બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / 14 વર્ષ, 100 DNA ટેસ્ટ, 800 લોકોની પૂછપરછ, હૈયું કંપાવી દેશે આ 'સિરિયલ રેપિસ્ટ કિલર'ની ખૌફનાક કહાની
તારીખ 30 જુલાઇ 2010ની સાંજ, આકાશ ઘેરા કાળા વાદળોથી ગોરંભાયેલું હતું. વાતાવરણ જાણે કોઈ ભયાનક આફતના ઓસાણ આપતું હતું. વાદળો ગરજાટ કરી રહ્યા હતા, વીજળી જાણે હૈયું ચીરતી તલવાર બનીને ઝગારા મારી રહી હતી. આવી એક ઓછાયી સાંજે એક પરિવાર કાગડોળે પોતાના ઘરની લક્ષ્મી એવી એકની એક દીકરીની રાહ જોઇ રહ્યો હતો. રોજ સમયસર ઘરે આવી જતી લાડલી ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે એવા વાતાવરણમાં ઘેર નહોતી પહોંચી, જે વાત માતા-પિતાને સતત ચિંતિત કરી રહી હતી. જેમ-જેમ સમય આગળ વધતો ગયો, તેમ-તેમ ચિંતા કરોળિયાના જાળાની જેમ ઘેરાતી જ ગઇ, ઘેરાતી જ ગઇ. તોય દીકરી ઘરે ન આવી. પોતાની દિકરીની રાહ જોઈને થાકેલા પરિવારે તપાસ માટે કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ફોન કરવાનું નક્કી કર્યું. ત્યાં તો ફોનની રિંગ વાગી. દિકરીનો જ ફોન હશે એવી આશાએ પિતાએ ફોન તો ઉપાડ્યો પણ....
ADVERTISEMENT

એ દીકરીને ક્યાં ખબર હતી કે...!
ADVERTISEMENT
હવે શરૂ થાય છે દર્દનાક કહાનીની અસલી શરૂઆત, જેને સાંભળતા જ તમારા રૂંવાડા ઊભા થઇ જશે. ધીમી ધારે વરસતો વરસાદ, અને ચંદીગઢના સેક્ટર-38નો એ સૂમસામ રસ્તો, કે જ્યાંથી એક 21 વર્ષીય દીકરી (MBA વિદ્યાર્થી) પાયલ (નામ બદલેલ છે) કોચિંગ ક્લાસથી પાછી આવી રહી હતી. આ વિસ્તારમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. વરસાદથી બચવા પાયલે સ્કૂટી સાઈડમાં કરીને ઝાડ નીચે ઉભા રહેવાનું નક્કી કર્યું. પરંતુ આ અલ્પવિરામ તેના જીવનનો પૂર્ણવિરામ બની ગયો. સ્કૂટીને લગાવેલી બ્રેક પાયલના શ્વાસો પર લાગેલી બ્રેક બની ગઈ.
...અને આરોપીની અંદરનો રાક્ષસ જાગી ઉઠ્યો
ADVERTISEMENT
ધીમી ધારે વરસી રહેલા વરસાદ વચ્ચે રસ્તા પર જઈ રહેલી પાયલનો પીછો બે હવસભરેલી આંખો કરી રહી હતી. આ નરાધમની અંદરનો રાક્ષસ સળવળાટ કરી રહ્યો હતો. તેણે પાયલના માથે પથ્થરથી હુમલો કર્યો. હુમલો કરતાની સાથે જ પાયલનું માથું ધડામ દઇને સ્કૂટીના કાચ સાથે અથડાયું અને લોહીની ધાર વછુટી. પાયલને વાગેલો ઘા જીવલેણ હતો, એટલો કે જો તેને તાત્કાલિક હોસ્પિટલભેગી ન કરાઈ તો તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. પરંતુ હુમલો કરનાર નરાધમના મગજ પર માત્ર વાસનાના વાદળો છવાયેલા હતા. એક તરફ લોહી નીતરતો પાયલનો ચહેરો હતો અને બીજી તરફ હુમલાખોર પાયલના શરીરને ચૂંથી રહ્યો હતો. એમાંય વિકૃતતા એટલી હદે જોવા મળી કે બેકાબૂ હવસખોરે દીકરીના કપડાંય ફાડી નાખ્યાં, હાથ-પગ પણ બાંધી દીધાં અને જેમ લોહચુંબક ચોટ્યા બાદ જલ્દી ઉખડે નહીં, તેમ એ હવસખોર દીકરીને પીંખતો રહ્યો. જાણે ઓશિકાનું કવર ફાડી તેમાંથી રૂને અલગ કરી નાખવું. જ્યાં સુધી આ હેવાનનું સ્ખલન ના થયું ત્યાં સુધી તે પોતાની હવસ પૂરી કરતો રહ્યો. પાયલ બૂમાબૂમ કરવાની કોશિશ કરે પણ એ ગાઢ જંગલ વચ્ચે કોણ એનું સાંભળે. આરોપી આટલેથી જ ના અટક્યો. અસલી ખેલ તો આ નરાધમે હવે ખેલેલો. કારણ કે જેવી હવસ પૂરી થઇ કે આ રાક્ષસે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. અને યુવતીનો મોબાઇલ ઝૂંટવી તેને દુકાન પર જઇને વેચી નાખ્યો.
પોતાની દીકરી સાથે શું થયું છે તેનાથી અજાણ પરિવાર હજીય પાયલની રાહ જોઈ રહ્યો હતો. પરિવારજનોએ કેટલાંય ફોન લગાવવાની કોશિશ કરી, પણ પરિણામ શૂન્ય. પરિવારે કોચિંગ ઇન્સ્ટીટ્યૂટમાં પણ કૉલ લગાવીને વાતચીત કરી, પરંતુ ત્યાંથી પણ નિરાશા જ હાથ લાગી. અંતે પરિવારે વિચાર્યું કે, હવે પોલીસનો સહારો લીધા સિવાય છૂટકો જ નથી. અને અડધી રાત્રે મનમાં બેચેની, ગભરાહટ સાથે પરિવારે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનો વારો આવ્યો. જ્યાં તેઓએ પોતાની દીકરી ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો.
ADVERTISEMENT

સ્કૂટી જોતા જ આશાનું કિરણ જાગ્યું, પરંતુ...!
ADVERTISEMENT
હવે પોલીસ તો તપાસમાં જોતરાઇ ગઇ, પરંતુ કહેવાય છે ને કે 'અપને તો અપને હોતે હૈ'. એટલે પોલીસ ભલે પોતાની ફરજ નિભાવે, પણ પરિવારથી ના રહેવાયું. અને પરિવારજનો નીકળી પડ્યાં દીકરીની શોધમાં. ત્યાં જ તેમની નજર સમક્ષ એક એવું દ્રશ્ય આવીને ઊભું રહ્યું કે તરત તેઓએ દોટ મૂકી. કલાકોની શોધખોળ બાદ અચાનક સેક્ટર 38ના કરન ટેક્સી સ્ટેન્ડ પાસે પોતાની જ દીકરીનું સ્કૂટી પડેલું જોયું. એટલે પહેલા તો મનમાં આશાનું કિરણ જાગી ઉઠ્યું. પરંતુ જેવાં નજીક આવ્યા ત્યાં તો તેમની આંખો પહોળી થઇ ગઇ અને મોંમાંથી ચીસ નીકળી ગઇ. કારણ કે તેઓએ દીકરીના સ્કૂટી પર લોહીના છાંટા પડેલા જોયા. તેથી તરત પરિવારે દોટ મૂકી, અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી. પરંતુ એ પરિવારને ક્યાં ખબર છે કે, ખરું ખૌફનાક દ્રશ્ય તો હવે જોવા મળશે. આગળ વધતા-વધતા તેઓ છેક જંગલમાં પહોંચી ગયા, ત્યાં જ તેમની નજર પડી એક લાશ પર. જે લોહીથી લથપથ તો હતી, સાથે શરીર પર કપડાં પણ નહોતા. અને નજીક જઇને જોયું તો પોતાની જ દીકરી. પછી શું, આંખુ જંગલ જાણે હૈયાફાટ રૂદન કરતું હોય તેમ પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ. છતાંય એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના એની એ જ હાલતમાં દીકરીને લઇને તેઓ સીધા PGI હોસ્પિટલ પહોંચી ગયા. કારણ કે તેઓને આશા હતી કે કદાચ કંઇક ચમત્કાર થઇ જાય, અને પોતાની દીકરીને નવું જીવનદાન મળી જાય. જો કે ડૉક્ટર્સે યુવતીને મૃત જાહેર કરી દીધી. કારણ કે યુવતીને જ્યારે હોસ્પિટલ લઇ જવામાં આવી એ પહેલા જ તેનો જીવ જતો રહેલો.

ADVERTISEMENT
12-12 વર્ષના વહાણા વીત્યા
આરોપીએ ઘાતક હુમલો કરતા પાયલના માથા પર રહી ચૂકેલા નિશાન, ગળું દબાવવાની કોશિશના નિશાન, આ સાથે પ્રાઇવેટ અંગો સાથે કરાયેલી હેવાનિયત બૂમા પાડીને કહી રહી હતી કે આ મામલો રેપ વીથ મર્ડરનો છે. આથી મામલાની ગંભીરતાને જોતા પોલીસે તરત તપાસ શરૂ કરી દીધી, અને પાયલના શરીર પર જોવા મળેલા ઘાના DNA સેમ્પલ એકત્ર કરી લીધા અને તપાસને આગળ ધપાવી. પરંતુ સમય પસાર થતો ગયો, દિવસ કે મહિના નહીં, વર્ષ આગળ વધતા ગયા. તોય દૂર-દૂર સુધી પોલીસને આશાનું કિરણ જોવા ન મળ્યું. અંતે 12 વર્ષ બાદ એવો સમય આવીને ઊભો રહ્યો કે ખુદ પોલીસે આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસમાં હાથ અદ્ધર કરી દીધા. મામલો એટલે જ ના અટક્યો, પોલીસને દૂર-દૂર સુધી આરોપી પકડાઇ જવાના સંકેત ન દેખાતા પોલીસે કોર્ટમાં જઇને આ કેસને લઇ અનટ્રેસ્ડ રિપોર્ટ દાખલ કરી દીધો. જોકે પરિવારને આશા હતી કે આજે નહીં તો કાલે, એક દિવસ જરૂરથી પોતાની દીકરીનો આરોપી ઝડપાઇ જશે.

ઘટનાનું થયું પુનરાવર્તન
પાયલ (નામ બદલેલ છે) મર્ડર કેસને 12 વર્ષ વીતી ચૂક્યા હતા અને ફરી આવી જ એક ઘટના બની, એ પણ ચંદીગઢમાં જ. પરંતુ આ ક્રાઇમ ઘટના સાંભળતા જ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કારણ કે આ ઘટનામાં તો પાયલથી પણ ડબલ ઉંમરની મહિલા સાથે આરોપીએ કરેલું હેવાનિયત ભરેલું કૃત્ય. એ પણ જંગલની જ ઘટના હતી. જેનું નામ છે મલોયા જંગલ. જ્યાંથી એક 40 વર્ષીય મહિલાની નગ્ન હાલતમાં લાશ હાથ લાગી. એ પણ એવી દુર્દશામાં કે જોનારાની આંખો ફાટી જાય. કારણ કે 40 વર્ષીય મહિલાનું આખું શરીર એમાંય ખાસ કરીને પ્રાઇવેટ અંગોની તો એવી હાલત કરી નાખેલી કે માત્ર જોનાર નહીં આ વાંચનારને પણ કંપારી છૂટી જાય. એમાંય હાથ-પગ બાંધેલા, અને મોમાં ડૂચો મારેલો.
આ મૃતક મહિલાના પતિએ એક દિવસ અગાઉ જ પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ લખાવેલી. જેમાં પતિએ પત્ની ગુમ થયાની ઘટના વર્ણવતા કહેલું કે 11 જાન્યુઆરીએ રાતના 8 વાગ્યે પોતાની પત્નીને તે માર્કેટ સુધી છોડવા ગયેલો, પરંતુ પોતાની પત્ની ગઇ એ ગઇ, પછી પરત પાછી જ ન આવી. પરંતુ પોલીસ પણ આ ઘટનામાં ચોંકી ઉઠેલી. કારણ કે આ ઘટના પણ પાયલ મર્ડર કેસ જેવી જ હતી. કારણ કે એ જ મોડી સાંજ, એકલી યુવતી એમાંય પાછું જંગલ અને પાયલ જેવી જ મૃતદેહની હાલત. પરંતુ આ કેસમાં પણ પરિણામ શૂન્ય જ આવ્યું. પાયલ મર્ડર કેસની જેમ જ આ કેસમાં પણ પોલીસે DNA સેમ્પલ કલેક્ટ કરી લીધેલા. પરંતુ લાખ પ્રયાસ બાદ પણ પોલીસને આ કેસમાં પણ સફળતા હાથ ન લાગી. એ પાછા બે-બે વર્ષ થઇ ગયા તોય.
100 લોકોના DNA ટેસ્ટ લેવાયા
જોકે બાદમાં પોલીસને એવી કડી હાથ લાગી કે ભલભલા વિચારતા રહી જાય. કારણ કે ઉપરના બંને કેસ રેપ વીથ મર્ડરને લગતા હતા. આથી તમને જાણીને નવાઇ લાગશે કે પોલીસે આ કેટેગરી (રેપ વીથ મર્ડર) માં આવતા એક-બે નહીં, પરંતુ 100 લોકોના DNA સેમ્પલ એકત્ર કર્યા અને મોકલ્યા ચંદીગઢની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં. અને કેસમાં જે વળાંક આવ્યો તેને પોલીસને એક નવી જ દિશા સૂચવી દીધી. એટલે એમ કહી શકાય કે આખરે પોલીસની 8 મહિનાની મહેનત રંગ લાવી. કારણ કે જે 100 લોકોના સેમ્પલ લેવાયેલા તેમાંથી જ એક આરોપીના સેમ્પલ મલોયા મર્ડર કેસ (12 જાન્યુઆરી, 2022) માં મેચ થઇ ગયા. પરંતુ ખરાખરીનો ખેલ તો ત્યારે જામ્યો કે જ્યારે આ જ આરોપીના DNA સેમ્પલ 2010ના રેપ વીથ મર્ડર કેસની યુવતીની લાશ પરથી એકત્ર કરાયેલા સેમ્પલ સાથે મેચ થઇ ગયા. આથી પોલીસને પણ અંદાજો આવી ગયો કે આ એ જ આરોપી છે કે જેને 2010માં પાયલ અને 2022માં મનવીર (નામ બદલેલ છે) એમ બંનેની હત્યાને અંજામ આપેલો.
ના મોબાઇલ, ના આધાર, અને આરોપી શોધવામાં ફાંફા પડ્યાં
આખરે તપાસ બાદ આરોપીની ઓળખ છતી થઇ ગઇ. જે શાહપુરા કોલોનીનો રહેવાસી હતો. નામ હતું મોનૂ કુમાર. જેની ઉંમર 38 વર્ષની, અને વ્યવસાયે હતો ટેક્સી ડ્રાઇવર. એમાંય પાછો નશેડી એટલે તો કહેવાનું જ શું રહ્યું. પરંતુ પોલીસ ઇચ્છે તો પણ તેની ધરપકડ નહોતી કરી શકે એમ. કારણ કે તે આરોપી આઉટ ઑફ ચંદીગઢ હતો. એમાંય પાછી ચોંકાવનારી વાત તો એ હતી કે આરોપી મોનૂ ના તો મોબાઇલ રાખતો હતો, ના તો તેની પાસે આધાર કાર્ડ હતું, ના તો તેનું કોઇ બેંકમાં એકાઉન્ટ હતું. હવે પકડવો તો પણ કઇ રીતે. જોકે 6 મહિનાના અંતે પોલીસે આરોપીને પકડી લીધો ખરાં. આ કેસમાં પોલીસે 800 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
માત્ર યુવતી નહીં, માસૂમ બાળકીને પણ શિકાર બનાવી ચૂકેલો
હવે આરોપી તો ઝડપાઇ ગયો, પરંતુ હવે જે ખુલાસો થયો તેને જાણી પોલીસની પણ પગ નીચેથી જમીન સરકી ગઇ. કારણ કે ઘટના જ એવી હતી. જેમાં આરોપીએ જાતે જ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો ખુલાસો. જેને ક્રાઇમ જગતને હચમચાવી મૂક્યું. આરોપીના ઘટસ્ફોટમાં જાણવા મળ્યું કે, તેને બે નહીં, ત્રણ-ત્રણ હત્યાને અંજામ આપ્યો હતો. 2010ની રેપ વીથ મર્ડર ઘટના પહેલા 2008માં પણ આરોપી મોનૂએ હિમાચલ પ્રદેશના ચંબામાં એક 6 વર્ષની માસૂમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવેલી. બાદમાં તેની ક્રૂર રીતે હત્યા કરી નાખેલી. જોકે આ શરમજનક કૃત્યના કારણે તેને દોઢ વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડેલું. પરંતુ પુરાવાના અભાવે તેને છોડી મૂકવામાં આવ્યો. બસ અહીંથી જ તેને ફાવતું જડ્યું. અને આગળ પણ તે રેપ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપતો ગયો. જોકે પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ક્રાઇમ કુંડળીમાં વધુ એક ઘટસ્ફોટ થયો. કે આરોપી મોનૂ પર અગાઉ પણ 6 જેટલાં ક્રિમિનલ કેસ થયેલા છે. જેમાં ચોરી, લૂંટફાંટ જેવી ઘટનાઓ પણ સામેલ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.