ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Politics / બોલિવૂડ / sharad pawar speaks on the kashmir files film

કશ્મીર ફાઇલ્સ / આવી ફિલ્મોને મંજૂરી જ ન મળવી જોઈએ, ત્યારે તો ભાજપ સમર્થિત સરકાર હતી...જુઓ કયા નેતા બોલ્યા આવું

Published By: Jaydeep Shah

Last Updated: 09:55 AM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' પર શરદ પવારે પણ મોટું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે આ પ્રકારની ફિલ્મને સ્ક્ર્નીંગ માટે મંજૂરી જ ન મળવી જોઈએ.

ADVERTISEMENT

  • ધ કશ્મીર ફાઈલ્સ પર બોલ્યા શરદ પવાર 
  • આ પ્રકારની ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ - પવાર 
  • કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા

ધ કશ્મીર ફાઈલ્સ પર બોલ્યા શરદ પવાર 

બોલિવુડ ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ને લઈને તણાવ કાયમ છે. હવે NCPનાં પ્રમુખ શરદ પવારે પણ ફિલ્મને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારની ફિલ્મને સ્ક્રીનીંગ માટે પાસ ન કરવી જોઈએ. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કશ્મીરી પંડિતોના નરસંહારને દર્શાવે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NCP  દિલ્લીનાં અલ્પસંખ્યક વિભાગનાં એક કાર્યક્રમમાં પવારે કહ્યું કે આવી ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ. જે લોકો દેશને એકજૂટ રાખવા માટે જવાબદાર છે, તેઓ લોકોને આ ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, જે લોકોમાં ગુસ્સો ભડકાવે છે. 

આ પ્રકારની ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ - પવાર 

તેમણે આગળ કહ્યું કે કશ્મીરી પંડિતોએ કશ્મીરથી ભાગવું પડ્યું હતું, પરંતુ મુસ્લિમોને પણ આ જ પ્રકારે નિશાનો બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં આતંકી સમૂહ કશ્મીરી પંડિતો અને મુસ્લિમો પર હુમલા માટે જવાબદાર હતા. 

તેઓ કહે છે કે જો નરેન્દ્ર મોદીની સરકાર હકીકતે કશ્મીરી પંડિતોની ચિંતા કરે છે, તો તેમણે તેમના પુનરોત્થાન માટે પ્રયત્નો કરવા જોઈએ, અલ્પસંખ્યકો વચ્ચે ગુસ્સો ન ફેલાવવો જોઈએ. પવારે આ દરમિયાન કશ્મીર મુદ્દામાં જવાહર લાલ નહેરુનું નામ વચ્ચે લાવવાને લઈને પણ ભાજપા પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા. 

કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા

તેમણે કહ્યું કે વીપી સિંહ સરકારને ભાજપનું સમર્થન હતું. મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહમંત્રી હતા અને જગમોહન જમ્મૂ અને કશ્મીરનાં રાજ્યપાલ હતા. ત્યાર બાદ તેઓ ભાજપ ઉમેદવાર તરીકે દિલ્લીથી લોકસભા ચુનાવ લડ્યા. રાકંપા સુપ્રીમોએ કહ્યું કે સમકાલીન મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાહે જગમોહન સાથે મનમોટાવને કારણે રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલે ઘાટીથી કશ્મીરી પંડિતોને જવામાં મદદ કરી હતી. 

કોંગ્રેસ પણ આ ફિલ્મને લઈને સરકાર પર નિશાનો સાધી રહી છે. પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યા છે કે સરકાર આ ફિલ્મના માધ્યમથી સમાજમાં ઘૃણા ફેલાવવાની કોશિશ કરી રહી છે. 

ફિલ્મ જીતી રહી છે દર્શકોનાં દિલ 
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News NCP કોંગ્રેસ ધ કશ્મીર ફાઈલ્સ ભાજપ the kashmir files

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ