ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:41 PM, 3 June 2026
ADVERTISEMENT
ઘરમાં રહેલી અમુક વસ્તુઓ પણ સકારાત્મક કે નકારાત્મક ઉર્જાને અસર કરી શકે છે. જેમ કે તૂટેલો અરીસો, બંધ ઘડિયાળ, તૂટેલા પગરખાં, ગંદા કે ખુલ્લી કચરાપેટી અને કરમાઈ ગયેલા છોડ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ વસ્તુઓ માનસિક તણાવ, નાણાકીય સમસ્યાઓ, અસ્થિરતા અને નકારાત્મકતા વધારી શકે છે. આથી ઘરમાં સ્વચ્છતા જાળવવા ક્ષતિગ્રસ્ત વસ્તુઓને દૂર કરવા અને છોડની નિયમિત સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર ઘરની ઉર્જાને સંતુલિત કરવા પર ખાસ ભાર મૂકે છે. એવું મનાય છે કે ઘરમાં અમુક વસ્તુઓ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે જ્યારે અન્ય વસ્તુઓ નકારાત્મક અસર કરી શકે છે.આપણે રોજિંદા વસ્તુઓને અવોઇડ કરી છીએ પરંતુ આ જ વસ્તુઓ ધીમે ધીમે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. ચાલો આમાંની અમુક બાબતો વિષે જાણીએ.

ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલા અરીસા કે તિરાડવાળો કાચ રાખવાને અશુભ માનવામાં આવે છે. આ નકારાત્મક ઉર્જાની અસર વધારી શકે છે અને માનસિક તણાવ લાવે છે. લોકો ઘણીવાર તૂટેલા અરીસાને બદલવાને બદલે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે જે નુકશાન કરે છે.
ADVERTISEMENT
ઘડિયાળ એ માત્ર સમય જણાવવાનું સાધન નથી પણ જીવનની ગતિ અને પ્રગતિનું પણ પ્રતીક છે. ઘરમાં તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ઘડિયાળ રાખવી એ સ્થિરતા અને અવરોધ લાવે છે. આથી સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે આવી ઘડિયાળોને તરત રિપેર કરવી જોઈએ કે ઘરમાંથી દૂર કરવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘરના ખૂણામાં લાંબા સમય સુધી પડેલા જૂના, તૂટેલા કે બિનઉપયોગી જૂતા અને ચંપલને પણ વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે. આથી ઘરમાંથી ન વપરાયેલા જૂતા સમયસર દૂર કરવા જોઈએ.
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે. ઘરમાં ગંદુ કે ખુલ્લુ ડસ્ટબીન પર્યાવરણને અશુદ્ધ કરવાની સાથે નકારાત્મક ઉર્જાને પણ આકર્ષે છે. આથી આવા ડસ્ટબિનને હંમેશા ઢાંકીને રાખવાની અને તેને નિયમિતપણે સાફ કરવું જોઈએ. ખાસ કરીને જો તે રસોડા કે મુખ્ય પ્રવેશદ્વારની નજીક હોય.
લીલા છોડને ઘરમાં સકારાત્મકતા અને તાજગીનું પ્રતીક માનવામાં આવે છે. પણ જ્યારે છોડ સુકાઈ જાય કે કરમાઈ જાય ત્યારે તેને ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આવા છોડ જીવનમાં સ્થિરતા અને નકારાત્મકતા લાવે છે. આથી છોડની નિયમિત સંભાળ રાખો અને તે સુકાઈ જાય ત્યારે તેને દૂર કરો.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT