ ના આવી કે જેને તે પત્ની માની રહ્યો છે, તે જ તેને મોતના દરવાજા તરફ ધકેલવા જઇ રહી છે. એટલે એમ કહી શકાય કે, આ હત્યાકાંડમાં ખરેખર અસલી માસ્ટરમાઇન્ડ આરોપીઓ નહીં, પરંતુ પ્રેમની ચાદર ઓઢી પતિને મોતના મુખમાં લઇ જનારી માસ્ટર માઇન્ડ સોનમ કહેવાય.

આ પણ વાંચો: ખોપડીઓને ટ્રોફીની જેમ સજાવતો, મગજનું સૂપ બનાવીને પીતો આ સીરિયલ કિલર, ડાયરીએ ખોલ્યા ધ્રુજાવી નાખે એવાં રહસ્ય

એ 3 બાબતો, અને સોનમ શંકાના દાયરામાં

એક 23મીએ ફોન પર સાસુએ સોનમને પૂછ્યું કે, 'દીકરા, સાબુદાણાની ખીચડી બનાવતી હતી તો તારી યાદ આવી, મારી વહુએ પણ અગિયારસ કરી હશે.', ત્યાં જ સામેથી અવાજ આવ્યો, 'હા, એટલે જ મે આમને (રાજા) કહી દીધું, કે હું ફરવાના ચક્કરમાં અગિયારસ નહીં તોડું.' પરંતુ પોલીસ પૂછપરછમાં તો 23મીએ સોનમ સારું જમ્યાની વાત આવતા જ કેસમાં આવ્યો નવો વળાંક. બીજું કે બંને (રાજા-સોનમ) ની હનીમૂન પોઇન્ટ પર એક પણ સેલ્ફી નહીં. અને ત્રીજી સોનમે જવાની તો ટિકિટ બુક કરાવી, પરંતુ રિટર્નની નહોતી કરાવી. આ જ ભૂલો સોનમને ભારે પડી.

ફોટોગ્રાફરના વીડિયોએ મચાવ્યો તહેલકો

રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો. કારણ કે એ વીડિયોમાં સોનમ-રાજા સહિત ત્રણેય આરોપીઓ કેમેરામાં કેદ થઇ ગયા છે. એમાંય સોનમ સહિત આરોપી વિશાલ તો એ વીડિયોમાં એ રીતે જોઇ રહ્યાં છે કે જાણે રાજાનું મર્ડર કર્યા બાદ તરત તેને ટાર્ગેટ ના કરવાનો હોય એ રીતે જોઇ રહ્યાં છે. કારણ કે જ્યારે પણ વીડિયો વાયરલ થાય ત્યારે સ્વાભાવિક છે કે, સોનમ સહિત આરોપીઓના Live ફૂટેજ તો કેમેરામાં કેદ થઇ જવાના, એટલે જ કદાચ તમે વીડિયો જોશો તો તમને પણ એવું લાગશે કે જાણે વીડિયો ઉતારનાર પર તેઓ ગુસ્સે ના ભરાયા હોય.

જોકે વીડિયો ઉતારનારનું નામ પણ સામે આવ્યું છે. જે કોઇ ફોટોગ્રાફર દેવ સિંહનો વીડિયો હોવાનું કહેવાઇ રહ્યું છે. જે સોનમ સહિતના હત્યારાઓને સજા અપાવવામાં મોટો રોલ ભજવી શકે છે. જોકે સોનમે તો પોતાનો ગુનો કબૂલી જ લીધો છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ કેસમાં સોનમ સહિતના આરોપીઓને કેટલા વર્ષની સજા ફટકારાય છે, કે પછી બધા જ નિર્દોષ છૂટી જાય છે? વિચારવા જેવું છે કે, આખરે ક્યાં સુધી પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાની આવી ઘટનાઓ બે પરિવાર વચ્ચેના સંબંધોને વેરવિખેર કરતી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

રાજા રઘુવંશી મર્ડર કેસ હનીમૂન હત્યાકાંડ Raja Raghuvanshi Murder Case

Published by

Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ