બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મા ધૂમાવતીની કૃપાથી મળશે શત્રુઓ પર વિજય, જાણો પૂજાની સાચી વિધિ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / મા ધૂમાવતીની કૃપાથી મળશે શત્રુઓ પર વિજય, જાણો પૂજાની સાચી વિધિ

Last Updated: 03:41 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુપ્ત નવરાત્રિની સપ્તમીએ મા ધુમાવતીની પૂજા કરવાથી દુઃખ, રોગ અને ગરીબી દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાધના ગુપ્ત અને એકાંતમાં પુરુષો દ્વારા વિધિવત્ કરવામાં આવે છે.

1/7

photoStories-logo

1. ગુપ્ત નવરાત્રિ

હિંદુ ધર્મમાં માઘ અને અષાઢ માસના શુક્લ પક્ષમાં પ્રતિપદાથી નવમ સુધી ગુપ્ત નવરાત્રિનું મહાપર્વ ઉજવવામાં આવે છે. આ 9 દિવસ શક્તિની સાધના, 10 મહાવિદ્યાની પૂજા, વ્રત અને જપ-તપ માટે શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આજે ગુપ્ત નવરાત્રિની સપ્તમી તિથિ છે, જે દેવી દુર્ગાના ધુમાવતી સ્વરૂપને સમર્પિત છે. આજે જાણીએ કે મા ધુમાવતીની પૂજા કરવાથી કયું પુણ્યફળ મળે છે, તેમની પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ધુમાવતીની પૂજા વિધિ

માતા ધુમાવતીને દેવી પાર્વતીનું ઉગ્ર અને ભયંકર સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ જીવનના તમામ દુઃખ, કષ્ટ અને અવરોધોને દૂર કરનાર છે. તેમની પૂજા માટે સાધકે સ્નાન-ધ્યાન કરીને શુદ્ધ થઈને પૂજા સ્થળ પર એક બાજવટ પર માતાની મૂર્તિ કે તસવિર સ્થાપિત કરવી તેને શુદ્ધ જળથી સ્નાન કરાવીને પુષ્પ, રોલી, ચંદન, ધૂપ, દીપ, ફળ અને ભોગ અર્પણ કરવા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. વિશેષ ભોગ

નવરાત્રિમાં બીજી દેવીઓને મીઠાઈનો ભોગ લગાડવામાં આવે છે, ત્યારે મા ધુમાવતીને ઉડદની દાળની ખીચડી, કાળા તલ અને નમકીન ભોગ પ્રિય છે. તેમની પૂજા દરમિયાન મા ધુમાવતીના સ્તોત્રનો વિશેષ પાઠ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધુમાવતી માતાના પૂજા નિયમો

આ દિવસે સાધકે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરવી. આ સાધના હંમેશા ગુપ્ત રીતે, એકાંત સ્થળે કરવી. સ્ત્રીઓને ધુમાવતી માતાની પૂજા કરવાની મનાઈ છે આથી તેઓએ પૂજામાં ભાગ લેવો કે દર્શન કરવા ન જોઈએ. જેમાં રુદ્રાક્ષની માળાથી 'ॐ धूं धूं धूमावत्यै फट्' મંત્રનો જાપ કરવો. જો સ્તોત્ર કે મંત્ર યાદ ન હોય તો માતાની કથા વાંચીને શ્રદ્ધાપૂર્વક આરતી કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ધુમાવતી માતાની કથા

એક વખત માતા પાર્વતીને ભારે ભૂખ લાગી અને તેમને ભગવાન શિવ પાસે કંઈક ખાવાનું માગ્યું. જેથી શિવજીએ થોડી વાર રાહ જોવા કહ્યું. પરંતુ ભૂખ વધી જતાં માતાએ શિવજીને જ ગળી ગયા. જેમાં શિવજીના ગળામાં વિષ હોવાથી માતાનું સ્વરૂપ ભયંકર બની ગયું અને શરીર જર્જર થઈ ગયું અને મુખમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. બાદમાં તેમને શિવજીને બહાર આવવા વિનંતી કરી. બહાર આવ્યા બાદ શિવજીએ પાર્વતીને શાપ આપ્યો કે “તમે ભૂખને કારણે પોતાના પતિને જ ગળી લીધા, તેથી તમારું આ સ્વરૂપ વિધવા તરીકે જાણીતું રહેશે.” આથી સુહાગિન સ્ત્રીઓ આ સાધના નથી કરતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધુમાવતી માતાની પૂજાના લાભ

ધુમાવતી માતાની યોગ્ય વિધિ-વિધાનથી પૂજા કરનાર સાધક પર જ્યારે માતાની કૃપા વરસે છે ત્યારે તેના જીવનના તમામ રોગ-શોક, દુઃખ-ગરીબી દૂર થાય છે. તેને ધન-ધાન્યની ક્યારેય કમી નથી પડતી અને તે નિરોગી રહીને સુખી જીવન જીવે છે. ધુમાવતી માતા સાધકને ભય, સંકટ અને અવરોધોથી દુર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maa Dhumavati Navratri worshiping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ