બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / 'તને દેવીએ વધ કરવા મોકલ્યો છે…’, અને સાહિલ-મુસ્કાને સૌરભના 15 ટુકડા કરી નાખ્યા, તંત્ર-મંત્રના ખૂની ખેલની ધ્રૂજાવનારી કહાની

મેરઠ હત્યાકાંડ / 'તને દેવીએ વધ કરવા મોકલ્યો છે…’, અને સાહિલ-મુસ્કાને સૌરભના 15 ટુકડા કરી નાખ્યા, તંત્ર-મંત્રના ખૂની ખેલની ધ્રૂજાવનારી કહાની

Dhruv

Last Updated: 01:41 PM, 30 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં 'મુસ્કાન' શબ્દ કાને પડતા જ દરેક વ્યક્તિના માનસપટ પર એક જ દ્રશ્ય ખડું થઇ જશે, અને એ છે વાદળી 'ડ્રમ'. કારણ કે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ જ તેનાથી થયો છે.

આજકાલ શરીરના ટુકડા કરવા એ તો જાણે તડબૂચના પીસ કર્યા બરાબર લોકોને લાગી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે હવે છાશવારે આવી ઘટનાઓ ચર્ચામાં આવી રહી છે. તમને યાદ જ હશે શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબનો એ મર્ડર કેસ જેને હજુ 3 વર્ષેય પૂરાં નથી થયા ત્યાં તો ભલભલા કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી દે તેવો એક હત્યાકાંડ સામે આવ્યો છે. ઘટના છે મેરઠના 'સૌરભ હત્યાકાંડ'ની. જે હોરર સ્ટોરીથી કંઇ કમ નથી. એટલે જ ચોતરફ આ કેસની ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ આ ખૌફનાક હત્યાકાંડને કોણે, કોની માટે, કઇ રીતે અંજામ આપ્યો તેની ઇનસાઇડ રિયલ સ્ટોરી જાણવી હોય તો પહોંચી જાઓ આજના આ 'ક્રાઇમ સિક્રેટ્સ'માં.

કહાની 'પતિ-પત્ની ઔર વો'ની

2019નો એ દિવસ કે જેને મેરઠના એક હસતા-ખેલતા પરિવારને વેર વિખેર કરી નાખ્યું. કારણ પરિણીતાનો આંધળો પ્રેમ. એ પણ સ્કૂલ ટાઇમના બૉયફ્રેન્ડ સાથેનો. કારણ કે પરિણીતાની બોયફ્રેન્ડ સાથેની એક મુલાકાતે સ્કૂલના એ દિવસો તાજા કરી નાખ્યાં અને પુન: બંને વચ્ચેનો પ્રેમ પાંગર્યો. જેનું પરિણામ ભલભલાને ધ્રૂજાવી દે તેવું આવ્યું.
માંએ બનાવેલા કોફતા સૌરભને કઇ રીતે ભારે પડ્યાં?

3 માર્ચ 2025ની એ રાત જ્યારે સૌરભ પોતાની માંના હાથેથી બનાવેલા કોફતા લઇને ઘરે પહોંચ્યો. પરંતુ એ સૌરભને ક્યાં ખબર હતી કે આ જ કોફતા એનો જીવ લઇને જશે. હવે તમને થતું હશે કે આ કોફતા તો સૌરભની માંએ બનાવેલા. તો એક માં કઇ રીતે પોતાના દીકરાને જીવનમાંથી હટાવવાનો પ્રયાસ કરી શકે. તો હકીકત પણ એવી જ છે કે સૌરભને જીવનમાંથી હટાવવાનું કાવતરું માંએ નહીં, પત્નીએ રચેલું. કારણ કે પ્રેમીના પ્રેમમાં પાગલ થયેલી પત્ની (મુસ્કાન) એ કોફતામાં નશીલી દવા ભેળવી દીધી. જેને ખાતા જ સૌરભ થઇ ગયો બેભાન. અને અહીંથી જ શરૂ થયો 'સૌરભ હત્યાકાંડ'નો અસલી ખેલ.

કહાનીનો અસલી ખેલ તો 2019થી ખેલાવાનો શરૂ થયો. કારણ કે મુસ્કાનનો પતિ સૌરભ રાજપૂત જે મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો. પરંતુ તેનું પોસ્ટિંગ ભારતમાં નહીં, છેક લંડનમાં હતું. એટલે સૌરભને મુસ્કાન સાથે ઓનલાઇન સિવાય ઓફલાઇન ટચમાં રહેવાનો તો કોઇ વિકલ્પ જ નહોતો. એનો જ તેને ફાયદો ઉઠાવ્યો. કારણ કે મુસ્કાનને 6 વર્ષની એક દીકરી (પીહુ) હતી. જેને સ્કૂલે મૂકવા તેને રોજબરોજ બહાર જવાનું થતું. અને ત્યાં જ આવી ગયો એ દિવસ જેને સૌરભની આખી લાઇફ બરબાદ કરી નાખી. સાહિલ-મુસ્કાન જેઓ સ્કૂલ ટાઇમથી જ બંને એકબીજાના મિત્ર હતા. પરંતુ એજ સાહિલ ઘણા વર્ષો બાદ કરે છે મુસ્કાન સાથે મુલાકાત. પછી શું, બંને રોજબરોજ એકબીજાને મળવા લાગ્યા. આ મુલાકાત ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી. અને દોસ્તી છેક ફિઝિકલ રિલેશન સુધી પહોંચી ગઇ. પછી તો જાણે બંને માટે આ રોજનો નિત્યક્રમ થઇ ગયો. પરંતુ હવે સાહિલ-મુસ્કાન એકબીજા વગર રહી શકે તેવી સ્થિતિ નહોતી રહી. બસ અહીંથી જ સૌરભને જીંદગીમાંથી હટાવવાનો પ્લાન ઘડાઇ ગયો અને આવ્યો 25 ફેબ્રુઆરીનો એ દિવસ કે જ્યારે હતો મુસ્કાનનો જન્મદિવસ. જેના આગલા દિવસે જ સૌરભ લંડનથી રિટર્ન મેરઠ ફર્યો. પણ તેને ક્યાં ખબર હતી કે લંડનથી ઇન્ડિયા પરત ફરવાનો એ દિવસ તેની માટે બની જશે 'છેલ્લો દિવસ'.

સૌરભ લંડનથી મેરઠ રિટર્ન ફરતા જ સાહિલ-મુસ્કાનને તો જાણે જન્મોજનમનો કોઇ દુશ્મન ના આવ્યો હોય તેવું લાગવા માંડ્યું. કરવું તો શું કરવું, જવું તો ક્યાં જવું, હવે ના સહી શકે ને સાથે રહી શકે એવી બંનેની હાલત થઇ ગયેલી. અંતે આવી ગયો એ દિવસ (3 માર્ચ 2025) કે જ્યારે સાહિલ-મુસ્કાને સૌરભને લાઇફમાંથી હટાવવાની ગાંઠ વાળી દીધી. અને એજ રાતે સાહિલ પત્ની માટે રાજીખુશીથી લઇને આવ્યો માંના હાથે બનાવેલા કોફતા. જેનો મુસ્કાને લાભ ઉઠાવ્યો. રાતનો એ સમય કે જ્યારે પતિનું કાસળ કાઢવા પત્ની મુસ્કાને દીકરી પીહુને સૂવડાવી દીધી બાજુના એક રૂમમાં. અને ત્યાંજ પત્નીએ મોકાનો ફાયદો ઉઠાવી કોફતામાં ભેળવી દીધો નશીલો પદાર્થ. જેને ખાતા જ પતિ સૌરભ થઇ ગયો બેભાન.


માથું કાપ્યું, આંગળીઓ કાપી અને છેલ્લે તો...!

સાહિલના પ્રેમમાં પાગલ બનેલી પત્ની મુસ્કાને બેભાન પતિ સૌરભની એવી હાલત કરી નાખી કે સાંભળનારના રૂંવાડા ઊભા થઇ જાય. રાત્રિનો એ સમય અને કુલરનો એ અવાજ જેને સમગ્ર હત્યાકાંડને રમતા-રમતા એવો અંજામ આપી દીધો, કે આસપાસના લોકોને ગંધ સુદ્ધા ન થઇ. બોયફ્રેન્ડ સાહિલ સાથે મળીને દુનિયાનું ભાન ભૂલેલા પતિ સૌરભની ગરદન મુસ્કાને ધડથી સાવ નોખી કરી દીધી, બાદમાં છરીથી હાથની આંગળીઓ કાપી નાખી, નસો કાપી નાખી, સાથે હાથ પણ અલગ કરી નાખ્યા. SP આયુષ વિક્રમ સિંહના જણાવ્યા મુજબ, છેલ્લે તો મુસ્કાન-સાહિલે ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે જ્યાં સુધી તેના પ્રાણપંખેરૂ ના ઉડી ગયા ત્યાં સુધી સૌરભ પર તેઓ ચાક્કુથી હુમલો કરતા ગયા. અંતે બંને ભેગાં થઇ લાશને બાથરૂમ સુધી લઇ ગયા. અને ત્યાં જ સૌરભના 15 ટુકડા કરી નખાયા. બાથરૂમ તો જાણે લોહીના ખાબોચિયાથી છલકાઇ ગયું. બાથરૂમમાં જ્યાં નજર નાખો ત્યાં લોહીના છાંટેછાંટા, શરીરના ટુકડે ટુકડા. પછી શું, લીધી પોલિથીનની બેગ. અને બંને જણાએ અડધી રાત્રે ધડ અને માંસના ટુકડા ભરવાનું શરૂ કર્યું. સાથે ઓનલાઇન શોપિંગની શોખિન મુસ્કાને તો 10-10 કિલોના બ્લીચનો પણ ઓર્ડર આપેલો. એટલે કે અગાઉથી જ સૌ પ્રિપ્લાન થઇ ગયેલો. જેથી બાથરૂમમાં રહેલા લોહીના ડાઘા દૂર કર્યા. હવે લગભગ રાતના ત્રણેક વાગ્યા, ગલીઓમાં અંધારપટ, શ્વાન ભસવાનોય અવાજ નહીં, સોય પડે તોય અવાજ આવે એવું સૂમસામ થઇ ગયેલું. અને પત્ની મુસ્કાને ધડને ડબલ બેડના બોક્સમાં મૂક્યું તો માથું અને હાથના ટુકડાને લઇ સાહિલ પોતાના ઘરે ચાલ્યો ગયો. અને આખી રાત એ જ બેડ પર મુસ્કાન સૂઇ રહી જ્યાં સૌરભના ધડના ટુકડા મૂકી રખાયા. ગંધ તો એવી મારે કે વાત ના પૂછો. પણ કરે તોય શું કરે. અંતે સોસાયટીમાં પણ તેની દુર્ગંધ આવવા લાગી. કારણ કે સ્વાભાવિક છે કે બાથરૂમમાં સૌરભના કટકા કરતી વખતે લોહી તો ગટરમાં જ જવાનું હતું. પરંતુ મુસ્કાને હત્યાની કોઇને ગંધ સુદ્ધા નહોતી આવવા દીધી. તમને જાણીને નવાઇ લાગશે કે મુસ્કાન-સાહિલને આ આઇડિયા કોઇ વેબસિરીઝ જોઈને આવેલો.

હવે જેવી સવાર પડવા આવી કે તુરંત મુસ્કાન-સાહિલે પ્લાન ચેન્જ કરી દીધો. અને લોકો જાગે એ પહેલા જ સાહિલ સૌરભના ટુકડા લઇને પહોંચી ગયો મુસ્કાનના ઘરે. અને મુસ્કાન ડ્રમ તથા સિમેન્ટ લેવા બજારમાં પહોંચી. જ્યાર બાદ મુસ્કાન-સાહિલે જે કાંડ કર્યો તેને ભલભલો ખૂંખાર આરોપી પણ સપનેય ના વિચારી શકે. કારણ કે વાદળી કલરના ડ્રમમાં મુસ્કાન-સાહિલે સૌરભના શરીરના ટુકડાઓ ભરી દીધા અને બાદમાં ઉપરથી સિમેન્ટ નાખી તેને પાણીથી પલાળી દીધો. જાણે કોંક્રિટની કબરમાં સૌરભને ના દફનાવી દીધો હોય. એવી સૌરભની હાલત કરી નાખી. પરંતુ પાડોશીઓના કહેવા મુજબ, તેની 6 વર્ષની દીકરીએ પણ આ બધું જોયેલું. કારણ કે 6 વર્ષની આ દીકરીએ પાડોશમાં જઇને લોકોનું કહેલું કે, 'મેરે પાપા ડ્રમ મેં હૈ.'

મુસ્કાન-સાહિલનું તંત્ર-મંત્ર કનેક્શન!

હાથની આંગળીઓ કાપવી, ચપ્પાથી વારંવાર છાતી પર ઘા મારવા, માથાને ધડથી અલગ કરવું, અને ટુકડે-ટુકડા થયેલા શરીર સાથે મુસ્કાનનું આખી રાત સૂઇ રહેવું, તથા સાહિલનું માથા તથા હાથના ભાગને અડધી રાત્રે ઘરે લઇને જવું, આ ઘટનાક્રમનો સીધો ઇશારો તંત્ર-મંત્ર તરફ જઇ રહ્યો હતો. કારણ કે પોલીસના જણાવ્યા મુજબ, હત્યારા સાહિલના ઘરમાં દિવાલ પર જે પ્રકારના ચિત્રો દોરવામાં આવેલા તેને જોતા તો સૌ કોઇના મગજમાં તંત્ર-મંત્રનું જ દ્રશ્ય ખડું થઇ જાય. મળતી માહિતી અનુસાર, સાહિલ-મુસ્કાન કર્ણ પિશાચિનીને સિદ્ધ કરવા ઇચ્છતા હતા. કારણ કે મુસ્કાન સાહિલને અવારનવાર એવું કહેતી કે 'તને દેવીએ વધ કરવા મોકલ્યો છે.' સાથે મુસ્કાન સાહિલને ભગવાન શિવ અને પોતાને પાર્વતી તરીકે ઓળખાવતી.

સાહિલના દાદા પણ મોટા જ્યોતિષી હતા

પૂછપરછ દરમિયાન, જાણવા મળ્યું કે, સાહિલના દાદા એક મોટા એસ્ટ્રોલોજર હતા. અને આથી સાહિલ પણ બાળપણથી જ જ્યોતિષ, ભાગ્ય અને કર્મકાંડ જોતો આવ્યો છે. એનો જ ફાયદો મુસ્કાન ઉઠાવતી રહી. સાહિલની માતા જ્યોતિ (કવિતા સાવકી માતા છે) કે જેનું 18 વર્ષ પહેલાં જ બીમારીના કારણે અવસાન થઇ ગયેલું. પરંતુ તેને લાગ્યું કે તેનો આત્મા આ ઘરમાં રહે છે. આ જ કારણોસર સાહિલના મોટા ભાઈ આશિષ અને દિવ્યાંશુ લંડન અને દિલ્હી શિફ્ટ થઇ ગયા, પરંતુ સાહિલ એક જ ઘરમાં રહ્યો. જ્યાં પહેલા માળે તે એક રૂમમાં રહેતો. જે ઘરમાં સાહિલે આસપાસનું વાતાવરણ પણ એવું રાખેલું કે જાણે ખરેખર તેની માતાનો આત્મા એ ઘરમાં રહેતો હોય. એટલા માટે જ તે સ્નેપચેટ પર મળતા મેસેજીસ પર વિશ્વાસ કરવા લાગ્યો. આ જ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર નાની પ્રેમવતી રહેતાં. બાકીનું ઘર ભાડે આપેલું.

'સાહિલના સંપર્કમાં આવતા જ તે ઓશોને...'

મુસ્કાનની માં (કવિતા રસ્તોગી) એ પણ ચોંકાવનારું નિવેદન આપતા જણાવેલું કે, 'મારી દીકરી જ્યારે સૌરભ સાથે હતી ત્યારે તે નોર્મલ હતી. પણ 2019માં તે જેવી સાહિલના સંપર્કમાં આવી કે તુરંત તેની માનસિક સ્થિતિ બદલાવા લાગી. ધીરે-ધીરે તે ઓશોને ફોલો કરવા લાગી, સાથે તાંત્રિક ક્રિયાઓમાં પણ તેનો રસ વધવા લાગેલો.' કારણ કે સાહિલનું સીધું કનેક્શન તાંત્રિક વિધિ સાથે હતું એટલે એ તો થવાનું જ હતું તે સ્વાભાવિક છે.

YouTubeથી શીખ્યા ડ્રમવાળો આઇડિયા!

હવે તમને પ્રશ્ન થતો હશે કે આખરે મુસ્કાન-સાહિલના મગજમાં આ હત્યાકાંડને અંજામ આપવાનો વિચાર આવ્યો તો આવ્યો ક્યાંથી. ત્યાં જ પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો કે, 'સૌરભના ટુકડાઓને સિમેન્ટથી ડ્રમમાં ભરી દેવા એ આઇડિયા ખરેખર સાહિલનો હતો.' સાથે એવું કહેવાઇ રહ્યું છે બંને જણાએ હત્યા પહેલા YouTubeનો સહારો પણ લીધેલો. અને બાદમાં આ ડ્રમવાળા હત્યાકાંડને તેઓએ અંજામ આપેલો.

મનાલી જ્યાં મુસ્કાન-સાહિલ 14 દિવસ સુધી રહ્યાં

હવે આવી 4 માર્ચની એ સાંજ, કે જ્યારે મુસ્કાને કરાવી દીધી ઓનલાઇન કેબ બુક. અને સાહિલ-મુસ્કાન નીકળી પડ્યાં શિમલા-મનાલીની ટૂર પર. ચહેરા પર ના તો કોઇ અફસોસ, ના તો કોઇ ખૌફ. એમાંય કેબ ડ્રાઇવર અજબ સિંહે તો જે ખુલાસા કર્યા તેને જાણશો તો ચોંકી જશો. કહ્યું 'ચાલુ ટ્રાવેલિંગે બંને કારમાં કોઇ ખાસ વાતચીત નહોતા કરતા. પરંતુ એટલું ખરી કે સાહિલ જે પણ વસ્તુઓ ખરીદતો તે મુસ્કાનના નામે જ લેતો. સાથે ચાલુ કારે સાહિલ સિગારેટ પણ પી લેતો. શિમલા-મનાલી માટેનું ઓનલાઇન બુકિંગ પણ મુસ્કાને જ કરાવેલું.'

દરમ્યાન સૌરભની હત્યાને અંજામ આપી ટૂર પર નીકળેલા મુસ્કાન-સાહિલના બે વીડિયો વાયરલ થયેલા જેમાં એક હતો સાહિલની બર્થ-ડે પાર્ટીનો, તો બીજો હતો હોળીની ડીજે પાર્ટીનો. પરંતુ તેઓ પહેલેથી જ લોહીની હોળી રમીને આવેલા. પરંતુ આ બંને વીડિયોમાં પ્રશ્ન એ ઊભો થયો કે બંનેના ચહેરા પર સહેજ પણ અફસોસ ન હોતો. જાણે પોતે જ પતિ-પત્ની ના હોય. એ રીતે રહેતા. લાગે જ નહીં કે તેઓ કોઇ ક્રૂર ઘટનાને અંજામ આપીને આવ્યા હોય.


'6060' ડિજિટથી ડ્રાઇવરે સેવ કરેલો મુસ્કાનનો નંબર

કેબ ડ્રાઇવર અજબ સિંહ કે જેને મુસ્કાનના જે નંબર પરથી મેસેજ આવેલો તે નંબર '6060' ડિજિટથી સેવ કરેલો. કારણ પૂછ્યું તો કહ્યું 'એ વખતે જે પણ મગજમાં આવ્યું એ કોડવર્ડથી નંબર સેવ કરી લીધો.' સિવાય સાહિલના બર્થડે માટેની મુસ્કાને આ કેબ ડ્રાઇવર પાસેથી જે કેક મંગાવેલી તેની પર મુસ્કાને 'બાબા' લખીને લાવવાનું કહેલું. જેના પૈસા પણ તેને ઓનલાઇન ચૂકવી દીધેલા. પરંતુ નવાઇ ત્યારે લાગશે કે જ્યારે મુસ્કાને ડ્રાઇવરને કેકને લઇ એક કોલ કરેલો જેમાં તે કૉલ નહીં, પરંતુ માત્ર મેસેજ કરવાનું કહે છે. જેનો ઓડિયો પણ ખૂબ વાયરલ થયો છે.

ડ્રમને ઉઠાવવા બહારથી મજૂરો બોલાવ્યા

હવે મુસ્કાન-સાહિલ ફરી આવ્યા, ફોટોગ્રાફી કરી આવ્યા, મોજ-મસ્તી તો કરી આવ્યા, પરંતુ પરત ફરે તો સૌરભને લઇ જવાબ શું આપવો. આથી મુસ્કાને એવું કાવતરું રચ્યું કે આવતાવેંત તે સીધી પોતાના માતા-પિતા પાસે પહોંચી ગઇ. અને કહી દીધું કે, સૌરભના પરિવારે સૌરભની હત્યા કરી નાખી, પરંતુ કહેવાય છે ને કે પોતાના સંતાનને પોતાના મા-બાપથી વધારે કોણ જાણે. આ સિવાય મુસ્કાન-સાહિલે આવતાની સાથે જ ડ્રમને ઉઠાવવા બહારથી મજૂરો બોલાવ્યા, પરંતુ ડ્રમ વજનના કારણે ન ઊંચકાયું. સાથે તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગી. અંતે મુસ્કાને મા-બાપ સમક્ષ સત્ય કબૂલવું પડ્યું કે, બોયફ્રેન્ડ સાહિલ સાથે મળીને પોતે જ પતિ સૌરભને મોતને ઘાટ ઉતારી દીધો. અને મા-બાપ મુસ્કાનને લઇને પહોંચી ગયા સીધા પોલીસ સ્ટેશન. જ્યાં સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થતા પોલીસે બંનેની કરી ધરપકડ.

સૌરભના પરિવારજનોનો ગંભીર આક્ષેપ

બીજી તરફ સૌરભના પરિવારજનોએ રૂપિયા અંગે ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે. દરમ્યાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સૌરભના એકાઉન્ટમાં રૂપિયા છ લાખ જેવાં હતા. જેમાંથી એક લાખ મુસ્કાનના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા. સાથે મુસ્કાનની માતાના અકાઉન્ટમાં પણ રૂપિયા મોકલવામાં આવ્યા. જે મુદ્દે પોલીસ તપાસમાં સામે આવેલું.

મુસ્કાન-સાહિલ નાનપણના મિત્રો હતા

મુસ્કાન અને પ્રેમી સાહિલ બંનેએ આઠમા ધોરણ સુધી સાથે અભ્યાસ કરેલો. સાહિલ શુક્લા જે બી.કોમ પાસ છે, તે ટ્રેડિંગ શીખી રહ્યો હતો. જેનો ખર્ચો મુસ્કાન ઉઠાવતી હતી. સાથે સાહિલ ડ્રગ્સનો નશેડી હતો. આથી ડ્રગ્સ માટે પણ મુસ્કાન સાહિલને પૈસા આપતી.

મુસ્કાનની સાવકી માતા છે કવિતા રસ્તોગી

પુત્રી મુસ્કાન માટે ફાંસીની સજાની માંગ કરનાર માતા કવિતા રસ્તોગી વિશે જાણવાની કોશિશ કરતા પોલીસને ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે, જેમાં જાણવા મળ્યું કે, આ કવિતા રસ્તોગી મુસ્કાનની સગી નહીં, સાવકી માતા છે. કારણ કે મુસ્કાનની માતાના મોત બાદ તેના પિતાએ બીજા લગ્ન કરેલા. એટલે કે મળતી જાણકારી અનુસાર, કવિતા સંબંધમાં મુસ્કાનની માસી હતી.

મુસ્કાનના સ્નેપચેટ એકાઉન્ટમાંથી 136 મેસેજ હાથ લાગ્યા

'જો તું સૌરભને મારી નાખીશ તો તારી માતાના આત્માને શાંતિ મળશે.', 'જો તારે નવું અને સારું જીવન શરૂ કરવું હોય તો તારે મુસ્કાન સાથે લગ્ન કરવા પડશે.' અને 'મારી છેલ્લી ઈચ્છા છે કે તું મુસ્કાન સાથે લગ્ન કરી લે તો જ મને શાંતિ મળશે.' આ ત્રણેય મેસેજ મુસ્કાનના છે, જે તેણે સાહિલને મોકલેલા. કારણ કે મુસ્કાનના સ્નેપચેટ એકાઉન્ટમાંથી મેરઠ પોલીસને 136 મેસેજ હાથ લાગ્યા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 'મુસ્કાને સાહિલની માતા અને બહેનના નામે ખોટાં એકાઉન્ટ બનાવેલા. આ એકાઉન્ટથી તે વારંવાર સાહિલને મેસેજ કરતી હતી. સાથે સાહિલ એક કર્મકાંડી છે એ મુસ્કાન જાણતા તે તેની માતાના આત્મા સાથે વાતચીત કરે છે. એનો ફાયદો ઉઠાવીને તે સાહિલને તેની માતાના નામના ખોટા એકાઉન્ટ પરથી મેસેજ પણ કરતી.

જ્યારે વકીલોએ સાહિલને માર માર્યો

સાહિલ-મુસ્કાનને ધરપકડ બાદ, મેડિકલ તપાસ બાદ બંનેને 19 માર્ચના રોજ મેરઠની જિલ્લા કોર્ટમાં રજૂ કરવાનાં હતાં, આથી પોલીસના મોટા કાફલા સાથે કોર્ટમાં એન્ટ્રી લેતા જ સાહિલ પર વકીલો તૂટી પડ્યાં. કારણ કે તેને કાંડ જ એવો કરેલો. જો કે પોલીસે માંડ-માંડ તેને વકીલોના મારથી બચાવ્યો. અંતે જજ સમક્ષ રજૂ કર્યા બાદ, બંનેને જિલ્લા જેલમાં ધકેલવામાં આવ્યાં અને હાલમાં, સાહિલ-મુસ્કાન બંને જેલમાં છે.

જેલમાં ડ્રગ્સ વિના તડપી રહેલા સાહિલ-મુસ્કાન

હાલમાં જે જેલમાં સાહિલ-મુસ્કાન કેદ છે ત્યાં તેઓ નશા વગર એવાં તડપતા કે અંતે તેમની માટે ડૉક્ટરોની ટીમ બોલાવાઇ, અને તેઓની નશામુક્તિ કેન્દ્રમાં સારવાર શરૂ કરાઇ. કારણ કે મળતી જાણકારી મુજબ, મુસ્કાન-સાહિલ રાત્રે બરાબર ઉંઘી પણ નથી શકતા, સાથે ખાવા-પીવાની પણ તેઓએ ના પાડી દીધેલી. આથી ડૉક્ટરો તેમની ચકાસણી પણ કરી રહ્યાં છે, સાથે ડ્રગ્સ વિડ્રોવલ સિન્ડ્રોમ્સનો સામનો કરવા દવા પણ આપી રહ્યાં છે. અંતે હવે જોવાનું એ રહ્યું કે આ કેસ કઇ દિશા તરફ જઇ રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Meerut Murder Case Muskan Rastogi મેરઠ હત્યાકાંડ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ