ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Sensex settles above 63,000-level for first time; Nifty ends at fresh all-time peak of 18,758.35 points
ADVERTISEMENT
ADVERTISEMENT
બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે ફરી ઈતિહાસ રચી દીધો છે. બીએસઇ સેન્સેક્સે પ્રથમ વખત 63,000ની વિક્રમી સપાટી વટાવી હતી. એનએસઈનો નિફ્ટી પણ 19 હજાર તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
દેશી-વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સમાં ભારે ઉછાળો
શેર બજારમાં દેશી- વિદેશી રોકાણકારોની જબરદસ્ત ખરીદીને કારણે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અને આજના કારોબારના અંતે સેન્સેક્સ 418 પોઈન્ટના ઉછાળા સાથે 63,100ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. તો નિફ્ટી 140 પોઇન્ટના વધારા સાથે 18,758 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
ADVERTISEMENT
Sensex settles above 63,000-level for first time; Nifty ends at fresh all-time peak of 18,758.35 points
— Press Trust of India (@PTI_News) November 30, 2022
ADVERTISEMENT
સતત પાંચમી વાર શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યું
તાજેતરના સમયમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ સર કરી રહ્યું છે. આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જેમાં ભારતીય બજાર નવી ઊંચાઈએ પહોંચ્યું છે.
તમામ સેક્ટરના શેરમાં જોરદાર ખરીદી
બુધવારે તમામ સેક્ટરના શેરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો છે. કિરીટ પરીખ સમિતિની ભલામણોની અસર ગેસ કંપનીઓના શેર પર જોવા મળી છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો વધ્યા હતા અને 7 શેર ઘટીને બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર વધ્યા અને માત્ર 8 શેર લાલ નિશાનમાં બંધ થયા. બીએસઇ સેન્સેક્સ પર 3602 શેર ટ્રેડ થયા હતા, તેમાંથી 2070 શેરમાં વધારો થયો છે અને 1429 શેર ઘટીને બંધ થયા છે.
ADVERTISEMENT
કયા શેર શેરબજારને ઐતિહાસિક સ્તરે લઈ ગયા
બજારને ઐતિહાસિક સ્તર પર લઈ જવામાં સામેલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.16 ટકા, પાવર ગ્રિડ 2.14 ટકા, એચયુએલ 1.78 ટકા, ભારતી એરટેલ 1.71 ટકા, ટાઇટન કંપની 1.59 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.51 ટકા અને ટાટા સ્ટીલ 1.51 ટકા વધીને બંધ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ