ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:50 PM, 2 June 2026
ADVERTISEMENT
તમારા ઘરમાં રહેલું વોશિંગ મશીન પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. જો તમે તેને ઘરના ખોટા ખૂણામાં મૂકો છો કે જો તમે તેની આસપાસ કે ઉપર નાની વસ્તુઓ મૂકો છો તો આ મશીન તમારા ઘરની શાંતિ અને સમૃદ્ધિ પર સીધી અસર કરી શકે છે. ચાલો તેના વિશેના વાસ્તુ નિયમો વિષે જાણીએ.
ADVERTISEMENT
વાસ્તુમાં ઉત્તર-પૂર્વ દિશાને ઘરનો સૌથી શાંત અને પવિત્ર ખૂણો માનવામાં આવે છે. આ વિસ્તારને દેવી-દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે આથી અહીં ભારે મશીનરી કે વોશિંગ મશીન મૂકવાથી શાંતિ મળતી નથી. જો મશીન અહીં મૂકવામાં આવે તો પરિવારના સભ્યો બિનજરૂરી મૂંઝવણ અને માનસિક તણાવનો અનુભવ કરી શકે છે.
ADVERTISEMENT
વોશિંગ મશીન માટે બે દિશાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં ઘરનું સંતુલન ખલેલ ન પહોંચે તે માટે દક્ષિણ-પૂર્વ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જે વોશિંગ મશીન માટે આદર્શ માનવામાં આવે છે. આ સિવાય જો તમે ઉત્તર-પશ્ચિમમાં મશીન મૂકો છો તો ઘરના કામકાજ સારા રહે છે અને કામ સરળતાથી ચાલે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘરમાં નાણાકીય નુકસાન અને સ્થિર ઉર્જા ટાળવા માટે નીચેની વસ્તુઓ મશીન પર કે તેની નજીક રાખવાનું ટાળો. જેમાં અરીસો આ મશીનની નજીક અરીસો મૂકવાથી બહાર નીકળતી ઉર્જા બમણી થાય છે જે નાણાકીય અસ્થિરતા તરફ દોરી શકે છે.
ગંદા કપડાં: ગંદા કપડાં લાંબા સમય સુધી મશીન પર કે તેની અંદર રાખવાનું ટાળો. કેમ કે આ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સિવાય સફાઈની વસ્તુઓ જેમાં કે સાવરણી, ડસ્ટબીનને મશીનથી દૂર રાખો. કેમ કે તેમની નજીકતા નાણાકીય અવરોધો ઉભા કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વોશિંગ મશીનની ઉપર ખુલ્લા ડિટર્જન્ટ કે ડિટર્જન્ટ પેકેટ રાખવાથી ઘરની ઉર્જા અને નાણાકીય બાબત માટે હાનિકારક માનવામાં આવે છે. આ સાથે મશીનની ઉપર પાણી ભરેલી ડોલ કે મોટા વાસણો રાખવાનું ટાળો.
વોશિંગ મશીન પાણી અને વીજળીનું મિશ્રણ હોય છે. આથી તેની નજીક ડિટર્જન્ટ જેવા રસાયણોના પેકેટ રાખવાથી ઘરમાં પાંચ તત્વોનું સંતુલન બગડી શકે છે.
મશીન પર સફાઈ પાવડર મૂકવાથી તમારી સંપત્તિ અને સંસાધનોના વ્યય કે નુકસાન સાથે જોડાયેલ છે. આ સિવાય મશીનની ઉપર અવ્યવસ્થિત વસ્તુઓ ઘરમાં બિનજરૂરી નાણાકીય ભાર અને નકારાત્મક ઉર્જા આકર્ષે છે.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT