ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Sensex, Nifty Surge Over 1% To Close At A New Record High

સ્ટોક માર્કેટ / સેન્સેક્સમાં 'હાઈ ટાઈડ', ઐતિહાસિક રેકોર્ડ સર્જાતા પહેલી વાર વટાવી 62,000ની સપાટી, રોકાણકારો ગેલમાં

Published By: Hiralal

Last Updated: 04:17 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારના ઈતિહાસમાં પહેલી વાર સેન્સેક્સે 62,000ની સપાટી હતી.

ADVERTISEMENT

  • શેરબજાર માટે ગુરુવાર બન્યો મંગળ
  • સેન્સેક્સનો ઐતિહાસિક રેકોર્ડ
  • પહેલી વાર વટાવી 62,000ની સપાટી 
  • નિફ્ટીએ પણ રચ્યો ઈતિહાસ 

ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ ભારે મંગળકારી રહ્યો છે. શેરબજારના ઈતિહાસમાં ગુરુવારે સેન્સેક્સમાં ભારે ભરતી જોવા મળી હતી અને પહેલી વારે તેણે 62,000ની સપાટી વટાવી હતી. 

બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં ભારે તેજી 
બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં શાનદાર ખરીદીને કારણે બીએસઈ સેન્સેક્સ ઐતિહાસિક રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો છે. ભારતીય શેરબજારના ઇતિહાસમાં પહેલીવાર સેન્સેક્સ 62000ની ઉપર બંધ થયો છે. તો આજના કારોબારી સત્રમાં બેન્કિંગ શેરોમાં શાનદાર વધારાને કારણે બેન્ક નિફ્ટી પણ ઐતિહાસિક રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો છે. 

ગુરુવારે 762 પોઈન્ટના ઉછાળા સાથે  62,272 પર બંધ 
ગુરૂવારના કારોબારના અંતે મુંબઈ શેરબજારનો સેંસેક્સ 762 અંકના વધારા સાથે 62,272 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216 અંકના ઉછાળા સાથે 18484 પર બંધ થયો હતો.

નિફ્ટી પહેલીવાર 43075 ના સ્તર પર બંધ 
નિફટીએ પણ ઈતિહાસ રચ્યો છે. નિફ્ટી પહેલીવાર 43000ને પાર કરીને 43075 ના સ્તર પર બંધ થયો છે. આઈટી શેરોમાં શાનદાર વધારાને કારણે નિફ્ટી આઈટી 773 પોઈન્ટના ઉછાળા સાથે 30,178 પોઈન્ટ પર બંધ થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શૅર વધારા સાથે બંધ થયા છે, જ્યારે માત્ર 7 શૅરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સેન્સેક્સના 30માંથી 26 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે ચાર લાલ નિશાનમાં બંધ થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Sensex today Stock Market India sensex news sensex nifty સેન્સેક્સ સ્ટોક માર્કેટ ઈન ઈન્ડીયા Sensex

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ