બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / મહિલાના વેશમાં કાર ચલાવી, લિફ્ટ આપીને મદદ કરી, પછી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આ રીતે ઝડપાયો પુરુષો પર દુષ્કર્મ કરતો સિરીયલ કિલર
Last Updated: 08:01 AM, 16 March 2025
5 એપ્રિલ, 2024. સાંજ અને રાત વચ્ચેનો સમય હતો. સંધ્યા ખીલી રહી હતી. અંધારુ ધીરે ધીરે જાણે આખી પૃથ્વીને પોતાની આગોશમાં લઈ રહ્યું હતું. ત્યારે એક મિકેનિક પંજાબના ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સાઈડમાં વાહન મળી જાય તેની રાહ જોતો હતો. આશરે 34 વર્ષનો દેખાવડો આ યુવક લાંબા સમયથી વાહનની રાહ જોતો હતો. કોઈ સાધન ન મળતા તેણે કંટાળીને લિફ્ટ માગવા માટે હાથ ઉંચો કર્યો, પરંતુ હાઈવે પર કોઈ અજાણ્યા વ્યક્તિને બેસાડવા માટે ભરોસો કેવી રીતે કરે? આવા આ ઘોર કળયુગમાં થોડાક સમય બાદ અચાનક એક કાર આવીને લિફ્ટ માગતા યુવક પાસે ઉભી રહી ગઈ. બારીનો કાચ નીચે થયો અને ડ્રાઈવર સીટ પર બેઠેલા રામ સરુપ ઉર્ફે સોઢીએ પૂછ્યુ,'ક્યાં જવું છે?' યુવાને જગ્યાનું નામ કહ્યું અને રામ સરુપે હા પાડતા દરવાજો ખોલીને બેસી ગયો. કંટાળેલા યુવાનના થાકેલા ચહેરા પર રાહતનો ભાવ આવ્યો, પણ તેને સપનેય અંદાજ નહોતો કે આ કાર તેને મંજિલ પર નહીં આખરી મંજિલ પર લઈ જશે.
ADVERTISEMENT
લિફ્ટ આપી અને...
ADVERTISEMENT
જેમ જેમ કાર આગળ વધતી ગઈ, તેમ તેમ રસ્તા પર વાહનો ઓછા થતા ગયા. હવે હાઈવે પર એકલ દોકલ વાહનો હતા, જેમની હેડલાઈટ ક્યારેય આ ગાડીમાં પણ ડોકિયું કરી જતી. અંધારાનો અને એકલતાનો લાભ લઈન રામ સરુપે પોતાની કામલીલા શરૂ કરી. તેનો એક હાથ સ્ટીયરિંગ પરથી હટીને ધીરે રહીને બાજુમાં બેઠેલા યુવાનની સાથળ પર પહોંચ્યો. યુવાન થોડો અસહજ થયો, તેણે સવાલ કર્યો તો રામ સરુપે હાથ પાછો ખેંચી લીધો. ફરી થોડીવાર ગાડી ચાલી, પરંતુ હવસના સાપોલિયા રામ સરુપની આંખોમાં ફરવા લાગ્યા હતા. બીજી વખત તો તેણે હદ જ કરી અને બાજુમાં બેઠેલા યુવાનના ગુપ્તાંગ પર જ હાથ મુકી દીધો. અને ગાડીને અવાવરુ જગ્યાએ લઈ ગયો. લિફ્ટ લેનાર યુવાન બૂમો પાડે તે પહેલા તો તેના શરીરને ચૂંથવાની શરૂઆત કરી દીધી. યુવાન હજીય શોકમાં જ હતો. એક પુરુષ બીજા પુરુષ પર બળાત્કાર ગુજારી શકે તેવું કદાચ તેણે વિચાર્યું નહોતું. હજી કંઈ સમજાય તે પહેલા તો તે રામ સરુપની હવસનો ભોગ બની ચૂક્યો હતો. પરંતુ રામ સરુપ હજીય અટક્યો નહીં. તેણે પીડિત પાસે રહેલો સામાન લૂંટી લીધો, અને એક ક્ષણ પણ વિચાર્યા વગર તેની હત્યા કરી નાખી. રામસરુપે હત્યા કર્યા બાદ યુવાનની પીઠ પર લખ્યું,'દગાબાજ.' હવસ સંતોષાઈ જતા રામ સરુપ પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી રવાના થયો અને ઘરે જઈને શાંતિથી સૂઈ ગયો.
5 મહિના પછી
18 ઓગસ્ટ, 2024નો દિવસ. મોદરા ટોલ પ્લાઝા પર 37 વર્ષના એક વ્યક્તિનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ દેખાતા જ લોકોના ટોળેટોળા ભેગા થયા, ઉહાપોહ થઈ ગયો. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો. થોડીવારમાં સાઈરન વગાડતી પોલીસની જીપ આવીને ઉભી રહી અને ટોળું વિખેરાઈ ગયું. તપાસ કરતા ખબર પડી કે આ મૃતદેહ ટોલપ્લાઝા પાસે ચા વેચનાર વ્યક્તિનો જ છે. પ્રાથમિક તપાસમાં પોલીસે તારણ કાઢ્યું કે અહીં પણ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. પોલીસે વધુ તપાસ કરવાની શરૂ કરી. મૃતદેહ ફેરવ્યો તો તેની પીઠ પર પણ 'દગાબાજ' લખેલું હતું. આ શબ્દો દેખાતા જ પોલીસને પોતાના રેકોર્ડમાં પાંચ મહિના પહેલા થયેલી હત્યા યાદ આવી. આ એ જ કિલર હતો, જેણે પાંચ મહિના પહેલા ટ્રેક્ટર મિકેનિકની બળાત્કાર કર્યા બાદ હત્યા કરી હતી. રામ સરુપ વિશે પોલીસને હજી સુધી કોઈ જ જાણ નહોતી. પરંતુ કહેવાય છે ને કે આરોપી કોઈને કોઈ પુરાવા તો છોડી જ જતો હોય છે. અહીં દગાબાજ શબ્દ પોલીસ માટે સૌથી મોટો ક્લુ હતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
પોલીસે થોડાક જ દિવસની મહેનત બાદ આરોપી રામસરૂપને ઝડપી પાડ્યો. પહેલા તો આનાકાની કરનાર રામ સરૂપે જેવો પોલીસના દંડાનો સ્વાદ ચાખ્યો કે બધું જ પોપટની જેમ બોલવા લાગ્યો. એકવાર સોઢીની પત્નીને તેના સમલૈંગિક હોવા અંગેની જાણ થઈ ગઈ. પત્નીના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ. રામ સરુપનું લગ્નજીવન ભાંગ્યુ, પત્ની છોડીને જતી રહી, પરંતુ રામસરુપને તો કદાચ આ જ જોઈતું હતું. પત્નીથી અલગ થઇ ગયા બાદ તો જાણે સોઢીને લીલા લહેર પડી ગઇ. કારણ કે ન કોઇ કહેવાવાળું, ન કોઇ જોવા વાળું, અને ના તો કમાઇને ખવડાવવાની ચિંતા રહી. એટલે પોતાની અંદર પુરુષો પ્રત્યે રહેલી જે વાસના હતી તે ધીરે-ધીરે ક્રાઇમનું સ્વરૂપ લેવા લાગી.
મહિલાના કપડામાં પણ કાર ચલાવતો
સમલૈંગિક રામ સરુપની એક જ મોડસ ઓપરેન્ડી હતી. એકલવાયા રસ્તા પર પુરુષોને લિફ્ટ આપવી અને તેમના પર દુષ્કર્મ આચરવું. તે ક્યારેય પણ પોતાની કારમાં મહિલાઓને લિફ્ટ નહોતો આપતો. તેનો કેસ તદ્દન ઉલ્ટો હતો. તે તો પુરુષની રાહ જોઇને રહેતો. કે ક્યારે કોઇ પુરુષ સૂમસામ રસ્તા પર એકલો દેખાય, અને તેને લિફ્ટ આપું અને ભૂખ્યા વરુંની જેમ તેની પર તૂટી પડું. પછી શું, માત્ર 18 મહિનામાં જ તેને આવાં 11 પુરુષોને પોતાની હવસના શિકાર બનાવ્યા, પહેલા તેઓને કારમાં લિફ્ટ આપી, બાદમાં કારને અવાવરું જગ્યાએ લઇ જતો, અને પોતાના અંદર રહેલી ભૂખને કપડાં કાઢીને સંતોષતો. એટલું જ નહીં બાદમાં તે પીડિતને જીવતો પણ નહોતો છોડતો. કોઇકને ગળે કપડાથી ડુમો દઇને પતાવી દેતો તો કોઇકને માથે ઇંટ મારીને અથવા તો કોઇ વજનદાર ચીજ મારીને હત્યા કરી દેતો. પરંતુ પોલીસની પૂછપરછમાં રામ સરૂપે આપેલા નિવેદને સૌ કોઇને ચોંકાવી દીધા. કારણ કે તેના કહેવા મુજબ તેને જે-જે પણ ગુના કર્યા તે બધા નશાની હાલતમાં કરેલા. જેથી હત્યાને અંજામ આપ્યા બાદ તેને કંઇ જ યાદ નહોતું રહેતું. યાદ તો નહોતું રહેતું, સાથે ખબર નહીં તેને ક્યારેક શું થઇ જતું. તો તે પસ્તાવા સ્વરૂપે જે-તે મૃતદેહના પગે પડીને માફી પણ માંગતો. તે જે-જે લોકોની હત્યા કરતો તે પુરુષો મોટા ભાગે કાં તો ટ્રક ડ્રાઇવર, કાં તો મજૂર અથવા તો ચા વેચનાર જ સામેલ હતા. એમાંય નવાઇની વાત તો એ છે કે, ક્યારેક તો ક્રોસ ડ્રેસિંગ કરીને સ્ત્રીના કપડામાં પણ રામસરુપ કાર ચલાવતો અને પુરુષોને લિફ્ટ આપતો. જેથી તેને શિકાર આસાનીથી મળી રહેતા હતા.
પોલીસ કાર્યવાહી બાદ કોર્ટમાં રામ સરુપનો કેસ પહોંચ્યો અને કોર્ટે તેને સજા પણ ફટકારી. જો કે અહીં શીખવા જેવી વાત એ છે કે પુરુષ કે સ્ત્રી ક્યારેય કોઈની પાસેથી પણ લિફ્ટ લેતા પહેલા બે વાર વિચારજો. સેફ રહેજો.
'ગે સિરિયલ કિલર'નું બેક ગ્રાઉન્ડ
નામ: રામ સરુપ ઉર્ફે સોઢી
ઉંમર : 33 વર્ષ
વતન: ચૌરા, ગઢશંકર (પંજાબ)
વ્યવસાય: સફાઇ કર્મી
એક સમયે (2005) મજૂરી કરવા દુબઇ પણ ગયેલો
2006માં પરત ફરતા હોશિયારપુરમાં મજૂરીકામ શરૂ કર્યું
લગ્ન: 2022
ઓળખ: માનસિક વિકૃતતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.