ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / જુનમાં થશે અનેક મોટા ગોચર, અમુકનું ભાગ્ય ચમકશે તો કેટલાકની વધશે મુશ્કેલીઓ

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / જુનમાં થશે અનેક મોટા ગોચર, અમુકનું ભાગ્ય ચમકશે તો કેટલાકની વધશે મુશ્કેલીઓ

Last Updated: 09:24 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતીકાલે જુન મહિનો શરુ થશે. જ્યોતિષના દ્રષ્ટિકોણથી આ મહિનો ખાસ રહેવાનો છે. જેમાં મોટા મોટા ગોચર થશે. જે તમામ 12 રાશિઓ પર કેવી અસર કરશે તેના વિષે જાણીએ.

1/14

photoStories-logo

1. જૂન મહિનો ખાસ

જૂન મહિનો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. ગ્રહોની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જેમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર સહિત તમામ મુખ્ય ગ્રહો કર્ક રાશિમાંથી ગોચર કરશે. આ સિવાય આ મહિને ઘણા ગ્રહો પણ નક્ષત્રોમાંથી ગોચર કરશે. જ્યોતિષીઓ આ મહિનો ઘણી રાશિઓ માટે શુભ રહેશે જ્યારે બીજી રાશિઓને મિશ્ર પરિણામોનો સામનો કરવો પડશે. ચાલો તમામ રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

જૂન મહિનો તમારી બુદ્ધિ અને વાતચીત કરવાની સ્કીલને મજબૂત બનાવશે. તમારા શબ્દો અને સમજણથી તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. તમારા લગ્ન જીવનમાં અમુક તણાવ પેદા થઈ શકે છે આથી તમારા પરિવારમાં સંતુલન જાળવી રાખો. મહિનાના છેલ્લા અમુક દિવસોમાં તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે આથી કોઈપણ સમસ્યાને હળવાશથી લેવાનું ટાળો અને તરત મેડીકલ સલાહ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ

આ મહિનો તમારા સંતાનો અંગે ચિંતાઓ લાવી શકે છે. ખર્ચમાં વધારો અને વૈવાહિક મતભેદ થવાની સંભાવના છે. સંબંધોમાં ડિસ્ટન્સઆવી શકે છે આથી સમજદારીપૂર્વક વર્તન કરો. આરામ અને વૈભવી વસ્તુઓ વધશે, તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ ચાલુ રહી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને વધુ મહેનત કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

જૂનમાં પરિસ્થિતિઓ સતત બદલાતી રહેશે.આ મહિનાના મધ્ય સુધી કામ અને વ્યવસાયમાં અસ્થિરતા અને નુકસાન થઇ શકે છે, પરંતુ અંત સારો રહેશે. સખત મહેનત સારા પરિણામ આપશે અને નિર્ણયો સફળ સાબિત થશે. અમુકને નવી આવકની તકો મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને મળશે. સ્વાસ્થ્ય અને વિરોધીઓથી સાવધાન રહો. મહિનાના અંતમાં સંતાન અને શિક્ષણ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક

આ મહિનો આર્થિક બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરના અવરોધો દૂર થશે અને વિદેશ સંબંધિત કામમાં સફળતા મળી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવી . મહિનાના છેલ્લા તબક્કામાં ઘરેલું સુખ ઘટી શકે છે પરંતુ બાહ્ય સંપર્કો લાભ લાવશે. લાગણીઓ પર કંટ્રોલ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

જૂન તમારા માટે મિક્સ અનુભવો લાવશે. તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રાખશો તો સાથે તમારું મન મૂંઝવણમાં મુકાઈ શકે છે. સખત મહેનત અને આળસ સાથે સાથે રહેશે. નાણાકીય રીતે આ મહિનાનો અંતિમ ભાગ સારો રહેશે. પણ શરૂઆતમાં સાવધાની રાખવી જરૂરી છે. અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. બાળકો મેળવવા માંગતા લોકો માટે આ સારો સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા

મહિનાના પહેલા 15 દિવસ સાવધાનીપૂર્વક રહેવું. બાદમાં સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. સખત મહેનત સફળ થશે અને દરેક પ્રયાસ સારા પરિણામો આપી શકે છે. શૈક્ષણિક અને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત થશે. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પણ આ સારો સમય છે. બહારના લોકોનો સહયોગ મળશે પરંતુ પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

સંબંધોને મજબૂત બનાવવા માટે આ મહિનો ખૂબ જ શુભ રહેશે. લવ લાઈફ સારી બનશે જૂના મતભેદો દૂર થઈ શકે છે. દેવામાં રાહતનામળશે. નવા પ્રોજેક્ટ્સ અને ભાગીદારી સફળ થશે. અમુક લોકો નવા સાહસો શરૂ કરી શકે છે. પણ, સગર્ભા સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

આ સમય દરમિયાન સાવધાની રાખવી. નવા સંબંધોમાં પ્રવેશ કરવો હાનિકારક સાબિત શકે છે અને જૂના સંબંધોમાં તણાવ વધી શકે છે. તમારા લગ્ન જીવનમાં હાલની સમસ્યાઓ વધી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે આથી આયોજનબદ્ધ રીતે આગળ વધો. બિનજરૂરી ખર્ચ અને ગુસ્સો ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. તમારી સમજણ અને કાર્ય ક્ષમતા મજબૂત રહેશે. યોગ્ય દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોથી લાભ થશે. તમારા સંતાન તરફથી તમને ખુશી મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. દૂરના સ્થળોએ કામ કરવાથી લાભ થશે. લવ લાઈફ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર

પૈસાનો પ્રવાહ સારો રહેશે પરંતુ બચત નહીં થાય. માનસિક અને બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળી શકે છે. વિરોધીઓ પણ નફાકારક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ઉધાર અને લોન ચૂકવવામાં બંનેમાં સફળતા મળી શકે છે. સંબંધો સામાન્ય રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્યને અવોઇડ ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

સંબંધોમાં ઉતાર-ચઢાવ આવશે. નવા સંબંધો બનશે પરંતુ તેમને જાળવી રાખવા સરળ નહીં રહે. અમુક સંબંધોમાં અંતર કે તૂટવાનો અનુભવ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ વધુ સાવધાની રાખવી કેમ કે વિવાદો અને આર્થિક નુકસાન થઇ શકે છે. સામાજિક ક્ષેત્રમાં જોડાયેલા લોકોએ ટીકા કે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

મિત્રો અને સંબંધીઓ તરફથી સમર્થન મળશે. વિવાદો અને કાનૂની બાબતોનો ઉકેલ આવી શકે છે.પણ આવક અને સ્વાસ્થ્યની સમય દ્રષ્ટિએ સમય પડકારજનક રહેશે. આર્થિક પ્રયાસોમાં મોડા પરિણામો આવી શકે છે. શૈક્ષણિક સફળતા માટે ફોકસ રાખવું મહત્વપૂર્ણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Sagittarius Taurus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ