બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ચલો સંસદ' માર્ચ દરમિયાન જંતર-મંતર પર બબાલ, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ; લાઠીચાર્જના આરોપો વચ્ચે પોલીસનું ખંડન

દિલ્હી / 'ચલો સંસદ' માર્ચ દરમિયાન જંતર-મંતર પર બબાલ, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ; લાઠીચાર્જના આરોપો વચ્ચે પોલીસનું ખંડન

Published By: Kalpesh Kandoria

Last Updated: 12:40 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'ચલો સંસદ' માર્ચ દરમિયાન સોમવારે ભારે તંગદિલી સર્જાઈ હતી

નવી દિલ્હી: શિક્ષણ અને યુવાનોના હિતના મુદ્દાઓને લઈને યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકરો જોડાયા હતા. જોકે, જ્યારે પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું.

પથ્થરમારાના બાદ પોલીસે બળપ્રયોગ કર્યો

માહિતી અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના આરોપો છે. ત્યારબાદ ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેરળ હાઉસના પ્રવેશદ્વાર નજીક સ્થિતિ વધુ તંગ બની હતી, જ્યાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.

પ્રદર્શનકારીઓને સંસદ તરફ આગળ વધતા રોકવા માટે પોલીસે મધ્ય દિલ્હીના અનેક મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ ગોઠવ્યા હતા. સ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા, જ્યારે પોલીસ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા પ્રદર્શનકારીઓ પણ સામેલ હતી.

શા માટે યોજાઈ હતી 'ચલો સંસદ' માર્ચ?

કોકરોચ જનતા પાર્ટીએ આ માર્ચનું આયોજન શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે કર્યું હતું. પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોની સતત અવગણના કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી CJP જંતર-મંતર પર વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે, જ્યારે સોમવારે યોજાયેલી 'ચલો સંસદ' માર્ચમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પ્રદર્શનકારીઓનો દાવો- ચંદ્રશેખર આઝાદ આવ્યા બાદ ભીડ વધી

જંતર-મંતર પર હાજર રહેલા એક પ્રદર્શનકારીએ દાવો કર્યો કે આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના પ્રમુખ ચંદ્રશેખર આઝાદનો કાફલો પહોંચતા જ અચાનક ભીડ વધી ગઈ હતી, જેના કારણે સ્થિતિ બેકાબૂ બની હતી.

દિલ્હી પોલીસે હિંસાના દાવાઓ ફગાવ્યા

જંતર-મંતર પર લાઠીચાર્જ, હિંસા અને પ્રદર્શનકારીઓની અટકાયત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં કરવામાં આવેલા દાવાઓને દિલ્હી પોલીસે નકારી કાઢ્યા છે.

દિલ્હી પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે સમગ્ર પ્રદર્શનને વ્યવસાયિક રીતે સંભાળવામાં આવી રહ્યું છે અને સ્થળ પર કોઈ પ્રકારની હિંસા કે બળપ્રયોગ થયો નથી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે.

મધ્ય દિલ્હીમાં સુરક્ષા વધારાઈ, મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર, મંડી હાઉસ અને સંસદ ભવન આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સ્થિતિ પર નજર રાખવા માટે મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી.

સોનમ વાંગચુકનો યુવાનોને સંદેશ

આ સમગ્ર આંદોલન સાથે જોડાયેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક, જે હાલમાં સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમણે પણ યુવા પ્રદર્શનકારીઓને શુભેચ્છા પાઠવી છે. CJPના પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા અનુસાર, વાંગચુકની તબિયત સ્થિર છે અને તેઓ હજુ પણ પોતાના ઉપવાસ પર અડગ છે. બીજી તરફ, વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોએ તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અને આંદોલનના મૂળ મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખવાની અપીલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jantar Mantar Protest Chalo Sansad March CJP Protest

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ