ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:11 PM, 1 June 2026
ADVERTISEMENT
"2 ટંકનો રોટલો" એક લોકપ્રિય કહેવત છે. જેમાં કહેવતનો મતલબ એ હોય છે કે જે લોકોને દિવસમાં બે વખત ભોજન મળે છે તેમને ભાગ્યશાળી માનવામાં આવે છે. તમે તેને ઘરમાં પૂરતા પ્રમાણમાં ખોરાકની પુરતી કે મૂળભૂત જરૂરિયાતો માટે મીનીમમ આવક સાથે પણ જોડી શકો છો. શાસ્ત્રોમાં ભોજન કે રોટલી દેવી અન્નપૂર્ણા સાથે જોડાયેલી છે. વાસ્તુ શાસ્ત્રમાં રોટલી અને અનાજ વિશે પણ મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ મુજબ રોટલી સાથે સંબંધિત અમુક ભૂલો ઘરમાં ગંભીર વાસ્તુ ખામીઓ પેદા કરી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
ADVERTISEMENT
રસોડાને અગ્નિ તત્વનું સ્થાન માનવામાં આવે છે. એવું મનાય છે કે રસોડામાં રોટલી સતત બાળવી એ એક અશુભ સંકેત છે. બળી ગયેલી રોટલી ઘરમાં વાસ્તુ ખામીઓ પેદા કરે છે. આવા ઘરોમાં ઘણીવાર રહેવાસીઓમાં તણાવ, આર્થિક નુકસાન અને નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. જો તમારા ઘરમાં પણ આવું થઈ રહ્યું હોય તો તેને અવગણવાને બદલે તેનો ઉકેલ શોધવા પર ફોકસ કરો.
ADVERTISEMENT

ADVERTISEMENT
તમે ઘણીવાર ઘરના વડીલોને રોટલી બનાવતી વખતે ગણવાની મનાઈ કરતા જોયા હશે. વાસ્તુ વાસ્તુમાં એવું કહેવાય છે કે રોટલી બનાવતી વખતે ગણવાથી ઘરની બધા બરકત નાશ પામે છે. આથી રોટલી બનાવતી વખતે હંમેશા આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ તેને ગણવી ન જોઈએ. એવું મનાય છે કે મહેમાન બિનઆમંત્રિત આવે છે તે મહેમાન ભગવાનનું સ્વરૂપ હોય છે. આથી તમારા રસોડામાં તેના માટે કંઈક હોવું જોઈએ.

ADVERTISEMENT
ઘણા ઘરોમાં લોકો જરૂર કરતાં વધુ રોટલી બનાવે છે અને પછી તેને કચરામાં ફેંકી દે છે. વાસ્તુ અનુસાર ભોજનનો આ અનાદર દેવી અન્નપૂર્ણા અને લક્ષ્મી માતાને ગુસ્સે કરે છે. આથી જરૂર હોય તેટલો જ ખોરાક તૈયાર કરવો વધુ સારું છે. જો તેમ છતાં પણ રોટલી વધે તો તેને કચરામાં ફેંકવાને બદલે પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવો.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાસ્તુમાં રસોડાની દિશાનું મહત્વ છે. જેમાં દક્ષિણપૂર્વ દિશા રસોડા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. જો રસોડું ઉત્તર-પૂર્વ ખૂણામાં અથવા ઘરના મધ્યમાં આવેલું હોય તો તે વાસ્તુ દોષ પેદા કરે છે. આ સ્થિતિમાં ઘરના ખર્ચમાં વધારો થઈ શકે છે અને આર્થિક સુખાકારી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. સારી આવક હોવા છતાં ઘર ઘણીવાર તંગીનો સામનો કરવો પડે છે.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT