બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 5 ઓગસ્ટથી બુધ કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓ પર થશે ધનલાભનો વરસાદ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 5 ઓગસ્ટથી બુધ કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓ પર થશે ધનલાભનો વરસાદ

Last Updated: 02:50 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

5 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી બુધ કર્ક રાશિમાં ગોચર કરશે, જે મિથુન, કન્યા, તુલા અને મીન રાશિવાળાઓ માટે ધન-કરિયર અને સફળતાનો સમય લાવશે.

1/7

photoStories-logo

1. બુધ ગોચર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 5 ઓગસ્ટે બુધદેવ મિથુન રાશિ છોડીને ચંદ્રની રાશિ કર્કમાં ગોચર કરશે. તેઓ 22 ઓગસ્ટ સુધી આ રાશિમાં બીરાજમાન રહેશે. કર્ક એક જલ તત્વની રાશિ છે અને બુધનું આ રાશિમાં આગમનથી વિચાર, કામ કરવાની રીત અને વાતચીતને પણ અસર કરશે. વેપાર અને કરિયરની દૃષ્ટિએ આ ગોચર અમુક રાશિઓ માટે ધનવર્ષા કરનાર અને ખૂબ જ ફળદાયી સાબિત થશે. ચાલો જાણીએ કે આ ગોચરથી કઈ રાશિઓની કિસ્મત ચમકવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન

બુધ તમારા રાશિના સ્વામી છે અને આ ગોચર તમારી રાશિથી બીજા ભાવમાં થશે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. અટવાએલા પૈસા પાછા મળશે, બેંક બેલેન્સમાં વધારો થશે. તમારી વાણીમાં આકર્ષણ આવશે. માર્કેટિંગ, મીડિયા, વકીલાત કે કન્સલ્ટન્સી સાથે જોડાયેલા લોકોને તેમની સ્પીચથી મોટા કોન્ટ્રાક્ટ મળી શકે છે. પરિવારમાં સંબંધો મજબૂત થશે અને કોઈ માંગલિક કાર્યમાં ભાગ લેશો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કન્યા

તમારા માટે બુધનું આ ગોચર અગિયારમા ભાવમાં થશે. આ સમય તમારા માટે વરદાન જેવો સાબિત થશે. આવકના સ્ત્રોતો વધશે. પાર્ટ-ટાઈમ કામ કે રોકાણથી કમાણી કરવા માગતા હોવ તો આ સમય સારો સાબિત થશે. નોકરી કરતા લોકોને ઑફિસમાં મોટી સફળતા મળી શકે છે. વેપારીઓની કોઈ મોટી ડીલ પાક્કી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂરી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા

તમારા માટે બુધનું ગોચર દસમા ભાવમાં થશે. જેમાં વર્કપ્લેસ પર તમારા કામની સરાહના થશે. બોસ અને સિનિયર્સનો સાથ મળશે, જેનાથી પ્રમોશન કે નવી જવાબદારી મળશે. નવો બિઝનેસ શરૂ કરવા કે હાલના કામને વિસ્તારવા માગતા હોવ તો આ દરમિયાન સમય અનુકૂળ રહેશે. સમાજ અને વર્કપ્લેસ પર તમારું માન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મીન

તમારા માટે બુધનું આ ગોચર પાંચમા ભાવમાં થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે કે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમની એકાગ્રતા વધશે અને સારા પરિણામ મળશે. શેર માર્કેટ, સટ્ટા કે લોટરી સાથે જોડાયેલા લોકોને અચાનક ધનલાભ થઈ શકે છે તેમ છતાં રોકાણ સમજીને જ કરજો. સંતાન તરફથી કોઈ ખુશખબર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઉપાય

બુધના શુભ પ્રભાવને વધારવા માટે આ સમયગાળામાં બુધવારે ગાયને લીલું ઘાસ કે ભીની મગની દાળ ખવડાવો. આ સિવાય ओम बुं बुधाय नमः મંત્રનો જાપ કરવો પણ વેપાર અને બુદ્ધિ માટે ખુબ લાભકારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Virgo Gemini Mercury
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ