બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / લક્ષ્મી બનાવીને ઘરે લાવ્યા, કાળ બનીને કુળદીપકને ભરખી ગઈ, હનીમૂનમાં આપી દીધી મોતની સરપ્રાઈઝ
Last Updated: 10:38 AM, 21 June 2025
'હનીમૂન' નામ કાને પડતા જ દરેકના માનસપટ પર રાજા રઘુવંશીની હત્યાનું દ્રશ્ય નજર સમક્ષ ખડું થઇ જાય છે. કારણ કે ઇન્દોરથી શિલોંગ ફરવા ગયેલ એક કપલ એકાએક કઇ રીતે ગાયબ થઇ જાય છે, અને કઇ રીતે તેના રહસ્ય પરથી પડદો ઉઠે છે, તે આજની આ 'ક્રાઇમ સિક્રેટ્સ' સિરીઝમાં વાત કરીશું એ જ સોનમની, જેને હનીમૂનના નામે એક ખૌફનાક ઘટનાને અંજામ આપ્યો....
ADVERTISEMENT
કહેવાય છે કે, સ્ત્રી ધારે તો પુરુષને રાજા બનાવી શકે, અને ધારે તો રંક પણ બનાવી શકે. પરંતુ આ કેસમાં તો પત્નીએ જ પતિને દુનિયામાંથી ગાયબ કરી દીધો. એમાંય આજકાલ પુરુષોના જે રીતે પત્નીઓ દ્વારા મર્ડર થઇ રહ્યાં છે તેને પુરુષ સમાજમાં એક ખૌફનાક ડર પેદા કરી દીધો છે. ત્યારે અહીં વાત કરીશું 23 મેના એ દિવસની, કે જ્યારે એક 'રાજા'ની જેમ જીવન જીવતા રાજા રઘુવંશીને પોતાની જ પત્નીએ હનીમૂનના નામે ટૂરિસ્ટ પોઇન્ટ પર લઇ જઇને પતાવી દીધો. 'રાજા' એટલા માટે કારણ કે તેના બંગલામાં ખુદનો સ્વિમિંગ પુલ હતો, સાથે મોંઘી બાઇક અને થારનો શોખીન રાજા પોતાની ફિટનેસનો પણ એટલો ખ્યાલ રાખતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે હવે આ ઠાઠમાઠ તે વધારે દિવસ સુધી નહીં ભોગવી શકે. ત્યારે વિગતવાર જોઇએ 'હનીમૂન હત્યાકાંડ'ની એ ખૌફનાક કહાની...
ADVERTISEMENT
ભર ઉનાળાનો એ સમય, રસ્તાઓ સૂમસામ, પરંતુ રઘુવંશીના પરિવારમાં હતો ઉત્સાહનો માહોલ. કારણ કે પરિવારનો લાડકવાયો દીકરો રાજાના લગ્ન નક્કી જે થઇ ગયેલા. પરંતુ હસી-મજાક, ગીતોની રમઝટ, સંગીતની મહેફિલ અને સગા સંબંધીઓની ભીડ વચ્ચે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ લગ્ન કોઈના મૃત્યુનું કારણ બનશે. કોને ખબર હતી કે આ લગ્ન રિયલમાં એક કહાની નહીં, પરંતુ ખતરનાક કાવતરાનો પહેલો અધ્યાય હતો.
ADVERTISEMENT
કાવતરાનો પહેલો અધ્યાય
સોનમ રઘુવંશી, જે દેખાવે સુંદર અને મગજથી ચાલાક કહેવાતી. કારણ કે પોતાના પિતાની ફેક્ટરીનો સંપૂર્ણ કારોબાર તે પોતે સંભાળતી હતી. પરંતુ એજ ફેક્ટરીમાં થોડાક મહિના પહેલા આવેલો 'રાજ' નામનો છોકરો, જેને સોનમના જીવનમાં એક નવો જ વળાંક લાવી દીધો. માસૂમ ચહેરો, પાંચ વર્ષ નાનો અને 'દીદી' કહીને બોલાવતા એ રાજ-સોનમ વચ્ચેની મુલાકાત ક્યારે દોસ્તીમાં પરિણમી, અને એજ દોસ્તી ક્યારે 'પ્રેમ'માં પરિણમી એ બંનેને ખબર જ ના રહી. પરંતુ એમને પણ સપને ખ્યાલ નહીં હોય, આ જ 'લવ સ્ટોરી' ભવિષ્યમાં એક ક્રાઇમ સ્ટોરીમાં પરિવર્તિત થઇ જશે. હવે અહીં વિચારવા જેવી બાબત એ છે કે, સોનમ તો પોતે જ ફેક્ટરીની માલિક કહેવાય, તો આ 'રાજ'માં એવું શું 'રાઝ' છૂપાયેલ હતું, તે તેના પ્રેમમાં પડી ગઇ. પરંતુ કહેવાય છે ને, કે પ્રેમ આંધળો હોય છે. એવું જ આ સોનમના કેસમાં થયું. જોકે એ જ સમયે સોનમના લગ્ન 'રાજા' સાથે ફિક્સ થઇ ગયા. અને અહીંથી જ સીધી સાદી તેમજ દેખાવે રૂપસુંદરી જેવી લાગતી સોનમના મગજમાં રાજાની હત્યાના કાવતરાના જાળા બંધાવા લાગ્યા. કારણ કે સોનમ 'રાજ'ને ભૂલવા નહોતી માંગતી અને શરૂ થયો વિશ્વાસઘાતનો અસલી ખેલ.
ADVERTISEMENT
રામ નવમી, બાયોડેટા અને ખૌફનાક મોડ
ADVERTISEMENT
ઇન્દોરના મધ્યમવર્ગીય પરિવારમાં રામ નવમીના ઉત્સવ પર દર વર્ષે એક ખાસ પ્રકારની પરંપરા નિભાવવામાં આવે છે. જેમાં એક મોટો વર્ગ એકત્ર થતો હોય છે. જેમાં સગા-સંબંધીઓ, પરિચિત તેમજ આસપાસના પાડોશીઓ આવતા હોય છે. બાદમાં એક અનોખો રિતી-રિવાજ અહીં નિભાવવામાં આવે છે. જેમાં એક કાગળના ટુકડાં પર લગ્નને યોગ્ય છોકરા-છોકરીઓના નામ લખવામાં આવે છે. બાદમાં પરિવારોની વચ્ચે તેને વહેંચવામાં આવે છે. જેમાં જે જોડી સેટ થતી હોય તેની વાતચીત આગળ વધે છે. એમાંના જ બે બાયોડેટા હતા રાજા અને સોનમના. બંનેની પ્રોફાઇલ મેચ થતા જ બંનેના પરિવારોએ એકબીજાનો સંપર્ક કર્યો, અને અંતે રાજા-સોનમનું ચોગઠું ગોઠવાઇ ગયું.
બસ પછી શું, એક નવી જ આશા સાથે મીઠાઇ અને કપડાં લઇને રાજાની મા પહોંચી સોનમના ઘરે. બંને ઘરોમાં એવો ખુશીનો માહોલ હતો કે ભલભલાની નજર લાગી જાય, અને થયું પણ એવું જ, કે જાણે કોઇની નજર ના લાગી ગઇ હોય.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઘરથી 2400 કિલોમીટર દૂર મળી યુવતીની લાશ, કાચના ઝીણા ટુકડાઓથી પોલીસે ખોલ્યું મોતનું રહસ્ય
આંગણીયે ઉત્સવ આવ્યો, અને...!
અંતે એ દિવસ આવી ગયો કે જ્યારે રાજા-સોનમના લગ્ન ધૂમધામથી થયા. બંને ઘરોમાં માહોલ તો એવો જામેલો કે, જાણે વિશ્વના દરેક પરિવારોની ખુશી ઇશ્વરે અહીં જ ના આપી દીધી હોય. કિલ્લોલ કરતા બાળકો, મિત્રતાની સાથે મિત્રની પટ્ટી પાડતા એ ભાઇબંધો, રાજાના બહેનની સહેલીઓથી લઇને ભાભીઓનો એ બખાડો, લગ્નના હરખમાં ગવાતા એ મંગળગીતો, તો દરવાજે મહેમાનોના સ્વાગત માટે વાગતા એ શરણાઇના સૂર બૂમો પાડીને-પાડીને કહી રહ્યાં હતા કે 'આજ મારે આંગણીયે ઉત્સવ આવ્યો રે લોલ.' પરંતુ લગ્નના હરખમાં હરખાતા એ પરિવારને ક્યાં ખબર હતી કે, આ હરખ એક દિવસ કરમાયેલા ગુલાબની જેમ આગમાં હોમાઇ જશે. કારણ કે આ સંબંધની મીઠાશ એક પરંપરા, વિશ્વાસ અને પરિવાર સાથે જોડાયેલ હતી. પરંતુ તેની પાછળ છૂપાયેલ હતું એક એવું સિક્રેટ, જે આગળ જઇને એક 'ક્રાઇમ સ્ટોરી'નું રૂપ ધારણ કરી લે છે.
હજુ તો લગ્નને માંડ 9 દિવસ થયેલા, ત્યાં તો રાજના પ્રેમમાં પાગલ સોનમે ઘડી કાઢ્યો પતિ સાથેનો હનીમૂન પ્લાન. એપણ મેઘાલયનું શિલોંગ. જેનું નામ કાને પડતા જ ભલભલા જવા માટે તૈયાર થઇ જાય. આવી ગઇ એ 20 તારીખ. બધું જ નોર્મલ ચાલી રહેલું. રાજા સહિત પરિવારને ઘરમાં નવી-નવી વહુ આવ્યાનો હરખ હતો. બધા જ આનંદમાં રહેતા. રાજાની બેન તો જાણે ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવી હોય તેમ હરખમાં ને હરખમાં રોજ અવનવા વીડિયો બનાવતી.
આ પણ વાંચો: વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
બે દિવસ તો એક જ થાળીમાં જમેલા સોનમ-રાજા
11 મેના રોજ લગ્ન થયા, અને 12-13મે ના રોજ બંનેને રૂમમાં એક જ થાળીમાં ભોજન મોકલવામાં આવ્યું, જે સોનમ-રાજાએ એક જ થાળીમાં ખાધું, એ પણ એકબીજાને જમાડતા-જમાડતા. અરે રાજા માટે સોનમે જાતે બ્લેક કોફી પણ બનાવી. પરંતુ રિયલમાં તો એ ખાલી દેખાવ જ હતો, કારણ કે અસલમાં તો સીધી સાદી દેખાતી સોનમના મગજમાં તો કંઇક જૂદું જ ચાલી રહેલું. કારણ કે એ બેન તો પોતાના અલગ જ પ્લાનિંગમાં પડેલા. બસ પછી તો સોનમે હનીમૂન હત્યાકાંડને અંજામ આપવા ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી દીધી. રાજા ખુદ વિચારતો રહી ગયો, કે આ શું. કેમ અચાનક જ સોનમે હનીમૂનનો પ્લાન બનાવી દીધો. એ પણ કોઇને જાણ સુદ્ધાં કર્યા વિના. કારણ કે હજુ તો સુહાગરાતનો રૂમ પણ ડેકોરેશનથી સજ્જ હતો, અંતે રાજા 'રાજી' થઇ ગયો હનીમૂન માટે, અને અંતે 20મીએ બંને (રાજા-સોનમ) ગુવાહાટી જવા નીકળી પડ્યાં.
એક જ થાળીમાં જમતા, હનીમૂન જવા પણ નીકળી ગયા, તો અચાનક શું થયું કે રાજા-સોનમનું લગ્નજીવન 'હત્યાકાંડ'માં પરિણમ્યું.
વધુ વાંચવા આવતીકાલે જોઇશું 'ક્રાઇમ સિક્રેટ્સ' ના 'હનીમૂન હત્યાકાંડ' નો પાર્ટ-2.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
વધુ વાંચો
Ahmedabad Plane Crash / ''એવું લાગે કે હમણાં દરવાજેથી અંદર આવશે'', કચ્છના એ પરિવારનો તો જાણે સમય જ થંભી ગયો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.