બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતી ઉદ્યોગપતિ પાસે 12 હજાર કરોડની સંપત્તિ, છતાં દીકરો 180 રૂપિયાની મજૂરી કરવા મજબૂર, કારણ જાણી કહેશો 'વાહ'

જાણો / ગુજરાતી ઉદ્યોગપતિ પાસે 12 હજાર કરોડની સંપત્તિ, છતાં દીકરો 180 રૂપિયાની મજૂરી કરવા મજબૂર, કારણ જાણી કહેશો 'વાહ'

Jinal Chauhan

Last Updated: 02:28 PM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરાના વેપારી સવજી ધોળકિયા, ધનજી હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચેરમેન છે. તેમની કુલ સંપત્તિ ₹12,000 કરોડથી વધુ છે, પરંતુ તેમણે તેમના દિકરાઓને સેલ્સમેન અને વેઇટર તરીકે કામ કરવા દબાણ કર્યું છે.

જો બેંકના ખાતામાં છ હજાર કરોડ રૂપિયા પડ્યો હોય તો ભાગ્યે જ કોઈ એવું હશે જે હોટલમાં ટેબલ સાફ કરવાથી માંડીને સેલ્સમેન જેવી નોકરી કરશે. તમને વિશ્વાસ નહીં થાય પણ આ વાત એકદમ સાચી છે. સુરતના ડાયમંડ કિંગના નામે જાણીતા સવજી ધોળકીયા જે દર વર્ષે દિવાળી ગિફ્ટને લઈને ચર્ચામાં રહે છે આજે તે તેમની શિખામણને લઈને પણ ચર્ચામાં છે.

કંપનીના કર્મચારીઓને દિવાળીમાં ક્યારેક કાર તો ક્યારેક ફ્લેટ ગિફ્ટ કરનારા સવજી ધોળકિયા સુરતના જાણીતા વેપારીઓમાંથી એક છે. હીરાનો વેપાર કરનારા સવજી ધોળકિયા ધનજી હરિકૃષ્ણા એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન છે. તેમની સંપત્તિ 12 હજાર કરોડથી વધુ છે, પણ તેમ છતા તેમણે દીકરાઓ પાસે સેલ્સમેન અને વેઈટર જેવી નોકરી કરાવડાવી છે.

shibani dandekar (79)

વર્ષ 1962માં અમરેલી જિલ્લાના દુધલા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા સવજી ધોળકિયાએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મુશ્કેલીનો સામનો કરીને તેમણે 1992માં ત્રણ ભાઈઓ સાથે મળીને હરિ કૃષ્ણા એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમીટેડની શરૂઆત કરી હતી. આજે તેમની કંપનીમાં 6500થી વધુ કર્મચારી છે. ખાસ વાત તો એ છે કે દર વર્ષે દિવાળીના અવસરે ગિફ્ટને લઈને ચર્ચામાં રહે છે.તેમણે બાળકોને સામાન્ય માણસનું જીવન જીવતા શિખવ્યું છે.

બાળકોની પૈસાની કિંમત થાય એ માટે સવજી ધોળકિયાએ એક અલગ પરપંરાની શરૂઆત કરી છે. બાળકોને ભણાવ્યા ગણાવ્યા પણ તેમને જીવવનું સાચુ મૂલ્ય શિખવવા માટે સામાન્ય લોકો જેવું જીવન જીવવાની પણ શરત રાથી. તેમણે દિકરા દ્રવ્ય ધોળકિયાને વેઈટર અને સેલ્સમેન નોકરી કરવા મોકલ્યો. લંડનથી ડિગ્રી લઈને આવ્યા પછી તેમને પોતાની કંપનીમાં નોકરી આપવાની જગ્યાએ વેઈટર અને સેલ્સમેન જેવી નોકરી કરવા માટે કહ્યું.

shibani dandekar (80)

દ્રવ્ય ધોળકિયાએ ક્યારે ચંપલની દુકાનમાં તો ક્યારે મેકડોનાલ્ડ્સના આઉટલેટ પર કામ કર્યું. પિતાએ શરત મૂકી હતી કે મહિનામાં ચાર નોકરી બદલવાની છે. કરોડોની દૌલતનો ઉત્તરાધિકારી રસ્તા પર રહેવા મજબૂર બન્યો હતો, લોકો પાસે કામ માંગવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ 'ભારતમાં એક દિવસ પણ ગાઝામાં રોજ દિવાળી..' બૉલીવુડ ડાયરેક્ટરની પોસ્ટથી સોશિયલ મીડિયામાં હંગામો

દરરોજ 180 રૂપિયા કમાવા માટે ઘણા પડકારનો સામનો કરવો પડ્યો હતો. કોઈની પાસે ખાવાના પણ પૈસા માંગવા પડતા હતા. એવી સ્થિતિ થઈ ગઈ હતી કે દ્રવ્ય ધોળકિયા પાસે 40 રૂપિયા જમવાના પણ નહોતા.

સંકળાયેલા મુદ્દાઓ

Hari Krishna Exports diamond businessman Savji Dholakia
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ