બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / વિશ્વ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા

ક્રાઈમ સિક્રેટ્સ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા

Published By: Dhruv

Last Updated: 09:00 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઈમ સિક્રેટ્સમાં આજે એક એવી મહિલાની વાત, જેણે 2000થી વધુ પુરુષોની હત્યા કરી, પરંતુ ક્યારેય કોઈને જાણ ન થઈ. એટલી હદ સુધી કે જ્યારે ભાંડો ફૂટ્યો, ત્યારેય આ મહિલાને કોઈ સજા ન કરી શક્યું. આખરે આ મહિલા ગઈ ક્યાં, કેમ તેણે 2000 પુરુષોને મોતને ઘાટ ઉતાર્યા અને કેવી રીતે?

લગભગ 1633ની આસપાસનો સમય

પોતાના આર્કિટેક્ચર અને સંગીત માટે વખણાતા દેશ ઈટાલીની એક સુંદર સવાર, જ્યાં શેરીઓમાં કુમળો તડકો પડી રહ્યો હતો. ટેક્નોલોજી તો હતી નહીં, એટલે લોકો મોબાઈલમાં માથું રાખીને ચાલવાના બદલે એકબીજાને Buongiorno (ગૂડ મોર્નિંગ) વિશ કરીને, એકબીજાની સામે હસીને પોતપોતાના કામે જઈ રહ્યા હતા. સુંદર કપડાઓમાં સજ્જ સ્ત્રી પુરુષો પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત હતા, બાળકો શેરીઓમાં રમી રહ્યા હતા. બીજી તરફ આવી જ એક શેરીમાં આવેલા એક ખૂણાના ઘરમાં બેઠેલી છોકરી ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહી હતી. સરસ મજાની ઉત્સાહિત સવારની વચ્ચે આ છોકરીના રડવાનો અવાજ આખા વાતાવરણને ગમગીન બનાવી રહ્યો હતો. એક તરફ જ્યાં બધા જ ઘરમાં ખુશીનો માહોલ હતો, ત્યાં એક સાવ જૂના પૂરાણા ઘરમાં બેઠેલી આ છોકરી હિબકા ભરીને રડી રહી હતી. ઘરમાં રાચરચીલાના નામે એક પલંગ સિવાય કંઈ હતું નહીં, રસોડામાં પણ માંડ એકાદ ટંકનું જમવાનું હતું. છોકરીને શાંત કરે તેવુંય કોઈ નહોતું. કારણ કે માં જેલમાં હતી, અને આજના દિવસે તેને મોતની સજા આપવામાં આવી હતી. હવે ઉપર આકાશ અને નીચે ધરતી એવી આ દુનિયામાં છોકરી એકલી હતી.

2

લગભગ 20 વર્ષ બાદનો સમય

ઈટાલીનું રોમ શહેર. લગભગ 20 વર્ષ પહેલા જેવી જ એક સવાર. રોમને તમે ઘણી ફિલ્મોમાં જોયું હશે, કદાચ આંખ સામે તમે પથ્થરોથી બનેલા મકાનો, ટેકરી પરથી ઉપર નીચે આવતા જતા રસ્તા કલ્પી પણ શકશો. આવા જ રોમમાં જ્યાં લોકો આખા વિશ્વમાંથી ફરવા આવે છે, સંગીત શીખવા અને માણવા આવે છે, તેવા શહેરમાં લગભગ દર થોડા દિવસ એક પુરુષનું મૃત્યુ થઈ રહ્યું છે. 17મી સદીમાં ટેક્નોલોજીનો અભાવ, પોલીસ જેવી કોઈ સિસ્ટમ નહીં, કાયદો અને ન્યાયનું પાલન ચર્ચ અને પાદરીઓના હાથમાં, મેડિકલ ક્ષેત્રે પણ ખાસ વિકસેલું નહીં એટલે દર થોડા દિવસે થતા પુરુષોના મૃત્યુઓએ ભય તો ફેલાવ્યો, પણ કારણ ક્યારેય ખબર ન પડી. આ મૃત્યુ કુદરતી છે કે હત્યા થઈ રહી છે, તેનો કોઈ ખ્યાલ નહોતો. બીજી તરફ રોમની એક ગલીમાં રહેલી જુલિયા ટોફાના નામની મહિલા પોતાના ઘરમાં બેસીને ખુશ થઈ રહી હતી. જાણે કોઈ ખાસ મિશન પુરુ કર્યું હોય, તેમ તે અરીસાની સામે બેસીને ખુશ થઈ રહી હતી, મનમાં ને મનમાં જ પોતાના વખાણ કરી રહી હતી. ઘરની બહાર કોઈનેય ખ્યાલ નહોતો કે આ મહિલા અત્યાર સુધીમાં હજારો પુરુષોને મોતને ઘાટ ઉતારી ચૂકી છે. કોઈને સપનેય શંકા નહોતી કે રૂપાળી દેખાતી જુલિયા જ એક સીરિયલ કિલર છે.

પણ, 2000 પુરુષોની હત્યા કરી કેમ?

કેલેન્ડરના થોડાક પાના ફેરવીએ તો તમને આગળ કહેલી જુલિયાની માતાને મોતની સજાની ઘટના યાદ આવશે. કારણ કે, જુલિયાની માતાએ પોતાના પતિની હત્યા કરી હતી, કારણ કદાચ કોઈને પણ ગળે ઉતરી જાય એવું હતું. 17મી સદીમાં પશ્ચિમમાં પણ પુરુષપ્રધાન સમાજ હતો, મહિલાઓ માત્ર ઉપભોગનું સાધન ગણાતી. જુલિયાનો પિતા પણ આ જ માનસિક્તા ધરાવતો હતો. રોજ ઘેર આવતો અને જુલિયાની માતાને ઢોર માર મારતો. એક દિવસ કંટાળેલી જુલિયાની માતાએ પતિના શ્વાસ જ હરી લીધા. કુમળી વયે પોતાની માતાને માર ખાતી જોઈને મોટી થયેલી જુલિયાના મનમાં પુરુષો માટે નફરત હતી. તેણે માની લીધું હતું કે પુરુષો આવા જ હોય, તેમની સાથે રહી ન શકાય. એમાંય જુલિયાનું પોતાનું લગ્નજીવન પણ આવી જ ઘટનાઓ ધરાવતું હતું. જુલિયાનો પતિ પણ તેના પિતાની જેમ તેને મારતો. કોઈ કારણ વગર જાનવરની જેમ તેને ટીપી નાખતો. જુલિયા પણ પોતાના પતિથી કંટાળી, પરંતુ તેની સામે ઉદાહરણ હતું તેની માતાનું, જેને મોતની સજા થઈ હતી. એટલે જુલિયાએ એવો રસ્તો શોધ્યો કે કોઈને ખ્યાલ જ ન આવે કે હત્યા થઈ છે.

3

વધુ વાંચોઃ મહિલાના વેશમાં કાર ચલાવી, લિફ્ટ આપીને મદદ કરી, પછી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આ રીતે ઝડપાયો પુરુષો પર દુષ્કર્મ કરતો સિરીયલ કિલર

હત્યારણે બનાવ્યું પોતાનું ઝેર

જુલિયાએ એક એવું ઝેર બનાવ્યું, જેનો કોઈ રંગ નહોતો, જેનો કોઈ સ્વાદ નહોતો. જેની પોતાની કોઈ સુગંધ નહોતી. જો કે, તેણે આ ઝેર કેવી રીતે બનાવ્યું તે પણ આજ સુધી કોઈ જાણી નથી શક્યું. જુલિયાએ આ ઝેરને નામ આપ્યું ઈક્વા ટોફાના, પોતાની જ અટક લગાવી દીધી. એક દિવસ પોતાના પતિને આ ઝેર આપીને જુલિયા કાયમ માટે આઝાદ થઈ ગઈ. ફરી એકવાર જુલિયાના જીવનમાં હાસ્ય અને ખુશીઓ પાછી આવી. આ દરમિયાન જ જુલિયાની મુલાકાત સમદુખિયારી સ્ત્રી સાથે થઈ, જેનો પતિ પણ તેને વસ્તુની જેમ રાખતો હતો. જુલિયાનો મદદગાર સ્વભાવ જાગી ઉઠ્યો. એમાંય પુરુષો પ્રત્યેની નફરતે તેને અંદરથી ધક્કો માર્યો કે આ મહિલાને વધુ એક પુરુષના ત્રાસથી છોડાવવી છે. તેણે પાડોશી મહિલાને પોતાનું તૈયાર કરેલું ઝેર આપ્યું. પેલી સ્ત્રીએ પણ આ ઝેરથી પોતાના પતિની હત્યા કરી નાખી. પતિના ત્રાસથી મુક્ત થયેલી મહિલા જુલિયાને મળવા આવી, ખુશ થઈને આભાર માન્યો. જુલિયાનો અહમ સંતોષાયો, તેને પોતાનામાં એક એવી વ્યક્તિ દેખાઈ, જે કોઈ પણ પુરુષપીડિત મહિલાને મુક્તિ અપાવી શકે છે, ખુશ કરી શકે છે.

શરૂ થયો મોતનો ધંધો

બસ, પછી તો જાણે જુલિયા માનવભક્ષી બની ગઈ. જુલિયાએ પોતે બનાવેલું ઝેર વેચવાનું શરૂ કર્યું. કોઇકને પરફ્યુમ રૂપે, તો કોઇને ફેસ ક્રીમ, તો કોઇકને મેકઅપ બોક્સના નામે આપવાનું શરૂ કરી દીધું. જેમ જેમ ઝેર વેચાતું ગયું, રોમમાં પુરુષોની મોતનો આંકડો વધવા લાગ્યો. પરંતુ આગળ કહ્યું તેમ, સાચું કારણ કોઈનેય નહોતી ખબર. વળી આ ઝેર એવું કે તેના 2-4 ટીપા ભોજન દ્વારા શરીરમાં જાય તો શરદી, ઉલટી, તાવ જેવા લક્ષણો દેખાવા લાગે અને માણસ રિબાઈને મૃત્યુ લાગે. પુરુષો સામે બદલો લેવા માગતી જુલિયા રોજ આ ઝેર વેચીને પોતાના અહમને પોષતી, તેને લાગતું કે તે મહિલાઓને પાવરફૂલ બનાવી રહી છે. 25 વર્ષ સુધી આ સિલસિલો ચાલ્યો. પત્ની પીડિત મહિલાઓનું એક નેટવર્ક, એક ગેંગ જ જાણે જુલિયાના હાથ નીચે કામ કરતું. કોઈ પણ દુઃખિયારી મહિલા દેખાય, એટલે રોમના કોઈ પણ ખૂણેથી તેને આ પુરુષકિલિંગ ઝેર જુલિયા તરફથી પહોંચી જતું.

4

વધુ વાંચોઃ પ્રવાહ પલટાયો! હવસ ઉપડતાં છોકરીઓએ કાબુ ગુમાવ્યો, કારમાં ખેંચીને છોકરા સાથે આચર્યો ગેંગરેપ, માણ્યું 'કામસુખ'

આ રીતે ભાંડો ફૂટ્યો

પણ આખરે કુકર્મોનો ઘડો ભરાય જ છે, કર્મનો સિદ્ધાંત કામ કરે જ છે. જુલિયાના પાપનો ઘડો પણ ભરાઈ ગયો અને એક મહિલાનું દુઃખ દૂર કરવા જતા, તેનો ભાંડો ફૂ્ટ્યો. એક મહિલા જેને પણ પોતાનો પતિ મારતો, ત્રાસ આપતો તેણે જુલિયા પાસેથી લીધેલું ઝેર પતિના સૂપમાં ભેળવી દીધું. પરંતુ છેલ્લી ઘડીએ તેને વિચાર આવ્યો કે જેવો છે, એવો મારો વર છે. એકાદ દિવસ તો સુધરી જશે, એના વગર હું જીવી નહીં શકું. પતિ જેવો સૂપ પીવા જાય ત્યાં જ વાટકો છીનવીને તેણે સૂપ ઢોળી દીધું. પતિએ ચોંકી જઈને ખુલાસો પૂછ્યો, તો મહિલાએ આખેઆખી વાત સાચેસાચી કહી દીધી. જુલિયાના નેટવર્કનો પહેલવહેલો પર્દાફાશ આ પુરુષ સામે થયો. તેણે સુધરી જવાના વચન સાથે પત્નીને તો માફ કરી દીધી, પરંતુ તેને સીધો જ ચર્ચમાં લઈ ગયો. પાદરી સામે બેસાડીને આખીય હકીકત જણાવી દીધી. ધીરે ધીરે વાત આખા રોમમાં ફેલાઈ ગઈ. કુદરતી રીતે મૃત્યુ પામેલા પુરુષોની હત્યાનો આરોપ પણ જુલિયા પર ચડ્યો. જો કે, જુલિયા તો જાણે ધરતી ગળી ગઈ હોય એમ ગાયબ થઈ ગઈ.

અંતે પાપ પોકાર્યું

ઘણા ચોમાસા વીત્યા બાદ જુલિયા એક ચર્ચમાંથી મળી આવી. આ ચર્ચ અને તેના પાદરી સાથે જુલિયાનો વર્ષો જૂનો નાતો હતો, એટલે બધું જ જાણવા છતાંય પાદરીએ તેમને આશરો આપ્યો. તે સમયે ન્યાય તોળવાની જવાબદારી પણ ચર્ચ અને જ્યુરી પર રહેતી. એટલે ચર્ચ જુલિયાને બચાવી રહ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે જુલિયા સામે રોમમાં રોષ વધતો ગયો, વળી એક અફવા એવી ફેલાઈ કે જુલિયાએ બદલો લેવા રોમની ટાઈબર નદીમાં ઝેર ભેળવ્યું છે. બસ પછી તો બધા જ લોકો જુલિયાને આકરી સજા આપવા માટે રોડ પર ઉતર્યા. જુલિયાને લોકો સામે જાહેર કરવામાં આવી, વધુ તપાસ ચાલી. તપાસ દરમિયાન જુલિયાના ઘરમાંથી એક ડાયરી મળી આવી. જેમ જેમ ડાયરીના પાના ખુલ્યા, તેમ તેમ લોકો વધુ ચોંકતા ગયા. આ ડાયરીમાં એવી દરેક મહિલાના નામ હતા, જેને જુલિયાએ ઝેર સપ્લાય કર્યું હતું. જુલિયાએ 600 નહીં પરંતુ 2000થી પણ વધારે પુરુષોને ખતમ કર્યા હતા.. અને જનતા સમક્ષ જ્યારે આ વાત વહેતી થઇ, ત્યાં તો લોકો હક્કા-બક્કા થઇ ગયા. અને એ સમયની દુનિયાની સૌથી મોટી સિરિયલ કિલર તરીકે જુલિયા ઊભરાઇ આવી. રોષ વધતો જોઈને ચર્ચે પણ પોતાનું વલણ બદલ્યું. ચર્ચ પણ જુલિયાને સજા આપવા માટે તૈયાર થઈ. માતાની જેમ જ તેને પણ સજા એ મોતની જાહેરાત કરવામાં આવી.

5

વધુ વાંચોઃ 'તને દેવીએ વધ કરવા મોકલ્યો છે…’, અને સાહિલ-મુસ્કાને સૌરભના 15 ટુકડા કરી નાખ્યા, તંત્ર-મંત્રના ખૂની ખેલની ધ્રૂજાવનારી કહાની

કહાનીનો અસલી ટ્વિસ્ટ

જો કે, જુલિયાની સજાનો અમલ થાય, તેના કેટલાક જ કલાકો પહેલા જુલિયા રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. એવી ગાયબ થઈ કે સદીઓ સુધી મળી જ નહીં. એક ચર્ચા એવી પણ હતી કે ચર્ચે લોકોને દર્શાવવા સજા તો જાહેર કરી, પરંતુ જુલિયાને પણ ભગાડીને સુરક્ષિત કરી નાખી. જો કે, જુલિયા તો ભાગી ગઈ, પરંતુ તેનો સાથ આપનાર પુત્રી અને ત્રણ મહિલાઓને મોતની સજા આપવામાં આવી. 1659માં જુલિયાના પ્રકરણનો કરુણ અંત આવ્યો. પરંતુ જુલિયા ઈતિહાસના પાનાઓ પર એક પાત્ર બનીને જ રહી ગઈ. તે ક્યાં ગઈ છે, તે રહસ્ય આજ સુધી નથી ખુલ્યુ, સાથે જ તેણે ઝેર કેવી રીતે બનાવ્યું, તે ફોર્મ્યુલા પણ જુલિયાની સાથે જ હવા થઈ ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ક્રાઇમ ગુજરાતી ન્યૂઝ guilia tofana crime news italy crime news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ