બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / ભારતની સૌથી સુરક્ષિત તિહાર જેલમાંથી 2-2 વાર ફરાર થઇ ચૂક્યો છે આ 'બિકિની કિલર'! અફઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસમાં પણ કરી ચૂક્યો છે કાંડ

ક્રાઈમ સિક્રેટ્સ / ભારતની સૌથી સુરક્ષિત તિહાર જેલમાંથી 2-2 વાર ફરાર થઇ ચૂક્યો છે આ 'બિકિની કિલર'! અફઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસમાં પણ કરી ચૂક્યો છે કાંડ

Dhruv Brahmbhatt

Last Updated: 08:00 AM, 4 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં રહેતા કેદીને વધુને વધુ જેલમાં જ રહેવાની ઈચ્છા હોય, એ કદાચ માનવામાં ન આવે એવી વાત છે. પરંતુ ક્રાઈમ સિક્રેટ્સમાં આજે એક એવા ઈન્ટરનેશનલ કિલરની વાત છે, જેણે સજાથી બચવા માટે વધુ સજા સ્વીકારી! થોડું કન્ફ્યુઝન લાગતું હશે, પરંતુ જુદા જુદા દેશોમાં 20થી વધુ હત્યા કરી ચૂકેલા આ કેદીની કથની કોઈ ફિલ્મની સ્ટોરી કરતા કમ નથી. જેલમાં પોલીસ કરતાય વધુ માન મેળવતો આ સીરિયલ કિલર કેવી રીતે પોલીસને ઉલ્લુ બનાવી ગયો છતાંય સજાથી બચી ગયો, તે જાણવા વાંચો આજનું ક્રાઈમ સિક્રેટ્સ.

16 માર્ચ, 1986

દિલ્હીમાં ધીરે ધીરે ગરમી વધી રહી હતી. તડકો થોડોક આકરો થઈ રહ્યો હતો. દેશની સૌથી સુરક્ષિત મનાતી જેલોમાંની એક એવી તિહાર જેલમાં દિવસની શરૂઆત એકદમ સામાન્ય થઈ હતી. કેદીઓની ગણતરી થઈ ગઈ, બધા પોતપોતાના કામ પર ચડી ગયા હતા. પરંતુ આજે દરેક કેદીથી લઈ પોલીસ કર્મચારી હસતો દેખાતો હતો. કારણ કે પહેલીવાર જેલમાં કોઈ કેદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી. આજે જેલમાં કેક આવવાની હતી, બધાને મીઠાઈ પણ મળવાની હતી, આ એક એવી ઘટના હતી, જે જેલમાં વર્ષો સુધી નહોતી બનતી. જેલમાં કેક આવી પણ ખરી, બર્થ ડે બોયે કેક કાપી, પોલીસ કર્મચારીઓને ખવડાવી અને પછી આખી જેલમાં મીઠાઈ વહેંચવામાં આવી. મનભાવતી અને જેલમાં દુર્લભ મીઠાઈ દરેક કેદી ફટાફટ સફાચટ કરી ગયો.

2

થોડાક કલાક પછી....

અચાનક એક પોલીસ કર્મીના ઉંહકારા સંભળાયા. આનંદ પ્રકાશ નામનો આ પોલીસ શું કહી રહ્યો હતો તે સમજાતું નહોતું, કારણ કે તેના મોઢા પર કપડું બાંધેલું હતું. તેણે આજુ બાજું જોયું તો સાથી પોલીસ કર્મી પણ ભર ઉંઘમાં જ્યાં ત્યાં પડેલા હતા. આનંદ પ્રકાશની આંખો ચાર ત્યારે થઈ, જ્યારે તેણે જેલના બધા જ દરવાજા ખુલ્લા જોયા અને ચાવી પણ ગાયબ થઈ. હાંફળાફાંફળા થઈને તેણે પોતાના સાથી પોલીસ કર્મચારીઓ, ઉપરી અધિકારીઓને જગાડ્યા. દેશની સૌથી સુરક્ષિત મનાતી તિહાર જેલના બધા જ પોલીસ કર્મચારીઓ બેભાન થયેલા હતા, અને પાછલા થોડાક કલાકોમાં જેલમાંથી 12 જેટલા કેદીઓ ફરાર થઈ ગયા હતા.

વધુ વાંચો: ખોપડીઓને ટ્રોફીની જેમ સજાવતો, મગજનું સૂપ બનાવીને પીતો આ સીરિયલ કિલર, ડાયરીએ ખોલ્યા ધ્રુજાવી નાખે એવાં રહસ્ય

આ સમાચાર જો બહાર આવે તો જેલના પ્રશાસન સહિત પોલીસ અને સરકારની ભારે બદનામી થાય એમ હતી, એટલે તાત્કાલિક એક્શન જેવાના રૂટિન આદેશો છૂટ્યા. પરંતુ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવાનો શું ફાયદો? પણ પોલીસ માટે સૌથી મોટી નામોશીની વાત એ હતી કે એક આંતરરાષ્ટ્રીય સીરિયલ કિલર પણ ફરાર હતો. જેની સામે અફ્ઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસ, નેપાળ જેવા સંખ્યાબંધ દેશોમાં સીરિયલ કિલિંગનો ગુનો નોંધાયો હતો, એવો ચાર્લ્સ શોભરાજ પણ આ ઘટનામાં ફરાર હતો. એટલું જ નહીં, આ આખી ઘટનાનો માસ્ટરમાઈન્ડ પર ચાર્લ્સ જ હતો.

3

કોણ હતો ચાર્લ્સ શોભરાજ?

ચાર્લ્સ શોભરાજને મીડિયાએ 'બિકીની કિલર'ની ઓળખ આપી હતી. કારણ કે તે મહિલાઓનું મર્ડર કરીને તેમના મૃતદેહને બિકીની પહેરાવીને છોડી દેતો હતો. મૂળ તો ભારતીય મૂળના સિંધી પિતા અને અને વિયેતનામી માતાના પુત્ર ચાર્લ્સને દેખાવ વારસામાં મળ્યો હતો. ગોરોચિટ્ટો વાન, 5 ફૂટ 8 ઈંચની ઉંચાઈ, અને બોલવામાં તો ભલભલાને પાણી પાણી કરી નાખે તેવી અદા. એમાંય સ્ત્રીઓ સાથે વાત તો એવી રીતે કરે, કે દરેક મહિલા પહેલી જ મુલાકાતમાં તેના પ્રેમમાં પડી જાય. પોતાની આવી જ સ્કીલનો ફાયદો ઉઠાવીને ચાર્લ્સે 20 કરતા વધુ મહિલાઓની હત્યા કરી હતી. માતા-પિતા અલગ થઈ ગયા બાદ ચાર્લ્સ ડ્રગ્સના રવાડે ચડ્યો. વિયતનામથી થાઈલેન્ડ,નેપાળ, અફ્ધાનિસ્તાન જેવા દેશોમાં ફરવા લાગ્યો. જ્યાં જાય ત્યાં મહિલાઓને નિશાન બનાવતો. પૈસા પડાવતો અને હત્યા કરી નાખતો. ચાર્લ્સે સૌથી પહેલા પોતાના કારનામાની શરૂઆત થાઈલેન્ડથી કરી. અહીં મહિલાઓની હત્યા કર્યા બાદ નેપાળ ગયો. ત્યાંય પોતાની સ્કીલ બતાવી મહિલાઓને નિશાન બનાવી અને 1976માં ભારત આવ્યો. થાઇલેન્ડમાં ચાર્લ્સ ફ્રેન્ચ કે અંગ્રેજી જાણતા નશાકારક દ્રવ્યોના શોખીન પર્યટકોને ટાર્ગેટ કરતો. પહેલા મફતનાં ડ્રિન્કસ પીવડાવતો, વર્તન પણ સારું રાખતો, બાદમાં વિશ્વાસ જીતી થાઇલેન્ડની રૂપસુંદરીઓ સાથે વિશ્વાસઘાત કરતો. સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે શારીરિક સંબંધ પણ બાંધતો. એમાંય હત્યાઓને એવી રીતે અંજામ આપતો કે નશામાં શાનભાન ગુમાવી દેનારાઓને તે ગળું દબાવીને કે સળગાવીને મોતને ઘાટ ઉતારતો. ચાર્લ્સ શિકારના પૈસા અને પાસપોર્ટ પણ લૂંટી લેતો. મૃતકના પાસપોર્ટના આધારે તે પોતાનો વેશ બદલી નવા શિકારની ખોજમાં નીકળી પડતો, જેના કારણે તે 'સર્પન્ટ' તરીકે કુખ્યાત બન્યો.

4

વધુ વાંચો: વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા

આ રીતે પકડાયો બિકીની કિલર

ચાર્લ્સ શોભરાજનું જીવન વેબ સિરીઝની સ્ટોરીથી કમ નહોતું. કદાચ એટલે જ તેના પર ફિલ્મો બની છે, પુસ્તકો લખાયા છે. થાઈલેન્ડમાં સ્ત્રીઓની હત્યા બદલ ભાઈને ફાંસીની સજા થઈ હતી. તો નેપાળ પોલીસની ડાયરીમાં પણ ચાર્લ્સ ફરાર હતો. ફ્રાંસની પોલીસ પણ આ હેન્ડસમ કિલરને શોધી રહી હતી. પણ એ હાથે ચડ્યો ભારતીય પોલીસના. કહેવાય છે કે નેપાળના રસ્તે ભારતમાં આવેલા ચાર્લ્સે ગોવાને પણ પોતાની કુકર્મભૂમિ બનાવી. ગોવા ફરવા આવતી દેખાવડી મહિલાઓને ફસાવીને, અહીં પોતાના કાંડ કરવાનું શરૂ કર્યું. ભારતીય પોલીસે ગમે તેમ કરીને ચાર્લ્સને સળિયા પાછળ તગેડી દીધો. ચાર્લ્સના ગંભીર ગુના જોતા તિહારી અતિસુરક્ષિત જેલમાં મોકલી આપ્યો.

5

જો કે, તિહાર જેલમાં ચાર્લ્સનો દબદબો આઈજી કરતા પણ વધારે હતો. જેલના કેદીઓ તેને સુપર આઈજી તરીકે ઓળખતા. જેલની કોટડી નહીં પણ જાણે સ્ટુડિયો અપાર્ટમેન્ટ હોય, તેવો ચાર્લ્સનો જેલનો રૂમ હતો. એક તરફ જ્યાં એક હોલમાં 100 કેદીઓ સાંકડમાંકડ સુઈ જતા, જ્યાં ચાર્લ્સ માટે પલંગ હતો, ટેબલ ખુરશી હતા. ચાર્લ્સનો જેલમાં દબદબો એવો કે કાચા કામના કે બીજા ક્લાસના કેદીઓ તેને રોજેરોજ માલીશ કરી આપતા. જાણે સજા નહીં, પણ રાજા હોય, એ રીતે ઠાઠ ભોગવતો. કોઈ કેદીને અરજી લખવાની હોય, તો ચાર્લ્સને કાકલૂદી કરે અને ભાઈ મોજ પડે ત્યારે અરજી લખી આપે. જો કે, અરજી પાછી એવી લખે કે કેટલીકવાર તો વકીલો અને જજ પણ ગોથે ચડી જાય. આવા કામને કારણે ચાર્લ્સની કેદીઓ ઈજ્જત પણ બહુ કરતા.

વધુ વાંચો: તાજા દફનાવેલા મૃતદેહ સાથે અલી બ્રધર્સ કરતા અરેરાટી ઉપજાવતું કામ, કીડીઓએ ખોલ્યું કેસનું ચોંકાવનારું રહસ્ય

સજાથી બચવા સ્વીકારી નવી સજા!

જો કે, અહીં પણ આ બિકીની કિલર સીધો નહોતો રહેતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ તો એવું કહે છે કે જેલમાં છોકરીઓની ચાર્લ્સને મળવા માટે લાઈન લાગતી અને જેલમાં જ તેણે લગ્ન પણ કરેલા છે. પોતાનો જ કેસ લડતા વકીલની પુત્રીને પણ પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસને એવું લાગતું કે ચાર્લ્સ જેલમાં જલસા કરે છે, પરંતુ બીજી તરફ આ ભાઈના મગજમાં એક જ ડર હતો મોતનો. જેવી ભારતમાં તેની સજા પૂરી થાય કે તેને થાઈલેન્ડને સોંપી દેવાનો હતો. થાઈલેન્ડની કોર્ટે ચાર્લ્સે કરેલી હત્યા બદલ તેને ફાંસીની સજા ફટકારી હતી. એટલે તિહારમાં જલસા કરતા ચાર્લ્સના માથે ફાંસીન ગાળિયો લટકતો હતો. પરંતુ આ દરમિયાન તેને થાઈલેન્ડના એક કાયદા વિશે ખબર પડી. જે મુજબ જો કોઈ ગુનેગાર 20 વર્ષ સુધી ન મળે, તો તેની સામેનો કેસ રદ કરી દેવાતો. ચાર્લ્સે નક્કી કર્યું, કે 20 વર્ષ સુધી થાઈલેન્ડ જવું જ નથી. કેટલીક જગ્ચાએ એવો ઉલ્લેખ છે કે તિહારમાંથી ભાગવાનો પ્લાન એટલા માટે જ બનાવ્યો, કે પાછો પકડાઈ શકે અને ભારતની પોલીસ તેની સામે વધુ કાર્યવાહી કરે, તો તેને થાઈલેન્ડને ન સોંપી દે. અને અહીં તો જેલમાં એને જલસા જ હતા.

6

જો કે, ભાગવું કેવી રીતે એ પ્રશ્ન હતો. ચતુર ચાલાક ચાર્લ્સ પાસે બધા જ જવાબ હતા. સજા પૂરી થવાના કેટલાક મહિના પહેલા તેણે પોતાનું વર્તન અત્યંત સુધારી દીધું. કોઈને માલિશ કરવા ન બોલાવતો, કોઈને હેરાન કરતો. કોઈ મદદ માગે તો ખડેપગે કરી આપતો. જેલનું પોલીસ તંત્ર પણ આશ્ચર્યમાં હતું. બધા ઈમ્પ્રેસ્ડ હતા. આ દરમિયાન ચાર્લ્સે જેલના સત્તાધીશોને પોતાનો જન્મદિવસ ઉજવવા રિક્વેસ્ટ કરી અને રિક્વેસ્ટના નામે દિલ્હીની એક દુકાનમાંથી મીઠાઈ મંગાવી. કેદીઓની સાથે પોલીસ તંત્ર પણ ચાર્લ્સથી ઈમ્પ્રેસ હતું, એટલે વળી પોલીસે હા પણ પાડી. જેલમાં મીઠાઈ આવી, મીઠાઈ ખવાઈ અને બધા જ ગાઢ નિંદ્રામાં પોઢી ગયા.

Vtv App Promotion 1

વધુ વાંચો: એક બાજુ વિન્ડિઝ-ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ હતી, બીજી તરફ જાણીતા ફાસ્ટ બોલરને અપાઈ ફાંસીની સજા!

બસ, ચાર્લ્સ ભાઈને તો ખુલ્લો રસ્તો મળી ગયો, ચાવીઓ લઈ ભાઈ આરામથી જેલના દરવાજા જાણે ઘર હોય એમ ખોલતા ગયા અને બહાર નીકળતા ગયા. કહેવાય છે કે ચાર્લ્સ એટલો કોન્ફિડન્ટ હતો કે તેણે જેલની બહાર નીકળી ભાગતા સમયે જેલના દરવાજે ફોટો પણ પડાવ્યો હતો. તિહાર જેલમાંથી ફરાર ચાર્લ્સ ગોવામાંથી ફરી પકડાયો અને ફરી કોર્ટે તેને 9 વર્ષની સજા ફટાકરી. ચાર્લ્સને તો જાણે ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. એને તો ફરી તિહાર જેલમાં મજા આવી ગઈ. આખરે 2002માં સજા પૂરી થતા તેને નેપાળ સરકારને હવાલે કરી દેવાયો. બાદમાં ચાર્લ્સ નેપાળમાં પણ 20 વર્ષ જેલમાં રહ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

crime secrets stories Charles Sobhraj news ચાર્લ્સ શોભરાજ
Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ