ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Second Hand Used Cheapest Maruti Swift Dzire To WagonR Selling Online Truevalue

ઓટો / Maruti Altoથી પણ અડધી કિંમતમાં કંપની વેચી રહી છે Dzire અને WagonR, કિંમત 1.40 લાખથી શરૂ

Published By: Noor

Last Updated: 06:38 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ કાર ખરીદવાનું સપનું જુએ છે, પરંતુ બજેટ પ્રોબ્લેમ હોવાથી સામાન્ય વ્યક્તિનું આ સપનું સાકાર થઈ શકતું નથી. જો તમે પણ કાર ખરીદવા માગો છો તો એકદમ ઓછી કિંમતમાં કાર ખરીદી શકો છો. મારૂતિ સુઝુકી માત્ર નવી કારનું જ વેચાણ નથી કરતી પરંતુ TrueValueની મદદથી જૂની કારનું પણ વેચાણ કરે છે. અત્યારે Truevalueની ઓફિશિયલ વેબસાઈટ પર Dzire અને Wagon R જેવી કારનું વેચાણ કરી રહી છે. આ કારોની શરૂઆતી કિંમત માત્ર 1.40 લાખ રૂપિયા છે.

ADVERTISEMENT

Maruti Swift Dzire

મારૂતિની બેસ્ટ સેલિંગ સિડાન કાર ડિઝાયરનું પેટ્રોલ વર્ઝનનું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ આ વેબસાઈટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. TrueValueની ઓફિશિયલ વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર આ કાર 2016નું મોડલ છે અને 1,50,232 કિમી ચાલી ચૂકી છે. તેને તેના પહેલા માલિક દ્વારા વેચવામાં આવી રહી છે. આ કારની કિંમત માત્ર 2.30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

Maruti Eeco

કંપનીની પોપ્યુલર ઈકો વાન કાર પર વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર 5 સીટવાળી આ કાર 2016નું મોડલ છે અને 61,982 કિમી ચાલી ચૂકી છે. આ કાર તેના પહેલાં માલિક દ્વારા વેચવામાં આવી રહી છે. આ કારની સાથે કંપની એક વર્ષની વોરંટી અને 3 ફ્રી સર્વિસ પણ આપી રહી છે. આ કારની કિંમત માત્ર 2.99 લાખ રૂપિયા છે. 

Maruti Wagon R

આ લિસ્ટમાં સૌથી સસ્તી કાર છે. Maruti Wagon R દેશની બેસ્ટ સેલિંગ કારમાંની એક છે. વેબસાઈટ પરની જાણકારી અનુસાર આ કાર 2010ના મોડલની છે. તેને તેના પહેલા માલિક દ્વારા વેચવામાં આવી રહી છે. આ કાર હાલ સુધી 85,000 કિલોમીટર સુધી ચાલી છે. આ કારની કિંમત 1.40 લાખ રૂપિયા છે. 

નોટઃ અહીં કારની જે વેલ્યૂ આપવામાં આવી છે તે Truevalueની અધિકૃત સાઈટ પરની જાણકારી અનુસાર આપવામાં આવી છે. જૂના વાહન ખરીદતાં પહેલાં કારની કંડીશન અને દસ્તાવેજને વિશે જાણકારી લેવી જરૂરી રહે છે. આ દરેક કાર દિલ્હીમાં વેચાણ માટે મળી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto News Best offer Maruti Suzuki Sale Second Hand Swift Truevalue Wagon R cheapest rate Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ