બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 45ની શ્વેતા તિવારીએ તોડી નાખી સારી હદ પાર, 25ની જવાન છોકરીની જેમ થઈ તૈયાર

સ્ટાઇલિશ લુક / 45ની શ્વેતા તિવારીએ તોડી નાખી સારી હદ પાર, 25ની જવાન છોકરીની જેમ થઈ તૈયાર

Bijal Vyas

Last Updated: 04:25 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્વેતા તિવારી સ્ટાઇલ બાબતે ક્યારેય પાછળ રહેતી નથી. તે વધતી ઉંમરની સાથે ખુદને ફિટ રાખવાનું શરુ કરી દીધુ અને લુક્સની સાથે એક્સપેરિમેન્ટ કરવા લાગી છે.

શ્વેતા તિવારી સ્ટાઇલ બાબતે ક્યારેય પાછળ રહેતી નથી. તે વધતી ઉંમરની સાથે ખુદને ફિટ રાખવાનું શરુ કરી દીધુ અને લુક્સની સાથે એક્સપેરિમેન્ટ કરવા લાગી છે. હંમેશા તે પોતાની નવી ફોટોઝ અપલોડ કરીને ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે. હવે અવારનવાર તેના ગ્લેમર લુક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ક્યારેક તે સ્કર્ટમાં જોવા મળે છે તો ક્યારેક બિકની કે શોર્ટ્સમાં કહેર ઢાળે છે. શ્વેતાની લેટેસ્ટ તસ્વીરની વાત કરીએ તો કાતિલ અદાઓથી બધી હદ તોડી નાંખી પણ લોકોના મન જીતી લીધા છે.

હકીકતમાં 45 વર્ષની શ્વેતાએ સ્કર્ટ પહેરીને પોતાનો ફોટોશૂટ કરાવ્યો છે. જેની આગળ કટવાળી ડિઝાઇન, મોતીઓ લગાવીને સ્ટાઇલિશ બનાવી છે. જેમાં તેની અદાઓ અને જે રીતે તેણે પોતાની જાતને કેરી કરી છે તે જોઇને લાગે છે કે જાણે તે 25 વર્ષની છોકરી દેખાઇ રહી છે.

લોંગ સ્કર્ટ અને ટોપમાં શ્વેતા છવાઇ

શ્વેતા અહીં લાઇલેક રંગના લાંબા સ્કર્ટ અને ટોપમાં જોવા મળી રહી છે. હંમેશાની જેમ, તેને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ જોડી વિક્ટર અને સોહેલે શાનદાર સ્ટાઇલ આપી હતી. આ માટે, તેણે વિક્ટર રોબિન્સન લેબલમાંથી એક આઉટફિટ પસંદ કર્યો અને તેમાં તેણે પોતાના જલવા બતાવ્યા. જ્યારે કોઈ ભવ્ય પોશાક નહોતા, ત્યારે શ્વેતાની સ્ટાઇલ છવાઇ ગઇ છે.

મોતીઓથી સજેલ છે આઉટફિટ

શ્વેતાનો સ્કર્ટ અને ટોપ સાટિન ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે, જેના પર નેટ ફેબ્રિક અટેચ કરેલુ છે. સફેદ મોતી અને સિક્વિન સ્ટોનથી એક સુંદર ડિઝાઇન બનાવેલી છે. જ્યાં નાના મોતી જાળીદાર પેટર્ન બનાવે છે,તેથી, થોડા મોટા મોતીનો ઉપયોગ બે લાઇનોમાં કર્યો છે, એક વાર એક જ મોતીની લાઇન સાથે, અને પછી ત્રણ લેયર સાથે, એક વિશાળ પેટર્ન બનાવી. આનાથી લુકમાં ડ્રામા એડ થયુ પણ ડિઝાઇન પણ ખૂબ જ એલિગન્ટ બની, જેને શ્વેતાએ ગ્રેસ સાથે કેરી કરી.

ગ્લેમ કોશેંટ વધારી ગયુ સ્લિટ કટ

શ્વેતાની સ્કર્ટને પેંન્સિલ સ્કર્ટની જેવી બનાવવામાં આવી છે, થાઇ-હાઇ સ્લિટ કટ જોઇને ગ્લેમ કોશેંટમાં વધારો થાય છે, સાથે ટોપમાં ફુલ સ્લીવ્સ રાખવામાં આવી છે. જેની પરણ વર્ક કરવામાં આવ્યુ છે. આ ડ્રેસની ફિટિંગને થોડુ લુઝ રાખવામાં આવ્યુ છે જે હેડ મૂવમેંટને સરળ બનાવે છે. ફોટોઝમાં શ્વેતાના ફ્લોન્ટ થતા એબ્સ તો વધતી ઉંમરમાં ફેશનની સાથે ફિટનેસ ગોલ્સ પણ બાવે છે.

મિનમલ જ્વેલરી

શ્વેતાએ સ્કર્ટ ટોપમાં એટલા બધા મોતી લાગેલા છે કે જેથી તેણે પોતાની જ્વેલરીમાં કઇ વધારે ટ્રાય કર્યુ નથી. તેણે ગળામાં ટ્રાયંગલ પીસ કટવાળો ચોકર પહેર્યો છે, જે નેક એરિયાને કોમ્પ્લિમેન્ટ આપે છે. સિલ્વર હિલ્સની સાથે ફાઇનલ ટચ આપ્યો છે.

પરફેક્ટ મેકઅપથી બન્યો લુક પરફેક્ટ

આમ તો શ્વેતા દરેક ડ્રેસ, સાડી, સૂટ કે બિકની દરેકમાં ક્લાસી લાગે છે. શ્વેતાએ સટલ મેકઅપ અને ગ્લોસી પિંકિશ ટોન લિપસ્ટિકની સાથે પેયર કરવા પર અંદાજ તેના ફીચર્સ નિખાર આપી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

high slit cut skirt shweta tiwari fashion
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ