બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું છે વંદે માતરમ બિલ? સંસદમાં સરકાર રજુ કરશે આ બિલ, વિપક્ષ કરશે વિરોધ?

મોનસૂન સત્ર / શું છે વંદે માતરમ બિલ? સંસદમાં સરકાર રજુ કરશે આ બિલ, વિપક્ષ કરશે વિરોધ?

Published By: Nirav Kumar

Last Updated: 02:04 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર આ મોનસૂન સત્રમાં વંદે માતરમને લઇ નવું બિલ રજુ કરશે. જેમાં તેને કાનૂની સન્માન આપીને તેના અપમાન પર દંડની જોગવાઈ કરવામાં આવશે. પણ વિરોધ પક્ષ તેને સાંપ્રદાયિક વિવાદ અને અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની રણનીતિ ગણાવી છે.

20 જુલાઈથી સંસદનું મોનસૂન સત્ર શરૂ થઈ રહ્યું છે અને પહેલા જ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં એક મહત્વનું બિલ રજૂ કરવાના છે. જેમાં Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026ના નામથી આ બિલ વંદે માતરમને રાષ્ટ્રગાન 'જન ગણ મન' જેવું કાનૂની સન્માન આપવા માટે લાવવામાં આવશે.

જો આ બિલ પાસ થઈ જાય તો વંદે માતરમનું અપમાન કરવું, તેના ગાનમાં જાણીજોઈને અવરોધ ઊભો કરવો કે કાર્યક્રમમાં અશાંતિ ફેલાવવી જેવી બાબતો દંડનીય અપરાધ બની જશે. જેમાં દોષી સાબિત થવા પર ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ કે બંનેની સજાની જોગવાઈ રાખવામાં આવી છે.

વંદે માતરમને મળશે નવું કાનૂની કવચ

આ બિલમાં સરકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં વંદે માતરમના ગાનને અનિવાર્ય બનાવવાનો પણ પ્રસ્તાવ છે. જેમાં એક વખત બિલ પાસ થયા બાદ રાષ્ટ્રીય ગીતનું અપમાન રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગાન અને સંવિધાનના અપમાન જેવું જ ગણાશે.

  • સરકાર કેમ આ બિલ લાવી રહી છે?

આ વર્ષે વંદે માતરમની 150મી વર્ષગાંઠ છે. આ સમયે વર્ષભર કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે જ આ બિલ લાવવામાં આવ્યું છે. તે પહેલાં ફેબ્રુઆરીમાં ગૃહમંત્રાલયે રાજ્યોને સૂચના આપી હતી કે સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન પહેલાં વંદે માતરમ ગવાય.

  • વિવાદ કેમ? છ લાઈન અને તેની પાછળની સ્ટોરી

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં વંદે માતરમની રચના કરી હતી. આ ગીતમાં કુલ 6 અંતરા છે. જેમાં પહેલા બે અંતરા માતૃભૂમિની સુંદરતા અને મહિમાનું વર્ણન કરે છે, જ્યારે બાદના અંતરાઓમાં ભારત માતાની તુલના દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી જેવી હિંદુ દેવીઓ સાથે કરવામાં આવી છે. આ ધાર્મિક સંદર્ભને લઈને મુસ્લિમ સમુદાયના વર્ગોમાં વિરોધ થયો હતો. જેથી વર્ષ 1937માં નેહરુ અને કોંગ્રેસે નિર્ણય લીધો કે જાહેર કાર્યક્રમોમાં માત્ર પહેલા બે અંતરા જ ગાવામાં આવે જેથી દરેક સમુદાયની લાગણીઓનું સન્માન જળવાઈ રહે.

વધુ વાંચો : ચોમાસુ સત્રના પ્રથમ જ દિવસે ભારે હોબાળો, વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

  • BJP vs વિરોધ પક્ષ વચ્ચે થશે ઘમાસાણ ?

આ અંગે ભાજપનો આરોપ છે કે પાછલી સરકારોએ મુસ્લિમ સંગઠનોના વિરોધને કારણે વંદે માતરમને યોગ્ય સન્માન આપ્યું ન હતું. વિરોધ પક્ષે આ બિલને સંવિધાનની ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે. જેમાં સપા અને આરજેડીએ તેને સરકારની ખોટી પ્રાથમિકતા ગણાવી છે. આ સત્ર શરૂ થાય તે પહેલાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વદળીય બેઠકમાં પણ વિરોધ પક્ષે વોકઆઉટ કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vande Mataram bill monsoon session Amit Shah

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ