બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / પ્રવાહ પલટાયો! હવસ ઉપડતાં છોકરીઓએ કાબુ ગુમાવ્યો, કારમાં ખેંચીને છોકરા સાથે આચર્યો ગેંગરેપ, માણ્યું 'કામસુખ'
Last Updated: 11:56 AM, 18 April 2025
2022નું વર્ષ
ADVERTISEMENT
નવેમ્બર મહિનો
અને પંજાબનું કોઈ સ્થળ
ADVERTISEMENT
નવેમ્બર એટલે ઠંડી પૂર જોશમાં પોતાનું કામ કરી રહી હતી, એમાંય આ તો ઉત્તર ભારતનું પંજાબ એટલે ઠંડા પવનો સૂસવાટા બોલાવતા હતા. મોડી રાત્રે રસ્તા પર માત્ર તમરાનો અવાજ અને શેરીના રખડતા કૂતરાઓ જ હતા. ન તો કોઈ માણસ દેખાય. ન તો માણસનું નિશાન. આવા સમયે એક સુંદર કહી શકાય એવો છોકરો, ફેક્ટ્રીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. બંને હાથ ખિસ્સામાં નાખી, ટહેલતો ટહેલતો, પોતાના જીવન વિશે વિચારતો આ છોકરો પોતાની મંઝિલ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ એક લક્ઝરી કાર તેની બાજુમાં આવી ચિંચૂડાટ કરતી ઉભી રહી. છોકરો ગાડી જોઈને અટક્યો.
ભૈયા, યે એડ્રેસ બતાઓગે?
એકાદ સેકન્ડમાં ગાડીની ડ્રાઈવર સીટનો કાચ નીચે ઉતર્યો. અંદર બેઠેલી હુસ્ન પરી જેવી છોકરીએ રસ્તા પર ચાલતા આ છોકરાને પંજાબીમાં એડ્રેસ પૂછ્યુ. છોકરો મદદ કરવા જાય, એડ્રેસ સમજાવે તે પહેલા પાછળની સીટના દરવાજા ખુલ્યા, ત્રણ છોકરીઓ બહાર આવી અને છોકરાને સીધો ગાડીમાં ધક્કો મારી બેસાડી લીધો. ડ્રાઈવર સીટ પર બેઠેલી છોકરી જાણે આની જ રાહ જોતી હોય, એમ સડસડાટ કાર દોડાવી મૂકી. છોકરાને કંઈ સમજાય તે પહેલા તો તેને છોકરીઓએ બેભાન કરી લીધો. ઠંડી રાતને કારણે આ ઘટનાનું ન તો કોઈ સાક્ષી હતું, ન તો કોઈ પુરાવો, ન તો સીસીટીવી. અંધારાના આંચળા નીચે ચાર છોકરીઓએ એક છોકરાનું અપહરણ કર્યું, અને જોનાર માત્ર આસપાસની સ્ટ્રીટ લાઈટ હતી, ઝાડવા હતા અને ચંદ્ર હતો. ધોળા દિવસે પણ કોઈને કહીએ તો આ વાત માને નહીં!
કડકડતી ઠંડી, અંધારી રાત, ચાર છોકરી અને એક હેન્ડસમ છોકરો...
પણ, આખરે આ ઘટના ઘટી કેમ? છોકરાનું અપહરણ છોકરીઓએ કર્યું શા માટે? આ તરફ છોકરો તો ગાડીમાં બેહોશ હતો. અપહરણ કરીને પૂરપાટ દોડેલી ગાડી અટકી હાઈવે પર આવેલી એક અવાવરુ જગ્યાએ. જ્યાં દૂર દૂર સુધી આ ઘટના જુએ, સાંભળે તેવું કોઈ ન હતું. ચારેય છોકરીઓએ પહેલા છોકરાને ગાડીમાંથી કાઢ્યો. જાણે છોકરાને જોઈને તેના પર તૂટી જ પડી. એક બાદ એક છોકરાનો શર્ટ, પેન્ટ, અંડર વેર ઉતાર્યા. હવે સામે હતું એક નગ્ન શરીર. ઠંડીની રાત.. એક હેન્ડસમ છોકરાનું નગ્ન શરીર અને દારૂના નશામાં કામાંધ બનેલી ચાર છોકરીઓ. જાણ આગ અને પેટ્રોલ વચ્ચે કેટલાક સેન્ટીમીટરની જ દૂરી હતી.
આ રીતે આચર્યું દુષ્કર્મ
ચારેય છોકરીઓ પર હવસ એટલી છવાયેલી હતી, કે તેઓ શું કરતા હતા, તેનું કોઈ ભાન નહોતું. છોકરાના નગ્ન શરીર પર એક સાથે ચારેય છોકરીઓ એવી રીતે તૂટી પડી, જાણે ભવિષ્યમાં સેક્સ મળવાનું જ ન હોય. કોઈએ છોકરાના પ્રાઈવેટ પાર્ટ સાથે મુખ મૈથુન શરૂ કર્યું, તો કોઈએ બેભાન છોકરાને કિસ કરવાની શરૂઆત કરી. એક છોકરી તો જાણે આ માનવ શરીર ખાવા માટે બન્યું હોય, તેમ તેને ચાટવા લાગી. જાણે હમણાં છોકરો ભાનમાં આવશે અને ભાગી જશે, તો તેમની કામવાસના અધૂરી રહી જશે. એક પણ સેકન્ડ ન બગડે એ રીતે છોકરીઓએ છોકરાના શરીરનો ઉપયોગ કરવાની શરૂઆત કરી.
વધુ વાંચો: 14 વર્ષ, 100 DNA ટેસ્ટ, 800 લોકોની પૂછપરછ, હૈયું કંપાવી દેશે આ 'સિરિયલ રેપિસ્ટ કિલર'ની ખૌફનાક કહાની
1-2 નહીં 12 કલાક સુધી બળાત્કાર
લગભગ 12 કલાક વીત્યા. નશામાં ધૂત છોકરીઓએ વારાફરથી સતત છોકરાના શરીર સાથે કામસુખ આચર્યું. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે છોકરો ભાનમાં આવ્યો, ત્યારે તેના શરીર પર એક પણ કપડું તો ન હતું, પરંતુ રાત્રે તેની સાથે બનેલી ઘટનાના નિશાન શરીરની એક એક ઈંચની ચામડી પર દેખાતા હતા. છોકરો સમજી ગયો કે તેની સાથે શું થયું છે. પરિસ્થિતિ એવી હતી કે તે ચાલી પણ નહોતો શક્તો. એક માસૂમ છોકરો જે નોકરી પરથી ઘેર જતો હતો, જે કદાચ જઈને પોતાના પરિવાર સાથે જમવાનો હતો, તેની જિંદગી એક અંધારી રાત્રે પલટાઈ ગઈ. કોઈ જ વાંક ગુના વગર તે ચાર પૈસાદાર છોકરીઓની હવસનો શિકાર બની ગયો.
ન થઈ કોઈ પોલીસ ફરિયાદ
ચારેય છોકરીઓ તો રફુચક્કર થઈ ગઈ. છોકરાને ન તો તેમના નામ ખબર હતી, ન તો ગાડીનો નંબર અંધારું ઓઢીને આવેલી લોહ તરસી ચાર ડાકણો જાણે અંધારપછેડો ઓઢીને ઓઝલ થઈ ગઈ. આ તરફ પીડિત છોકરા માટે પરિસ્થિતિ કપરી હતી. કહેવું તો કહેવું કોને. જો કોઈને કહે તો મજાક ઉડાવે, વાત માને નહીં. ભારતમાં જ્યાં છોકરીઓ પર બળાત્કારની ઘટનાઓને સાવ સામાન્ય રીતે જોવામાં આવે છે, ત્યારે છોકરા પર દુષ્કર્મ આચરાય તેની વાત કોણ માને. આજે પણ પંજાબના કોઈ પોલીસ ચોપડે આવી કોઈ ઘટના નોંધાયેલી નથી. જાણે પીડિતો અને ચારેય છોકરીઓ પોતે પણ આ વાતને ભૂલી ગયા છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ ભોગ બનનાર છોકરાને સગીર ગણાવાયો છે, તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેના લગ્ન થઈ ચૂક્યા હોવાનું બાળકો પણ હોવાનો ઉલ્લેખ છે. પરંતુ સત્ય શું છે, તેના પર આજેય રહસ્યનો પડદો પડલો છે. એકાદ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છોકરાએ પોલીસ ફરિયાદ એટલા માટે ન કરી કારણ કે તેની પત્નીએ તેને આમ ન કરવા કહ્યું, બદનામીનો ડર હતો. ભારતમાં આજેય પોલીસ ચોપડે આવા અનેક દુષ્કર્મો એટલા માટે નથી ચડતા, આરોપીઓ ખુલ્લેઆમ ડર વગર ફરે છે, કારણ કે સવાલ હંમેશા પીડિત પર જ થાય છે, પછી તે છોકરો હોય કે છોકરી. જાણે તેણે પોતાના પર બળાત્કાર માટે આમંત્રણ આપ્યું હોય તેવી નજરેથી તેને જોવાય છે. હકીકત તો ઉંધી હોવી જોઈએ, પણ ખેર ક્રાઈમ સિક્રેટ્સમાં આજનો કેસ જે તમે જાણ્યો એ આજેય રહસ્યનો આંચળો ઓઢીને બેઠો છે.
જો કે ભારતમાં આ પહેલી ઘટના નથી, જ્યારે પુરુષ પર બળાત્કાર થયો હોય. 2017માં મુંબઈમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 16 વર્ષના સગીર પર 15 બાળકોએ ગેંગરેપ કર્યો, અને છોકરાને બ્લેક મેઈલ કર્યો. 2017માં જ મુંબઈની નજીક આવેલા પવઈમાં 13 વર્ષના સગીર પર બળાત્કાર થયો, અને છોકરાએ આત્મહત્યા કરી લીધી. 2014માં મુઝફ્ફરનગરમાં 3 કેદીઓ સાથે જેલમાં રહેલા એક કેદી પર ત્રણેય કેદીઓએ જબરજસ્તી કરી. 2013માં શામલીમાં એક મહિલા ટીચરે પોતાના જ 12 વર્ષના વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો. આ તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલા કિસ્સા છે. બાકી સમાજની પરિસ્થિતિ મારી અને તમારી સામે છે. બસ આ વાંચીને એટલો સવાલ કરજો કે સમાજમાં સ્ત્રી, પુરુષ, દીકરી, દીકરાઓ કેટલા સેફ છે? અને ઈન્ટરનેટ, પેરેન્ટ્સ, મિત્રો, તમારા બાળકના બદલાતા વર્તન માટે જવાબદાર કોણ છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.