બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / માસૂમના ટુકડાં, આંગણું લોહીથી લથપથ, દિયર-ભાભીના સંબંધે આખો પરિવાર કરી નાખ્યો વેરવિખેર, અંતે 9 વર્ષે કેસ ઉકેલાયો

ક્રાઇમ સિક્રેટ્સ / માસૂમના ટુકડાં, આંગણું લોહીથી લથપથ, દિયર-ભાભીના સંબંધે આખો પરિવાર કરી નાખ્યો વેરવિખેર, અંતે 9 વર્ષે કેસ ઉકેલાયો

Last Updated: 09:33 AM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના આ 'ક્રાઇમ સિક્રેટ્સ'માં વાત કરીશું એક એવાં કેસની જેને વાંચતા-વાંચતા જ તમારા પગ ધ્રૂજી જશે, આંખોમાંથી પાણી આવી જશે, અને કહાની છે દિયર-ભાભીના આડા સંબંધોની.

25 એપ્રિલ, 2009નો એ દિવસ, તેમજ સૂર્યના કૂમળા કિરણો, ઝાડ પર બેઠેલા પક્ષીઓનું કલબલ-કલબલ, અને ઘરે-ઘરે દૂધ આપવા નીકળેલા દૂધવાળાની સાયકલનો ટ્રીન-ટ્રીન અવાજ, અને બીજી તરફ સળગતા ચૂલાનો એ ધૂમાડો, સાથે શાકભાજીને કટિંગ કરતા-કરતા બબડતી એક સખ્ત મિજાજી મહિલા (સંતોષી) નો અવાજ જાણે ઘરના આંગણાને કંઇક કહી રહ્યાં હોય એવું લાગી રહેલું. આ બાજુ નજીકના ખાટલામાં સૂઇ રહેલા ત્રણ માસૂમ બાળક (6 વર્ષનો રામરૂપ, ચાર વર્ષની સુમરિન અને દોઢ વર્ષનો રવિ) ના ચહેરાએ તો નિર્દોષતાની એવી ચાદર ઓઢેલી કે જાણે દુનિયાના તમામ કાવતરાથી તેઓ પર ના હોય. આ તરફ આંગણાની એક સાઇડમાં પડેલી લાકડાની જૂની ખુરશી પર બેઠેલો પતિ. જેની આંખોમાં આળસ અને ચહેરા પર ઉદાસીનતા સાથે પોતાની એક અલગ જ દુનિયામાં ખોવાયેલો.

ત્યાંજ ધડામ દઇને ચાકુ હાથમાંથી નીચે ફેંકતા પત્ની સંતોષીનો અવાજ આવ્યો, 'અરે સાંભળો છો, ક્યારની બૂમો પાડું છું, તેલ પણ ખતમ થઇ ગયું છે, કોઇ સાંભળતું જ નથી'. આ સાંભળતા જ કંઇક અલગ જ દુનિયામાં ખોવાયેલો પતિ ઝબકી ઉઠ્યો. ઝબક્યો તો ઝબક્યો, સાથે અચાનક બૂમ પાડતા ભડકી ઉઠ્યો, અને કહ્યું 'હા હવે, સાંભળ્યું, સવાર-સવારમાં બૂમબરાડા ના પાડ.' આંખો તો જાણે ભઠ્ઠીમાં ગરમ કરેલા કોલસા જેવી લાલચોળ થઇ ગઇ.

તો સામે પત્નીનો પણ પિત્તો ગયો અને કઢાઇ જમીન પર પછાડી, જેનો અવાજ ચારેકોર ગૂંજી ઉઠ્યો. હવે પતિને ના ઊભું થવું હોય તોય ના છૂટકે પણ ઊભું થવું જ પડે એવો માહોલ સર્જાઇ ગયો. પછી શું, પતિ દાંત કચકચાવતા શર્ટના બટન લગાવીને ઊભો થયો અને ઘરની બહાર તરફ જવા રવાના થયો. પાંચેક મિનિટ તો આંગણામાં જાણે સન્નાટો છવાઇ ગયો, કારણ કે પત્નીએ હાકોટો જ એવો કરેલો કે એકસમયે છોકરાઓ પણ ઊંઘમાંથી ઝબકી ગયેલા. પણ થાય શું, કારણ કે આ તો સ્ત્રીહઠ હતી. પરંતુ તેમને ખબર નહોતી કે આ સન્નાટો થોડી જ વારમાં એક ભયાનક વાતાવરણમાં તબ્દીલ થઇ જશે.

ધીરે-ધીરે કરતા દસ મિનિટનો સમય વીતિ ગયો, અને ધડામ દઇને કોઇએ દરવાજાને લાત મારી, જાણે દરવાજો તોડી ના કાઢવાનો હોય. ત્યાં જ પત્નીની નજર દરવાજા સાઇડ પડી તો દરવાજા આગળ જાણે કોઇ કાળા રંગનો પડછાયો ના હોય, એમ કોઇ ઊભેલું. ધીરેકથી એક સ્ત્રી અને એક પુરુષ ઘરની અંદર ઘૂસ્યા. એમાંય સ્ત્રીના હાથમાં તો હતી ધારદાર કુહાડી, ધાર તો એવી કે સૂર્યનું કિરણ પડે તો જાણે કોઇ હીરાની ચળકાટ ના હોય એવી. અને આંખોમાં ગુસ્સો એવો કે જાણે કત્લેઆમ ના મચાવવાની હોય. ત્યાં જ પુરુષ પર નજર કરતા હાથમાં કુહાડી લઇને આવેલી મહિલાએ જોરથી બૂમ પાડીને કહ્યું 'આજે તમને બધાને લાઇનમાં લગાવી દેવા છે.' આંખોમાં ગુસ્સો, અને હાથમાં ધ્રૂજારી. દ્રશ્ય એવું કે જોનારો ભલભલો ધ્રૂજી જાય. પુરુષ તરફ દ્રષ્ટિ નાખતા જ તે સ્ત્રી બોલી ઉઠી કે, 'શું જોઇ રહ્યો છે? તું પણ કુહાડી ઉપાડ, અને આમનું કામ તમામ કરી દે. કારણ કે આપણે સાથે રહેવું હશે, તો આ લોકોએ મરવું જ પડશે.' સ્ત્રીના અવાજમાં બદલાની ભાવના સ્પષ્ટપણે દેખાઇ રહી હતી.

ત્યાં જ સામેથી સંતોષીએ પણ હાકોટો કર્યો, અને કહ્યું 'તું શું મારવાની, હિંમત હોય તો આવી જા, મને મારીને દેખાડ.' સામે સંતોષીએ પણ સિંહણની જેમ ત્રાડ પાડી. સામસામે બંને સ્ત્રીઓએ એકબીજાને એવો પડકાર ફેંક્યો કે ભરઊંઘમાં સૂતેલા બાળકો પણ અંતે જાગી ગયા. મમ્મીની સામે ઊભેલા સ્ત્રી-પુરુષના હાથમાં કુહાડી જોઇને બાળકો તો કંપી ઉઠ્યાં. જોકે એ જ સમયે એક બાળક સામે ઊભેલા પુરુષના પગમાં પડીને કરગરવા લાગ્યું, અને કહ્યું કે, 'મમ્મીને છોડી દો.' પરંતુ થયું એવું કે માસૂમનો એ અવાજ જાણે હવામાં જ ગાયબ થઇ ગયો. કારણ કે પુરુષે તેને સાંભળવાની વાત તો દૂર રહી, તેને જોરથી લાત મારીને દૂર ધકેલી દીધું. ત્યાંજ પુરુષે જોરથી કુહાડીને ઊંચકીને સીધી સંતોષીના ગળા પર ચલાવી દીધી.

આ ઘટના છે ઉત્તરપ્રદેશના લખનઉ જિલ્લાના મોહનલાલગંજ તાલુકાના ગૌરા ગામની. હવે જેવો દરવાજે ઊભેલા પુરુષે જોરથી કુહાડીનો સંતોષીના ગળા પર ઘા કર્યો કે તરત ચારે તરફ લોહીની ધાર ઉડી, ત્યાં જ કુહાડીનો બીજો ઘા સંતોષી પર ચલાવ્યો, જેનો ઘા સીધો જ સંતોષીની આંખ પર વાગ્યો, અને સંતોષીની એક આંખ બહાર આવી ગઇ અને તે સીધી ચુલ્હા નજીક જઇને પટકાઇ. નીચે તો જાણે લોહીની ધારા ના વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાઇ ગયું. બીજી તરફ માસૂમ છોકરા તથા સામે ઊભેલા સ્ત્રી-પુરુષ પણ લોહીના છાંટા ઉડેલા.

એજ સમયે માસૂમ રામરૂપ આ દ્રશ્ય જોઇ ન શક્યો, જેથી તેને દોટ મૂકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાંજ કાતિલની નજર એની પર પડી. હવે શું એ જવા દે એવું લાગે છે? શું, તરત રામરૂપને ખેંચી લીધો, અને ફટાક દઇને રામરૂપના કાન, નાક અને મોં પર પુરુષે કુહાડીના ત્રણ-ચાર ઝાટકા મારી દીધા. પછી શું, આ તો માસૂમ કહેવાય, થોડી જ વારમાં જીવ જતો રહ્યો. આ દ્રશ્ય નજરે જોતા જ ગભરાયેલી સુમિરન અને ચાર વર્ષની માસૂમે નીચે લોહીથી લથપથ પડેલી તેમજ રડતી માં તરફ દોટ મૂકી. ત્યાંજ હત્યારા પુરુષે તેમને પણ જમીન પર પટકી દીધા, અને ગળે કુહાડીના જોરથી ત્રણ ચાર ઘા મારીને માથું ધડથી અલગ કરી નાખ્યું, એટલે મોમાંથી ચીસનો અવાજ નીકળવાનો તો પ્રશ્ન જ નથી રહેતો.

વધું વાંચો : ભારતની સૌથી સુરક્ષિત તિહાર જેલમાંથી 2-2 વાર ફરાર થઇ ચૂક્યો છે આ 'બિકિની કિલર'! અફઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસમાં પણ કરી ચૂક્યો છે કાંડ

જોકે ત્યાં જ સંતોષીનું શરીર થોડુંક હલવા લાગે છે, એવી રીતે કે જેમ ગરોળીને તમે મારો તો તેની પૂંછડું કેમ કપાયા બાદ પણ હલતું હોય છે તેમ સંતોષીની અંદર પણ જીવ હોવાથી તેનું શરીર પણ થોડુંક હલનચલન કરવા લાગ્યું. પણ જાણે એના નસીબમાં જીવાદોરી નહીં લખી હોય, અને થયું પણ એવું જ. એ જ વખતે પેલી સ્ત્રીની નજર પડે છે સંતોષી પર, જેને જોતા જ બૂમ પાડીને કહ્યું, 'અરે, આ તો જીવે છે, ફટાફટ કાપી નાખ.' એટલે મગજમાં હેવાનિયત ભરીને આવેલો પુરુષ તરત સંતોષીને ઘસેડીને છેક આંગણામાં લઇ આવે છે, અને ધડામ દઇને કુહાડીથી ચાર વાર સંતોષીની ગરદન પર ઘા કરે છે અને આંગણું જોયું હોય તો, જાણે લોહીની નદી વહેતી તેમ લાલ રંગમાં તબ્દીલ થઇ જાય છે. ત્યાંજ પેલી પિશાચ બનીને આવેલી મહિલાની નજર પડે છે રૂમની અંદર રહેલા દોઢ વર્ષના બાળક પર, અને કહે છે, 'આનુંય કામ તમામ કરી દે.' એટલે હાથમાં કુહાડી લઇને ઊભેલો કાતિલ પુરુષ સીધો રૂમમાં ઘૂસી જાય છે, અને હત્યારો મમ્મી-મમ્મીની બૂમો પાડતા એ માસૂમના ત્રણ જ સેકન્ડમાં બે ટુકડાં કરી નાખે છે. હવે દ્રશ્ય તો એવું ડરામણું થઇ ગયેલું, કે ચારે તરફ ધડ અને માથાથી અલગ થયેલી લાશો, લોહીથી લથપથ ઘર અને ઘરનું આંગણું. અને જેને હજુ તો આ દુનિયા શું છે તેનો અનુભવ પણ નહોતો કરેલો એવાં બાળકોના કપાઇ ગયેલા શરીર, જે ભલભલા કાઠાં કાળજાવાળાને પણ રડવા મજબૂર કરી દે.

જોકે થોડેક અંશે સંભળાયેલી ચીસો અને આંગણામાંથી ગટર તરફ આગળ વહી રહેલી લોહીની ધારા જોતા જ બાજુમાં રહેતી માધુરી જે ખાવાનું બનાવી રહી હતી. તેને તરત સંતોષીના ઘર તરફ દોટ મૂકી. જઇને જોયું તો આંગણું જાણે લોહીનું ખાબોચિયું, અને બીજી તરફ કુહાડીના ઘાથી ચીરાઇ ગયેલી સંતોષીની લાશ, અને બીજી તરફ હાથમાં લોહીથી લથપથ કુહાડી લઇને રાક્ષસની જેમ ઊભેલો પુરુષ. આ દ્રશ્ય જોતા જ માધુરીના મોંમાંથી ચીસ નીકળી ગઇ. ત્યાંજ કાતિલ બોલી ઉઠ્યો, 'આય તું પણ આય. અમારા ઝઘડામાં રસ લેવાની ખૂબ ઇચ્છા છે ને!' કહેતા જ જોરથી માધુરીના પાછલા ભાગે તેને કુહાડી મારી. ત્યાં જ માધુરીનો એક કાન કપાઇ ગયો, અને માથા પર પણ કુહાડીનો ઝાટકો મારવાથી તેનું માથું બે ટુકડામાં કપાઇ જાય છે, અને ધડામ દઇને માધુરી જમીન પર પટકાય છે. હવે માંની ચીસ કાને સંભળાતા જ દીકરી સંગીતા પણ ત્યાં દોડી આવે છે. ત્યાંજ હત્યારાએ તેના હાથ પર કુહાડીનો ઘા ઝીંકી દીધો, પરંતુ સંગીતાએ બૂમો પાડતા-પાડતા ખેતરમાંથી પોલીસ સ્ટેશન તરફ દોટ મૂકી.

Vtv App Promotion

હવે સંગીતાની આ સૌથી મોટી ભૂલ કહો કે ગમે તે. કારણ કે એ જ સમયે માધુરીનો 12 વર્ષનો માસૂમ રાજેન્દ્ર ખેતરમાં નાહી રહ્યો હતો. જેને કોઇએ કહેલું કે તારી માંને તો કોઇએ મારી નાખી, એટલે રાજેન્દ્રએ તરત પોતાના ઘર તરફ દોટ મૂકી, અને આજ તેની ભૂલ તેને ભારે પડી. કારણ કે એજ સમયે હત્યારાએ રાજેન્દ્ર પર પણ કુહાડીનો ઘા ઝીંકી દીધો, શરીર લોહીથી લથપથ થઇ ગયું. પરંતુ તેના શ્વાસ હજુ શરૂ હતા. એજ સમયે માધુરીનો પતિ કોલઇ ઘરે આવી ચડ્યો, જોયું તો પત્ની-પુત્ર લોહીથી લથપથ, એટલે જોરથી ચીસાચીસ કરવા લાગ્યો અને ત્યાંજ આસપાસના લોકો એકત્ર થવા લાગ્યા, જેને જોતા જ તે પુરુષે (સંતોષીનો પતિ) હાથમાંથી કુહાડી ફેંકી દીધી અને ઝડપથી તે ખેતર તરફ ભાગી ગયો. જ્યારે તેની સાથે આવેલી સ્ત્રી પણ પવનવેગે ત્યાંથી ગાયબ થઈ ગઈ.

વધુ વાંચો : ખોપડીઓને ટ્રોફીની જેમ સજાવતો, મગજનું સૂપ બનાવીને પીતો આ સીરિયલ કિલર, ડાયરીએ ખોલ્યા ધ્રુજાવી નાખે એવાં રહસ્ય

ચારે તરફ કુહાડીથી કપાયેલી લાશો

બીજી તરફ લોહીથી લથપથ, અને વધેલા ધબકારા સાથે સંગીતા પોલીસ સ્ટેશન પહોંચી, જેને SHO અશોકકુમાર શુક્લાને કહ્યું 'મારી માં...., તેમજ પાડોશમાં રહેતા સંતોષીબેનનો પરિવાર..., બધાને કોઇ પુરુષે કુહાડીથી કાપી નાખ્યા. દીકરીના મુખેથી આવું સાંભળતા જ પોલીસે સહેજ પણ વિચાર કર્યા વગર દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવાનું કહી દીધું, જ્યારે પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી, જઇને જોયું તો ચારે તરફ કુહાડીથી કપાયેલી લાશો. જાણે લોહીની નદીઓ ના વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાયેલું. આથી SHO સહિત પોલીસકર્મીઓ તો બે ઘડી આ દ્રશ્ય સ્તબ્ધ થઇ ગયા, અને આસપાસમાં રહેતા લોકોને પૂછ્યું કે, 'આ શું, કોને કર્યું આ બધું? અને આટલું બધું થઇ ગયું તો તમે લોકો ક્યાં હતા?' ત્યાં જ પોલીસકર્મીઓને કહ્યું 'આ લાશોને પોસ્ટમોર્ટમ માટે રવાના કરો.' અને રાજેન્દ્રને પણ હોસ્પિટલ ભેગો કરો. ત્યાં જ પતિ કોલઇ બોલી ઉઠ્યો કે, 'આ બધું સરવણે કર્યું?' તો ગ્રામજનો બોલી ઉઠ્યાં, સાથે કોઇ સ્ત્રી પણ હતી. જેઓએ ખેતર તરફ દોટ મૂકી હતી. ત્યાંજ પોલીસ પણ એ જ દિશામાં ગઇ, અને પવનના ઘરનો દરવાજો તોડ્યો, જોયું તો અંદર તેની પત્ની સુમન ડરથી કાંપી રહી હતી.

હવે પોલીસ પણ વિચારતી રહી ગઇ કે આખરે એકસાથે આખાય પરિવારની હત્યા કરવા પાછળનું કારણ શું હશે? એવી તે હત્યારાના મનમાં શું દાઝ હશે કે માસૂમને પણ ન છોડ્યાં. ત્યારે પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઇ ગઇ. કોલઇ, સુમન, નન્હા, સંગીતા સહિત બધાને પોલીસ સ્ટેશન સુધી લાંબુ થવું પડ્યું. જ્યાં કોલઇએ ખુલાસો કરતા કહ્યું કે, 'સરવણને પોતાની ભાભી સુમન સાથે અવૈદ્ય સંબંધ હતા. જેથી સંતોષી તેનો વિરોધ કરતી, અને સરવણ તેને મારતો.' પરંતુ કહેવાય છે ને કે આરોપી ક્યારેય પોતાનો આરોપ સ્વીકારવા તૈયાર નથી થતો. આવું જ સુમને કર્યું. ઉલ્ટાનો સંતોષી પર આક્ષેપ લગાવ્યો અને કહ્યું 'નન્હાનું સંતોષી સાથે ચક્કર હતું.' પરંતુ નન્હાએ ઇન્કાર કરતા કહ્યું 'હું તો મંડપ નાખવા ગયો હતો.' બીજી તરફ સરવણે પણ આરોપ ફગાવતા કહ્યું 'નન્હાએ મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા. કારણ કે તેનું સંતોષી સાથે ચક્કર હતું, સાથે જમીનનો પણ વિવાદ હતો.'

વધુ વાંચો: પ્રવાહ પલટાયો! હવસ ઉપડતાં છોકરીઓએ કાબુ ગુમાવ્યો, કારમાં ખેંચીને છોકરા સાથે આચર્યો ગેંગરેપ, માણ્યું 'કામસુખ'

તો કાતિલ કોણ?

આખરે કાતિલ છે તો છે કોણ? સરવણ, સુમન કે નન્હા? સુમન અને સરવણ વચ્ચેનો સંબંધ કે જમીનનો ઝઘડો? આખરે કયું કારણ સંતોષીની હત્યા માટે જવાબદાર હતું. જોકે પ્રશ્ન વધારે ગૂંચવાતા SHO અશોકકુમારે તમામની ધરપકડ કરી લીધી અને તપાસ શરૂ કરી. બાદમાં આ ક્રાઇમ કિસ્સાએ ગામ આખામાં એવો સન્નાટો ફેલાવી દીધો કે થોડાક દિવસો સુધી તો લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ રાખ્યા. સાંજ પડતા જ લોકો ટપોટપ ઘરના દરવાજા બંધ કરી દે. એટલો આ હત્યાનો ડર લોકોમાં ફેલાઇ ગયો.

આખરે 9 વર્ષે કેસ ઉકેલાયો

અંતે નવ વર્ષ બાદ આ હત્યાકાંડના રહસ્ય પરથી પડદો ઊંચકાયો. અને ખરેખર કોલઇની વાત સત્ય સાબિત થઇ. સરવણ જ પોતાની ભાભી સુમનના પ્રેમમાં પાગલ હતો, અને તે જ આ હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ હતો. તેને જ પોતાના પરિવારના કુહાડીથી કટકા કરી નાખેલા. અંતે કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી, અને સુમનને ચાર વર્ષની જેલ, સાથે 2000નો દંડ પણ ફટકાર્યો. પરંતુ આજેય જ્યારે ગૌરા ગામના લોકો એ હત્યાકાંડનું ખૌફનાક દ્રશ્ય પોતાના માનસપટ પર લાવે છે તો શરીરમાં એક અલગ જ પ્રકારની કંપારી અનુભવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

santoshi family murder Mohanlalganj murder case 6 murders in family
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ