ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:04 AM, 1 June 2026
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે અનેક રીતો વર્ણવવામાં આવી છે. જેમાં એક શ્રેષ્ઠ રીત એ છે કે તમારા ઘરમાં કમળના ફૂલનું તસવીર કે પેન્ટિંગ લગાવવી. સનાતન ધર્મમાં કમળના ફૂલને ધનની દેવી લક્ષ્મી માતાનું સ્થાન માનવામાં આવે છે. આથી તેને ઘરમાં મૂકવાનું ખૂબ જ શુભ મનાય છે.
ADVERTISEMENT
શાસ્ત્ર અનુસાર જ્યારે આપણે આપણા ઘરોને શણગારીએ છીએ ત્યારે યોગ્ય વસ્તુઓ પસંદ કરવાથી વાતાવરણ બદલાઈ શકે છે. કમળની પેન્ટિંગ ફક્ત ઘરને સુંદર જ નથી બનાવતું પણ નકારાત્મક ઉર્જા દૂર કરવામાં અને સુખ અને સમૃદ્ધિ લાવવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ કે તમારા ઘરમાં કમળના ફૂલનું પેઇન્ટીન્ગ કેવી રીતે અને ક્યાં મૂકવું.

ADVERTISEMENT
કમળનું ફૂલ દેવી લક્ષ્મી માતાનું પ્રતીક છે. તેને તમારા ઘરમાં મૂકવાનો અર્થ એ છે કે તમે લક્ષ્મી માતાને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો. આ પેન્ટિંગ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવામાં અને પરિવારના સભ્યોમાં પ્રેમ અને શાંતિ જાળવવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
વાસ્તુ અનુસાર, કમળનું પેન્ટિંગ હંમેશા ઉત્તર દિવાલ પર લગાવવું જોઈએ. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કમળની છબી રાખવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.ક્યારેય બાથરૂમ કે શૌચાલયની નજીક કમળની પેઇન્ટીન્ગ ન મૂકો. તેને તમારા બેડરૂમમાં પણ રાખવાનું ટાળો કેમ કે બેડરૂમ આરામ માટેનું સ્થળ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પેન્ટિંગ હંમેશા સ્વચ્છ હોવી જોઈએ. પેન્ટિંગ પર જમા થયેલી ધૂળ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકાવશે. જેમાં હંમેશા એવું ચિત્ર પસંદ કરો જેમાં પૂર્ણ ખીલેલા કમળના ફૂલનું ચિત્ર હોય કેમ કે તે પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમે તેને તમારા ડ્રોઇંગ રૂમમાં કે મુખ્ય દરવાજાની સામેની દિવાલ પર મૂકી શકો છો. આ ઘરમાં પ્રવેશતાની સાથે જ સકારાત્મકતાની લાગણી પેદા કરશે.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT