બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / VTV વિશેષ / ગુજરાતી સિનેમા / '999 નંબરવાળો...', ના ભાઇ, 'નવું અમદાવાદ બતાવું ચાલો', એવાં ગીતો જેને 614 વર્ષે પણ શહેરને લોકોમાં ધબકતું રાખ્યું
Last Updated: 10:00 AM, 26 February 2025
ખેર આજે આ વાત એટલે યાદ આવી કારણ કે અમદાવાદની વાત આવે એટલે યાદ આવે અમદાવાદની જાણીતી જગ્યાઓ. એક સમયનું ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ આજે પણ તેના અટલ બ્રિજ હોય કે રિવર ફ્રન્ટ કે પછી સાયન્સ સીટી તેના માટે ગુજરાતભરમાં જાણીતું છે. એક વાત અમદાવાદની ખાસ છે એ કે જૂનો સમય હોય કે નવો અમદાવાદ હંમેશા ફિલ્મ ઉદ્યોગનું પણ કેન્દ્ર રહ્યું છે. વાત કરીએ ફિલ્મની તો જુના સમયમાં એવા ગીત બનતા જેમાં જે તે શહેરને દર્શાવવામાં આવ્યું હોય સાથે જે તે શહેરની લાક્ષણિકતા પણ બતાવતું હોય જેમ કે, "મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી" કે પછી અભિષેક બચ્ચનની ફિલ્મ દિલ્હી 6 નું સોન્ગ "યે દિલ્હી હે મેરે યાર". તમને એમ થશે કે અમદાવાદના જન્મ દિવસે આ શેની વાત થઇ રહી છે. તો વાત જાણે એમ છે કે આપણા અમદાવાદ માટે પણ એક અતિ લોકપ્રિય, સદાબહાર ગીત છે કે જે અમદાવાદી મિજાજને બતાવે છે.
ADVERTISEMENT
" અમદાવાદ બતાવું ચાલો ..."
ADVERTISEMENT
જી બિલકુલ તમે સમજી જ ગયા કે અહીંયા વાત થઇ રહી છે 47 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1977માં રિલીઝ થયેલી ફિલ્મ 'માં-બાપ'ના અતિ પ્રસિદ્ધ ગીત " હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો" એ ગીત ખુબ જાણીતા ગાયક કિશોર કુમારે ગાયું હતું અને તેને સૂરોથી સજાવ્યું હતું સ્વ.અવિનાશ વ્યાસે. આ ગીત એટલું લોકપ્રિય થયું હતું કે દરેક અમદાવાદીના મોઢે આ ગીત હોય જ. આ ગીત પિક્ચરાઇઝ થયું હતું અસરાની પર. અને અસરાની સાથે તે જમાનાના જાણીતા ડિરેક્ટર અરુણ ભટ્ટે દર્શકોને અમદાવાદના દર્શન કરાવ્યા હતા. ચાલો માણીએ ગીતની એક ઝલક.
"નવું અમદાવાદ બતાવું ચાલો..."
કટ ટુ... વર્ષ 2021માં આવ્યું આ ગીતનું રિક્રિએશન. અવિનાશ વ્યાસ દ્વારા સ્વર બદ્ધ કરાયેલા આ ગીતનું રીક્રીએક્શન કરવામાં આવ્યું અને તેમાં નવું અમદાવાદ બખૂબી દર્શાવવામાં આવ્યું છે. લગભગ 43-44 વર્ષ પછી આ ગીતને નવા અવતારમાં રજૂ કરાયુ. તે ગીતમાં નવા બોલ ઉમેરવામાં આવ્યા. જુના ગીતમાં તે સમયના જાણીતા કલાકાર અસરાનીનું કિરદાર અત્યારના જાણીતા કલાકાર મલ્હારે ભજવ્યું હતું. તો આ ગીતને નવા અંદાજમાં નવા સ્થળોને દર્શાવવાનું કામ એટલે કે ગીતનું ડિરેક્શન જાણીતા દિગ્દર્શક મનીષ પાટડીયાએ કર્યું છે. નવા ગીતમાં સંગીત જિમી ત્રાજકરે આપ્યું છે તો આ ગીત ગુજરાતના ખુબ જાણીતા અને પસંદીદા ગાયકો જીગરદાન ગઢવી અને અરવિંદ વેગડાએ ગાયું છે. આ ગીતને રીક્રીએટ કરવાના વિચાર વિશે ગીતના ડિરેક્ટર મનીષ પાટડીયા જણાવે છે કે, "જે ગીત એક કલ્ટ બની ચૂક્યું હતું તેને નવી પેઢી પણ પોતાના અમદાવાદને વધુ સારી રીતે હ્ર્દય સોંસરવું ઉતારી શકે અને નવા અમદાવાદની માટીની સોડમ પોતાના શ્વાસમાં ભરી શકે તે હેતુથી બનાવ્યું છે" આ કદાચ પહેલું એવું ગીત છે કે જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 4 દાયકાઓના હીરો એક સાથે સ્ક્રીન પર નજર આવ્યા હોય. જેવા કે - અસરાની, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મલ્હાર ઠાકર. આ સાથે ઈંડસ્ટ્રીના અન્ય જાણીતા ચહેરાઓ પણ આ ગીતમાં નજર આવે છે. જો તમે આ ગીત હજુ ના જોયું હોય તો હાલ જ જોઈ લો.
વધુ વાંચો: કોરોના હોય કે કોમી રમખાણો, માણેકચોકમાં ક્યારેય નથી આવતી મંદી, કારણ કે વરસી રહી છે આ બાબાની કૃપા
અમદાવાદ માણો આ ગીતમાં પણ
આ સાથે જ સાંભળી લો નવું નક્કોર, તાજગી સભર પહેલું AI દ્વારા બનેલું અમદાવાદનું vtv special ગીત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.