ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / Saturn, Jupiter and Surya these three planets are in their own sign are benefited to these people
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું પરિભ્રમણ ઘણુ મહત્વ ધરાવે છે. કયો ગ્રહ કઇ રાશિમાં પરિવર્તન કરે છે તે પ્રમાણે ફળ મળે છે. અને જ્યારે ગ્રહો પોતાની સ્વરાશિમાં હોય ત્યારે તો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ત્યારે વાત કરીએ નવ ગ્રહોમાં મુખ્ય એવા શનિ અને સૂર્યની. હાલમાં આ બંને ગ્રહો પોતાની રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ ઉપરાંત ગુરુ ગ્રહ પણ સ્વરાશિમાં પહોંચ્યો છે. જે ઘણી રાશિઓ પર સારી અસર કરે છે. ત્યારે આ સમયે સૂર્ય સિંહ રાશિમાં છે અને શનિ મકર રાશિમાં અને ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આ ગ્રહોની કઇ રાશિ પર સારી અસર થશે.
.jpg)
ADVERTISEMENT
શનિ ગ્રહ હાલ કઇ સ્થિતિમાં ?
જો શનિ ગ્રહની વાત કરીએ તો 12 જુલાઈથી શનિ મકર રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં બેઠો છે. 23 ઓક્ટોબર સુધી શનિ આ સ્થિતિમાં રહેશે. શનિ 17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં રહેશે. આ પછી તે ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. આ સિવાય એક મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરશે. જેવી રીતે શનિ તમને તમારા કાર્યોનું ફળ આપે છે તેવી જ રીતે ગુરુ લગ્ન, સંતાન, સંપત્તિ અને વિદ્યાનો કારક છે. સૂર્ય પોતાની રાશિમાં હાજર હોવાને કારણે રાજકારણ વગેરેમાં વર્ચસ્વનો લાભ આપે છે.
ADVERTISEMENT

મિથુન રાશિ
ADVERTISEMENT
આ રાશિના લોકો માટે સૂર્ય, શનિ અને ગુરુ પોતપોતાની રાશિમાં હોવાના કારણે ખૂબ જ સારો યોગ બની રહ્યો છે. આ રાશિના લોકોને બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થવાની સંભાવના છે. આ સિવાય સત્તામાં રહેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે.
કર્ક રાશિ
ADVERTISEMENT
આ ત્રણેય ગ્રહોની હાજરી કર્ક રાશિના જાતકોને પ્રબળ ધન લાભ આપી રહી છે. તમે તમારા કોઈપણ જૂના કેસ જીતી શકો છો. આ સિવાય તમે ઘણો નફો પણ કરી શકો છો.
તુલા રાશિ
ADVERTISEMENT
આ રાશિના જાતકો માટે આ સ્થિતિ ખૂબ જ ખાસ રહેશે અને તેઓ જે પણ કામમાં હાથ મૂકશે તેમાં તેમને સફળતા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો