ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / પ્રવાસ / See how Rambagh Palace looks like from inside Where a night's rent is Rs.10 lakh, Maharajas once lived

Video / જુઓ અંદરથી કેવું દેખાય છે રામબાગ પેલેસ જ્યાં એક નાઈટનું ભાડું છે રૂ.10 લાખ, એક સમયે રહેતા હતા મહારાજાઓ

Published By: Megha

Last Updated: 05:31 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને જયપુરના એ હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જયપુરની શાન કહેવાય છે.

ADVERTISEMENT

  • આ સુંદર મહેલ એક સમયે જયપુરના રાજાનું નિવાસ સ્થાન હતું
  • સવાઇ માન સિંહે આ મહેલને આલીશાન હોટલ બનાવી દીધી હતી
  • અઢી લાખથી કરીને દસ લાખ સુધી છે રૂમનું ભાડું 

રાજસ્થાનની રાજધાની જયપુરની સુંદરતા દુનિયાભરમાં ફેમસ છે. ત્યાં ફરવા માટે અઢળક ઐતિહાસિક સ્થળો છે. જ્યાં આખું વર્ષ પર્યટકોની ભીડ રહે છે. પણ આજે અમે તમને જયપુરના એ હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જયપુરની શાન કહેવાય છે.

અમે વાત કરીએ છીએ આલીશાન રામબાગ પેલેસની, જે સુંદર મહેલોમાંથી એક છે. તમને જણાવી દઈએ કે પ્રતિષ્ઠિત ટ્રાવેલ પ્લસ લેઝર ઈન્ડિયાઝ બેસ્ટ એવોર્ડ્સ 2021માં તેને બેસ્ટ લક્ઝરી હોટેલનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ મેગેઝીનના રીડરના વોટના આધારે મળે છે. ચાલો જોઈએ શું છે આ હોટેલની ખાસિયત... 

જો કે આ સુંદર મહેલ એક સમયે જયપુરના રાજાનું નિવાસ સ્થાન હતું. જેને વર્ષ 1835 માં બનાવવામાં આવ્યું હતું. એ પછી વર્ષ 1925 માં રામબાગ પેલેસ જયપુરના રાજાનું પ્રમનેન્ટ નિવાસસ્થાન બની ગયું હતું. 

એ પછી વર્ષ 1957માં મહારાજ સવાઇ માન સિંહે આ મહેલને આલીશાન હોટલ બનાવી દીધી હતી. આ મહેલ 47 એકરમાં ફેલાયેલ છે. જેમાં ઘણા આલીશાન સ્યુટ્સ, માર્બલનો કોરિડોર, હવાદાર બાલ્કની અને રાજાશાહી બગીચાઓ છે. 

જો હોટેલના ભાડાની વાત કરીએ તો ત્યાં અલગ અલગ રૂપમાં અલગ અલગ ભાડા છે. જેની શરૂઆત અઢી લાખથી કરીને 10 લાખ સુધી છે. રૂમમાં એક રોયલ ડાઈનિંગ રૂપ અને એક માસ્ટર બેડરૂમ સાથે ડ્રેસિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. 

હોટલમાં એક મોટો સ્વિમિંગ પુલ પણ છે. સાથે જ જેમના શોખીન લોકો માટે ત્યાં પોલો ગોલ્ફ, જીવા ગ્રાન્ડ સ્પા, જકુજી, ઇન્ડોર, આઉટડોર સ્વિમિંગ, વોકિંગ ટ્રેલ, ફિટનેસ હબ અને યોગા મંડપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rambagh Palace જયપુર રાજસ્થાન રામબાગ પેલેસ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ