બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / ઘરથી 2400 કિલોમીટર દૂર મળી યુવતીની લાશ, કાચના ઝીણા ટુકડાઓથી પોલીસે ખોલ્યું મોતનું રહસ્ય

ક્રાઇમ સિક્રેટ્સ / ઘરથી 2400 કિલોમીટર દૂર મળી યુવતીની લાશ, કાચના ઝીણા ટુકડાઓથી પોલીસે ખોલ્યું મોતનું રહસ્ય

Dhruv Brahmbhatt

Last Updated: 10:08 AM, 7 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો બેગમાં કોઈ કિમતી સામાન હોય તો મારું કામ થઈ જાય. જો કપડા હોય તો એકાદ વર્ષ ટૂંકું થાય, એ આશાએ તેણે બેગ ફંફોસી, બેગની ચેન ખોલવાની કોશિશ કરી. પરંતુ બેગની ચેન જામ હતી, ખુલી નહીં. ઉતાવળા થઈને છોકરાએ નજીક પડેલા એક અણીદાર પત્થરથી બેગને ફાડી નાખી. જેવી બેગની અંદર નજર પડી તો, ચહેરા પરથી લોહી ઉડી ગયું અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

સવારના લગભગ 6 વાગ્યા હતા. સૂર્યના કિરણો હજી ધરતી પર પથરાયા નહોતા, ત્યારે જ ખભા પર સફેદ કોથળો લઈને, મેલાઘેલા કપડામાં પ્લાસ્ટિક વીણતા એક છોકરાની નજર એક બેગ પર પડી. તેની આંખોમાં લાલચની ચમક દેખાઈ. જો બેગમાં કોઈ કિમતી સામાન હોય તો મારું કામ થઈ જાય. જો કપડા હોય તો એકાદ વર્ષ ટૂંકું થાય, એ આશાએ તેણે બેગ ફંફોસી, બેગની ચેન ખોલવાની કોશિશ કરી. પરંતુ બેગની ચેન જામ હતી, ખુલી નહીં. ઉતાવળા થઈને છોકરાએ નજીક પડેલા એક અણીદાર પત્થરથી બેગને ફાડી નાખી. જેવી બેગની અંદર નજર પડી તો, ચહેરા પરથી લોહી ઉડી ગયું અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

આ પણ વાંચો: 67 વર્ષ પહેલા ભારતમાં થઈ હતી 'ભૂતની હત્યા'! છતાંય, આરોપી સાવ નિર્દોષ છૂટ્યો, ફિલ્મી ટ્વિસ્ટ જેવો ક્રાઈમ કેસ

હજી આકાશમાં અંધારું ઘેરાયેલું હતું, મોંસૂંઝણું પણ નહોતું થયું. બેંગ્લુરુના ચંદાપુર રેલવે બ્રિજની નીચે વાતાવરણ ઠંડું હતું. રેલવેના પાટા પરથી પસાર થતી ટ્રેનોનો અવાજ અને સવારના શાંત વાતાવરણની ચીરતી વ્હિસલના અવાજ વચ્ચે, બ્રિજ નીચે માહોલ થોડો રહસ્યમયી બની રહ્યો હતો. બ્રિજની નીચે એક ખૂણામાં કચરાના ઢગલા વચ્ચે, ગંદા પ્લાસ્ટિકથી ઘેરાયેલી એક વાદળી ટ્રોલી બેગ પડી હતી, જાણે તે અહીં બની ગયેલી કોઈ ખૌફનાક ઘટના તરફ ઈશારો આપી રહી હતી.

જેવી બેગની અંદર નજર પડી તો, ચહેરા પરથી લોહી ઉડી ગયું અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ. કચરો વીણનારો છોકરો ગડથોલું ખાઈને પડ્યો. કારણ કે બેગની અંદર એક યુવતીની લાશ હતી, શરીર એવી રીતે ઠૂંસેલું હતું, જાણે કોઈએ પરાણે આ છોકરીને બેગમાં ફિટ કરી હોય. તેનો ચહેરો એકદમ સ્વચ્છ હતો, આંખો બંધ હતી, હોઠ વાદળી પડી ગયા હતા અને ચહેરા પર હતી એક વિચિત્ર શાંતિ. આ લાશ જોઈને કચરો વીણતો છોકરો તો તરત ત્યાંથી રફુચક્કર જ થઈ ગયો.

જેવી બેગ ખોલી તો અંદરથી નીકળી યુવતીની લાશ

અડધો કલાક બાદ સૂર્યનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બ્રિજ નીચેનું દ્રશ્ય જોઈને પોલીસ પણ એકવાર તો ચોંકી ગઈ. વાદળી ટ્રોલી બેગ હજી પણ એવી જ પડી હતી, ઉપરનું કાપડ ફાટેલું હતું, અને તેમાંથી છોકરીની આંખો સ્પષ્ટ દેખાઈ રહી હતી. આસપાસ કાગડા ઉડી રહ્યા હતા અને હવામાં એક વિચિત્ર વાસ હતી - મોતની વાસ.

"સાચવીને ખોલજો બેગ" પોલીસ ઓફિસરે કરડા અવાજમાં પોતાના કોન્સ્ટેબલને આદેશ આપ્યો. બેગ આખી ચેક કરવામાં આવી, પણ તેમાં કશું જ નહોતું - ન કોઈ આઈડી કાર્ડ, ન ફોન, ન તો કોઈ સામાન. હતી માત્ર એક છોકરીની લાશ, જેના ચહેરા પર હજી પણ એક અધૂરો સવાલ હતો. પોલીસ અધિકારીએ પોતાના ફોરેન્સિક ઓફિસરને લાશના ફોટોઝ લેવા, પુરાવા ભેગા કરવા કહ્યું. "આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલો," તેમણે કહ્યું, તેના અવાજમાં ચિંતા હતી. "અને પેલા કચરો વીણનારા છોકરાને ભેગો પોલીસ સ્ટેશન લઈ લ્યો." એવો આદેશ આપી પોલીસ જીપમાં બેસી ઓફિસર આગળની તપાસ માટે રવાના થયા.

આ પણ વાંચો: ભારતની સૌથી સુરક્ષિત તિહાર જેલમાંથી 2-2 વાર ફરાર થઇ ચૂક્યો છે આ 'બિકિની કિલર'! અફઘાનિસ્તાન, ઈરાન, ગ્રીસમાં પણ કરી ચૂક્યો છે કાંડ

પહેલી નજરે તેમની શંકા પણ એ જ હતી કે બેગને ચાલુ ટ્રેને ફોંકવામાં આવી હશે. બેંગ્લુરુના ચંદાપુર રેલવે બ્રિજ પરથી તો દિવસ-રાત ટ્રેનો ચાલુ રહેતી હતી. પોલીસે પોતાની ટીમને રેલવે સ્ટેશનના રેકોર્ડ્ઝ ચેક કરવા કહ્યું. "ચેક કરો, આખી રાતમાં કઈ કઈ ટ્રેનો આ બ્રિજ પરથી પસાર થઈ હતી." પોલીસે પોતાના ઘોડા દોડાવ્યા, પણ કલાકોની મહેનત છતાંય કંઈ ખાસ હાથ ન લાગ્યું.

જેવી આ વાત બેંગ્લુરુના સ્થાનિક મીડિયા સુધી પહોંચી કે સમાચાર આગની જેમ ફેલાઈ ગયા, સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ. વાદળી ટ્રોલી બેગ અને તેમાંથી દેખાતો ચહેરો હવે બધે જ વાઈરલ હતો. જે પણ આ ફોટો જોતું, તેના રૂંવાડા કાંપી ઉઠતા- કોણ હતી આ યુવતી? તેનો ખૂની કોણ હતો? અને આ બેગ અહીં આવી કેવી રીતે?

અને ઘરથી 2400 કિમી દૂર મળી દિકરીની લાશ

બીજી તરફ લગભગ 2400 કિલોમીટર દૂર, બિહારના નવાદા જિલ્લાના હિસુઆ ગામમાં એક બીજી જ ઘટના લોકોને ચોંકાવી રહી હતી. હિસુઆ એક સાવ નાનકડું ગામ, જ્યાં શેરીઓની ઉડતી ધૂળ લોકોના ઘરમાં ઘૂસી જતી હતી, ઘરની બહાર બકરીઓ અવાજ કરતી હતી, તે આખું ગામ ઉદાસ હતું. 15 મેના રોજ 17 વર્ષની રિયા, નિર્મલદાસની પુત્રી અચાનક ગાયબ હતી. આ પહેલા ગામમાં ક્યારેય આવું થયું નહોતું. નિર્મલદાસે આખા ગામમાં પોતાની છોકરીને શોધી, ગામની એકેય શેરી બાકી ન રાખી. પણ રિયા ન મળી તે ન જ મળી. આખરે થાકીને, કંટાળીને તેણે પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી, જેમાં નામ આપ્યું - આશિકકુમાર. પાડોશી ગામનો એક પરીણિત યુવક, જે નોકરી કરતો હતો બેંગ્લોરમાં.

23 મેનો દિવસ, હિસુઆનો એક પોલીસ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યો હતો, અને અચાનક તેની આંગળીઓ અટકી ગઈ. તેણે એક ફોટો જોયો, વાદળી ટ્રોલી બેગ અને તેમાંથી દેખાતી યુવતીની લાશ. તરત જ તેના મગજની ઘંટડીઓ રણકી ઉઠી."આ તો રિયા જેવી લાગે છે." તેણે તરત જ પોતાના સીનિયર્સને જાણ કરી. હિસુઆ પોલીસે રાહ જોયા વગર બેંગ્લુરુની સૂર્યનગર પોલીસનો સંપર્ક કર્યો અને થોડાક કલાકોમાં એ સાબિત થયું કે બેગમાંથી મળેલી લાશ બિહારની રિયાની જ છે.

હિસુઆ પોલીસની એક ટીમ તરત જ બેંગ્લુરુ માટે રવાના થઈ. નિર્મલ દાસ, ઉદાસ અને ડરેલા ચહેરે પોતાની દીકરીને શોધવાની છેલ્લી આશા સાથે પોલીસની જોડે હતા. સરકારી હોસ્પિટલના ઠંડા, બેરહમ રૂમમાં, જ્યારે રિયાની લાશ તેમની સામે લાવવામાં આવી ત્યારે એક બાપ પોતાની જાતને રોકી ન શક્યો. "મારી દીકરી.."ની પોક મૂકીને નિર્મલદાસ હોસ્પિટલમાં જ રડવા લાગ્યો.

પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ તો આખી ઘટના વધારે ભયાનક બની ગઈ. રિયાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી, તેના ગળાનું હાડકું તૂટી ગયું હતું અને કોઈએ તેની છાતી પર બેસીને એકદમ ગુસ્સાથી તેનું ગળું દબાવ્યું હતું. પણ સૌથી મોટો સવાલ એ હતો કે હિસુઆ જેવા નાના ગામથી રિયા બેંગ્લુરુ પહોંચી કેવી રીતે?

આ પણ વાંચો:
પ્રવાહ પલટાયો! હવસ ઉપડતાં છોકરીઓએ કાબુ ગુમાવ્યો, કારમાં ખેંચીને છોકરા સાથે આચર્યો ગેંગરેપ, માણ્યું 'કામસુખ'

હવે આ આખા કેસની તપાસમાં બે રાજ્યની પોલીસ સાથે કામ કરી રહી હતી. હિસુઆ પોલીસે નિર્મલદાસની ફરિયાદને આધારે આશિકકુમારના ઘરે તપાસ આદરી. આશિક રજાઓમાં ગામ આવ્યો હતો, અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોલીસે જેવું ચૌદમું રતન ચખાડ્યું કે તરત જ પોપટની જેમ પટ પટ બોલવા લાગ્યો. બીજી તરફ બેંગ્લુરુ પોલીસે આશિકના મિત્રો અને બેંગ્લુરુમાં રહેતા તેના ફોઈ-ફૂઆની ધરપકડ કરી. હવે કુલ સાત લોકો લોકઅપમાં હતા.

પૂછપરછનો નવો રાઉન્ડ શરૂ થયો. જેલના સળિયા પાછળ, પીળી લાઈટના આછા પ્રકાશે આશિકે પોતાનો ગુનો કબૂલી લીધો. તેની કબૂલાત પ્રમાણે લગભગ ત્રણ વર્ષ પહેલા આશિક નોકરી માટે બેંગ્લુરુ આવ્યો હતો. જ્યાં તેના ફૂઆએ તેને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી અપાવી હતી. આશિક ફોઈ-ફુઆ સાથે જ રહેતો. એમાંય રિયાને તે પહેલેથી જ ઓળખતો. મે મહિનામાં જ્યારે તે રજાઓમાં ગામમાં આવ્યો, તો રિયાને ફોસલાવીને બેંગ્લોર જવા તૈયાર કરી લીધી. 15 મેના રોજ તે રિયાને હિસુઆથી લઈને ગયા રેલવે સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી ટ્રેન લઈને કોલકાતા અને પછી કોલકાતાથી બેંગ્લુરુ પહોંચ્યો. લગભગ 2400 કિલોમીટરની મુસાફરી કરી.

રિયાને જમીન પર પછાડીને ગળું દબાવી દીધું

20 મેની એક સવાર. બેંગ્લુરુમાં આશિકના ફોઈ-ફુઆ કામથી બહાર ગયા હતા. ઘરમાં માત્ર આશિક અને રિયા હતા. કોઈ બાબતે બંનેનો ઝઘડો થયો, અને ઝઘડો એટલો વધ્યો કે ભાન ભૂલેલા આશિકે ગુસ્સામાં રિયાનું ગળું દબાવી દીધું. રિયાને જમીન પર પછાડી અને છાતી પર ચડી ગઈને ગળું દબાવી દીધું. થોડીવાર રહીને તેને ભાન આવ્યું કે રિયા તો મરી ગઈ છે. આશિક ફફડી ઉઠ્યો. તેણે પોતાના મિત્રોને બહાનું કરીને ઘરે બોલાવ્યા.

આખી ઘટનાથી અજાણ આશિકના મિત્રો જ્યારે ઘેર પહોંચ્યા તો લાશ જોઈને તેમના હોશ ઉડી ગયા. પણ આશિકે તેમને ધમકાવ્યા કે પોલીસને તેમણે રિયાએ આત્મહત્યા કરી છે, એવું જ કહેવાનું છે. આશિકના મિત્રો ડરી ગયા, અને તેની વાત માની લીધી. આત્મહત્યાની વાત સાચી સાબિત કરવા માટે તેમણે બારીનો કાચ તોડી નાખ્યો, જેથી પોલીસને એવું લાગે કે ચારેય પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, અને તેમણે કાચ તોડીને દરવાજો ખોલ્યો. પણ અહીં તેમણે એક ભૂલ કરી. બારીનો કાચ અંદરથી તોડ્યો, એટલે કાચના ટુકડા ઘરની બહાર પડ્યા. જે બાદમાં આખા કેસમાં સૌથી મહત્વના પુરાવા બન્યા.

સાંજે જ્યારે આશિકના ફોઈ-ફુઆ ઘરે પાછા ફર્યા, તો આશિકે તેમને પણ ધમકાવ્યા. આશિકના ડરેલા ફૂઆએ લાશનો નિકાલ કરવા કહ્યું. આશિક અને તેના મિત્રોએ લાશને એ જ વાદળી બેગમાં ઠૂંસી દીધી. આશિકના ફૂઆએ કેબ બૂક કરી. રાત્રે અંધારામાં, આશિક અને તેના મિત્રો બેગને કેબમાં નાખી ચંદાપુરા રેલવે બ્રિજ પાસે પહોંચ્યા. કેબ ડ્રાઈવરને શંકા તો થઈ, પણ તે ચૂપચાપ પૈસા લઈને ચાલ્યો ગયો. બરાબર તક જોઈને આશિક અને તેના મિત્રોએ બેગને નીચે ફેંકી દીધી.

એક પરિણીત પુરુષ સાથેના સંબંધો રાખવાની રિયાની ભૂલ તેને મોત સુધી લઈ ગઈ. લગ્નેત્તર સંબંધો કદાચ આપણા સમાજની એક એવી રિયાલિટી છે, જેના વિશે આપણે જાણવા છતાંય અજાણ રહીએ છીએ. બીજી તરફ આ કેસ બે રાજ્યોની પોલીસે કેવી રીતે સાથે મળીને કામ કર્યું, તેના માટે પણ ઉદાહરણરૂપ બન્યું. હિસુઆના એક નાનકડા ગામથી નીકળેલી રિયાની જીવન સફર એક વાદળી બેગમાં પૂરી થઈ.

પરંતુ નિર્મલ દાસ માટે આ માત્ર એક ઘટના નહોતી, માત્ર દિકરીનું મૃત્યું નહોતું થયું, એક પિતાનું પણ મોત થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandapura railway bridge Nawada Riya Murder Case Bengaluru railway track
Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ