બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલીવુડનું ક્યૂટ કપલ સારા અલી ખાન અને કાર્તિક આર્યન હંમેશા પોતાના અફેરને લઇને ચર્ચામાં રહે છે. બંનેની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. તાજેતરમાં સારાના પિતા સૈફ અલી ખાને કાર્તિક આર્યનને સારો છોકરો જણાવતાં પોતાની પુત્રીનો સપોર્ટ કર્યો હતો. પરંતુ હવે માહિતી મળી રહી છે કે સારા અને કાર્તિક વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે.
.jpg)
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સારા અલી ખાન અને કાર્તિક આર્યન પર્સનલ નહીં પરંતુ પ્રોફેશનલ કારણના કારણે અલગ થયા છે. બંને પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે એકબીજાને સમય આપી શકતા નથી.
રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ લવ આજકાલ 2 નું શૂટિંગ ખતમ થયા બાદથી સારા અને કાર્તિક એકબીજાના માટે સમય આપવાનો પ્રયત્ન કરે છે. કાર્તિક ફિલ્મ પતિ પત્ની અને વો બાદ દોસ્તાના 2 ના શૂટિંગમાં લાગી ગયો છે તો સારા અલી કુલી નંબર 1 નું શૂટિંગ કરી રહી છે.
ADVERTISEMENT

શૂટિંગમાં સતત વ્યસ્ત હોવાને કારણે બંને એકબીજાને બિલકુલ સમય આપી શકતા નથી. આ કારણે જ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. હવે બંને પોતાની પ્રોફેશનલ લાઇફ પર ધ્યાન આપવા ઇચ્છે છે.
ADVERTISEMENT
જણાવી દઇએ કે કાર્કિચ આર્યન મોટાભાગે સારા અલી ખાનની સાથે સ્પૉટ થાય છે. બંનેના ઘરવાળા એકબીજાને ખૂબ પસંદ કરે છે. પરંતુ થોડાક દિવસો અગાઉ જ્યારે સારા અને કાર્તિક સાથે જોવા મળ્યા તો ફોટોગ્રાફર્સે એમના ફોટો પાડવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ કાર્તિકે ના પાડતા કહ્યું કે બંનેના સાથે ફોટો ના લેશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.