ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / secrets of jagannath puri no plane or bird can fly over this temple flag flutters against wind

રથયાત્રા 2023 / એક માત્ર એવું મંદિર કે જેની ઉપરથી નહીં પક્ષી કે નહીં વિમાન ઉડતું, ધજા પણ લહેરાય છે પવનની વિરૂદ્ધ, જાણો રહસ્ય

Published By: Malay

Last Updated: 01:20 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rathyatra 2023: જગન્નાથપુરી મંદિરનો મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે આ મંદિરની ઉપરથી કોઈ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી. આ ઉપરાંત આ મંદિરની ધજા પણ હવાથી વિપરીત લહેરાય છે.

ADVERTISEMENT

 

  • પુરીમાં ભગવાન જગન્નાથનું પાવન ધામ
  • જગન્નાથ મંદિર સાથે જોડાયેલા છે કેટલાક રહસ્ય
  • હવાની વિપરીત દિશામાં લહેરાય છે ધજા

જગન્નાથ પુરી ચાર ધામમાંથી એક છે. આ હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે. અહીંયા આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. જાણીએ જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલા આશ્ચર્યજનક તથ્યો તથા અદ્ભૂત ચમત્કાર વિશે.

Caption

મંદિરની ઉપરથી નથી ઉડી શકતું કોઈ પણ વિમાન
જગન્નાથ પુરી મંદિર વિશે માન્યતા છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી રાખે છે. ગરુડને પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. એવામાં અન્ય પક્ષી આ મંદિરની ઉપરથી ઉડતાં નથી. આ ઉપરાંત જગન્નાથ પુરી મંદિરના ઉપરી હિસ્સામાં આઠ ધાતુઓથી બનેલ એક ચક્ર લાગેલું હોય છે જેને નીલચક્ર કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ચક્ર મંદિરની ઉપરથી ઉડવા વાળા હવાઈ જહાજોમાં રુકાવટ પેદા કરે છે. એટલા માટે આ મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી.

હવાની વિપરીત દિશામાં લહેરાય છે ધજા
સામાન્ય રીતે કોઈ પણ ધજા હવાને અનુકુળ લહેરાતી હોય છે, પરંતુ આ મંદિરનાં શીર્ષ પર લાગેલી ધજા હવાની વિપરીત દિશામાં લહેરાય છે. ધજાના આ રહસ્યોને લઈને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. 

Secrets of Jagannath Puri No plane or bird can fly over this temple flag flutters against wind

મંદિરનો પ્રવેશ દ્વાર છે અદ્ભુત
જગન્નાથ પુરી મંદિરમાં ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવાય છે. કહેવાય છે કે આ દ્વારથી મંદિરના પ્રવેશ દ્વાર પર સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ લહેરોનો અવાજ સંભળાવવાનું બંધ થઇ જાય છે.

પ્રસાદ બનાવવાની છે અનોખી પરંપરા 
ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવા માટે મંદિરના રસોડામાં 7 વાસણને ઉપરા-ઉપરી રાખવામાં આવે છે. સૌથી ઉપરના ભાગે રાખવામાં આવેલ વાસણમાં રહેલ પકવાન પહેલા રંધાય છે ત્યારબાદ અન્ય વાસણોમાં રહેલ પ્રસાદ રંધાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Puri RathYatra 2023 જગન્નાથ પુરી જગન્નાથ મંદિર રથયાત્રા 2023 RathYatra 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ