બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Ahmedabad Plane Crash તો નાનું લાગશે, 32,000 ફૂટ ઉપર એર ઈન્ડિયા પ્લેનમાં થયો હતો બ્લાસ્ટ, એક સૂટકેસે લીધા 329 જીવ
Last Updated: 11:45 AM, 15 June 2025
અમદાવાદની હવામાં આજે પણ એક અજાણ્યો શોક ફેલાયેલો છે. ગુરુવારે થયેલી વિમાનની દુર્ઘટનાના દ્રશ્યો હજીય આંખો સામેથી ઓઝલ થઈ નથી રહ્યા. હજીય અખબારોમાં દુર્ઘટનાના ફોટા છપાઈ રહ્યા છે. ચારેબાજુ એમ્બ્યુલન્સની સાયરન, ટીવી પર ચાલતા બ્રેકિંગ ન્યૂઝ અને લોકોની આંખોમાં ડર... દિલ ધ્રુજાવી દેનાર આ દુર્ઘટનાએ આખા વિશ્વને સ્તબ્ધ કરી નાખ્યું છે. પણ, આ પહેલી દુર્ઘટના નથી. ઈતિહાસના પાના પર એક એવી ઘટના નોંધાયેલી છે, જ્યારે હવામાં 32 હજાર ફૂટ ઉપર એક ષડયંત્ર રચીને એક સાથે 329 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા, જેમની ચીસો આજે પણ એટલાન્ટિકના ઠંડા પાણીમાં ગૂંજી રહી છે.
ADVERTISEMENT
આ વાત 23 જૂન, 1985ના દિવસની છે, જ્યારે સૂરજના કિરણો એટલાન્ટિક મહાસાગર પર પડીને ચમકી રહ્યા હતા. એર ઈન્ડિયાનું બોઈંગ 747 વિમાન, જેનું નામ કનિષ્ક હતું, કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટથી 329 મુસાફરોને લઈને ટેક ઓફ થયું હતું. જેની મંજિલ હતી, લંડન થઈને ભારતની ધરતી. વિમાનમાં 22 ક્રૂ મેમ્બર્સ હતા અને 307 મુસાફરો હતા, જેમાં નાના ખિલખિલાટ કરતા બાળકો પણ હતા, મહિલાઓ પણ હતી, કેટલાક વૃદ્ધો અને કેટલાક યંગસ્ટર્સ હતા, જેમની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ હતા.
ADVERTISEMENT
કનિષ્ક તે દિવસે 32 હજાર ફૂટની ઉંચાઈ પર એટલાન્ટિક મહાસાગરની ઉપર હવામાં તરતા મહેલની જેમ શાનથી ઉડી રહ્યું હતું. કેપ્ટને શાંત અવાજમાં આયર્લેન્ડના એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક કર્યો, લંડન હવે માત્ર 45 મિનિટ દૂર હતું. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.
ADVERTISEMENT
અચાનક, એક જોરદાર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે વિમાનના આગળ અને પાછળના ભાગમાં તિરાડો પડી ગઈ. પ્લેનની વચ્ચોવચ કાણું પડી ગયું. આ કાણામાંથી પ્લેનમાં સવાર મુસાફરો, સામાન રીતસરના નીચે ફેંકાવા લાગ્યા. ક્યારેય ક્યાંય સુધી ન પહોંચનારી ચીસો હવામાં જ ઓગળી ગઈ. માત્ર ગણતરીની મિનિટોમાં કનિષ્ક સમુદ્રના ઉંડાણમાં ખોવાઈ ગયું. જ્યારે આયર્લેન્ડની રેસ્ક્યુ ટીમો જ્યારે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમની સામે હતું સમુદ્રમાં ફેલાયેલું પ્લેનનું પેટ્રોલ અને તરતી લાશો. 329માંથી માત્ર 141 મૃતદેહ જ મળી શક્યા. બરાબર એ જ દિવસે ટોક્યો એરપોર્ટ પર પણ એક જબરજસ્ત બ્લાસ્ટ થયો, જ્યાં બે બેગ હેન્ડલર્સનો જીવ ગયો. આ બીજી એક એર ઈન્ડિયાની ફ્લાઈટને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર હતું, જે ખોટા કો ઓર્ડિનેશનને કારણે નિષ્ફળ ગયું.
ADVERTISEMENT
આ ભયાનક દુર્ઘટનાના એક દિવસ પહેલા એક નાનકડી ઘટના પણ બની હતી. કેનેડાના વાંનકુંવર એરપોર્ટ પર એક વ્યક્તિ જે પોતાને મનજીતસિંહના નામથી ઓળખાવતો હતો, તે ટિકિટ કન્ફર્મ કરાવવા માટે ફોન કરે છે. તેને કહેવામાં આવ્યું કે હજી તમારી સીટ વેઈટિંગમાં છે. મનજીતસિંહને ટોરેન્ટોથી મોન્ટ્રિયલ, પછી મુંબઈ જવું હતું. મનજીતે એરપોર્ટ ઓથોરિટીને ભારપૂર્વક કહ્યું કે તેની બેગ એર ઈન્ડિયાની ફ્લાઈટ 181માં ચેક ઈન કરી દેવામાં આવે, જે ફ્લાઈટ પાછળથી 182 બની ગઈ. તે ગાળામાં સિક્યોરિટીના સાધનો આજ જેવા આધુનિક નહોતા. ફ્લાઈટ એજન્ટે મનજીતસિંહની સૂટકેસ સ્વીકારી લીધી અને કહ્યું કે ટોરેન્ટોમાં તેણે બીજીવાર ચેક ઈન કરવું પડશે. ટોરેન્ટોમાં ફ્લાઈ 182માં બધો જ સામાન ટ્રાન્સફર થયો, જેમાં મનજીતની બે પણ હતી. આ જ સૂટકેસમાં મોતનો સામાન છુપાયેલો હતો. મનજીતસિંહે હકીકતમાં તો આ બેગમાં એક બોમ્બ મૂક્યો હતો, અને એટલે જ પાછળથી ખબર પડી કે તે પોતે તો ફ્લાઈટમાં ચડ્યો જ નહોતો.
આ પણ વાંચો: 67 વર્ષ પહેલા ભારતમાં થઈ હતી 'ભૂતની હત્યા'! છતાંય, આરોપી સાવ નિર્દોષ છૂટ્યો, ફિલ્મી ટ્વિસ્ટ જેવો ક્રાઈમ કેસ
ADVERTISEMENT
એટલે કે એર ઈન્ડિયાના પ્લેનને હવામાં જ ફૂંકી મારવાનું આ એક સમજી વિચારીને ઘડાયેલું આતંકી ષડયંત્ર હતું, જે ખાલિસ્તાનીઓ દ્વારા રચવામાં આવ્યું હતું. ખાલિસ્તાનીઓ 1984માં થયેલા ઓપરેશન બ્લૂસ્ટારનો બદલો લેવા ઈચ્છતા હતા. એટલે શીખ આતંકી સંગઠન બબ્બર ખાલસાએ એક નરસંહારને અંજામ આપ્યો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કરેલી તપાસ જે તપાસ સૌથી લાંબી અને જટિલ આતંકી તપાસ બની રહી, તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. આ તપાસ દરમિયાન મહિનાઓ બાદ બબ્બર ખાલસાના નેતા તલવિંદરસિંહ પરમાર અને ઈલેક્ટ્રીશિયન ઈન્દ્રજીત રેયાતની ધરપકડ કરવામાં આવી. પરંતુ તલવિંદર સામેના પુરાવા નબળા હોવાને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો. જે બાદમાં પાકિસ્તાન ભઆગી ગયો અને 1992માં ભારતમાં એક પોલીસ અથડામણમાં માર્યો ગયો. ઈન્દ્રજીતને ટોક્યો બ્લાસ્ટ માટે 10 વર્ષની સજા ફટકરાઈ. અન્ય બે શંકાસ્પદ આરોપીઓ રિપુદમ સિંહ મલિક અને અજાયબસિંહ બાગડી પણ 2005માં પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા.
ADVERTISEMENT
દર વર્ષે 23 જૂને કેનેડાના વાનકુંવર, ટોરેન્ટો, મોન્ટ્રિયલ અને ઓટાવામાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ માટે સબા આયોજિત થાય છે. જેમાં લોકો એ 329 નિર્દોષ લોકોને યાદ કરે છે, જેમના સપનાઓ દુર્ઘટનાના દિવસે સમુદ્રમાં ડૂબી ગયા. આજે પણ કેનેડામાં ખાલિસ્તાનીઓ ભારત વિરુદ્ધ ષડયંત્ર કરતા ફરે છે. અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાએ આ દુઃખદ ઘટનાની યાદ અપાવી છે. જો કે આ ઉપરાંત પણ ઘણા એવા કિસ્સા છે, જ્યારે આતંકીઓએ હવામાં ઉડતા પ્લેન ઉડાવ્યા હોય કે હાઈજેક કર્યા હોય અને નિર્દોષોના જીવ લીધા હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / ''એવું લાગે કે હમણાં દરવાજેથી અંદર આવશે'', કચ્છના એ પરિવારનો તો જાણે સમય જ થંભી ગયો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.