બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SAILમાં એન્જિનિયરિંગ ફ્રેશર્સ માટે નોકરીની તક, 17 લાખ રૂપિયાનું પેકેજ, જાણો વિગતો

જોબ / SAILમાં એન્જિનિયરિંગ ફ્રેશર્સ માટે નોકરીની તક, 17 લાખ રૂપિયાનું પેકેજ, જાણો વિગતો

Pravin Joshi

Last Updated: 07:42 PM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેલે 124 મેનેજમેન્ટ ટ્રેની ટેકનિકલ પદો માટે જાહેરાત કરી છે, જેમાં વિવિધ ઇજનેરી બ્રાન્ચમાં ભરતી થશે. અરજી 15 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 સુધી ભરાશે. CBT, GD અને ઈન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે.

સ્ટીલ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (સેલ) દ્વારા દેશના વિવિધ પ્લાન્ટોમાં મેનેજમેન્ટ ટ્રેની ટેકનિકલ (MTT) તરીકે 124 યુવા ઇજનેરોની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ટેક્નિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવતા બીટેક ફ્રેશર્સ માટે આ એક સુવર્ણ તક માની રહ્યા છે. સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન અનુસાર ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 નવેમ્બર 2025થી શરૂ થશે અને 5 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.

JOB-INTRVEW

સેલે અલગ–અલગ ઇજનેરી બ્રાન્ચ મુજબ ખાલી જગ્યાઓ નક્કી કરી છે. કેમિકલમાં 5, સિવિલમાં 14, કોમ્પ્યુટરમાં 4, ઇલેક્ટ્રિકલમાં 44, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 7, મિકેનિકલમાં 30 અને મેટાલર્જીમાં 20 પદો રાખવામાં આવ્યા છે. કુલ 124 જગ્યાઓમાંથી 35 અનારક્ષિત, 31 OBC, 22 SC, 18 ST અને 18 EWS કેટેગરી માટે અનામત છે.

job-serch

ઉમેદવારો માટે દેશના અનેક શહેરોમાં પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ-એમએમઆર, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ નજીક વડોદરા અને રાંચી સહિત કુલ 30થી વધુ સ્થળોનો સમાવેશ થાય છે. જાન્યુઆરી–ફેબ્રુઆરી 2026 દરમિયાન CBT પરીક્ષા યોજાવાની સંભાવના છે.

Bank Job Recruitment

સેલે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવાર પાસે સંબંધિત બ્રાન્ચમાં 65% સાથે ફૂલ-ટાઈમ એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જરૂરી છે. પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT), ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યૂ. CBT કુલ 200 ગુણની હશે, જેમાં 100 ગુણ ડોમેન નોલેજ ટેસ્ટ માટે રાખવામાં આવ્યા છે અને 100 ગુણ એપ્ટિટ્યુડ માટે. એપ્ટિટ્યુડ ટેસ્ટમાં કોમ્પ્રેહેન્શન, અંગ્રેજી, રીઝનિંગ અને જનરલ નોલેજ જેવા ચાર સેગમેન્ટ હશે. દરેક વિભાગમાં ઉમેદવારને ક્વોલિફાય કરવું ફરજિયાત હશે.

job-water-glass

પસંદગી બાદ મેનેજમેન્ટ ટ્રેની (ટેકનિકલ) ને 50,000–1,60,000 ના સ્કેલમાં દર મહિને રૂ. 50,000ના મૂળ વેતન સાથે નિયુક્ત કરવામાં આવશે. એક વર્ષનું તાલીમ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને E1 ગ્રેડમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પ્રમોશન મળશે અને નવા પે સ્કેલ 60,000–1,80,000 લાગુ થશે.

આ ઉપરાંત, ટ્રેનીઓને ડીએ, પીએફ, ગ્રેચ્યુટી, મેડિકલ સુવિધા, HRA/ક્વાર્ટર અને અન્ય કોર્પોરેટ લાભો આપવામાં આવશે. કંપની અનુસાર, કુલ CTC લગભગ 16–17 લાખ રૂપિયા વાર્ષિક રહેશે, જે ફ્રેશર્સ માટે અત્યંત આકર્ષક પેકેજ ગણાય છે.

વધુ વાંચો : NHMમાં નોકરી મેળવવાનો મોકો, એકસાથે 1900થી વધારે પદો પર પડી ભરતી, જાણો છેલ્લી તારીખ

ટેક્નિકલ પ્રતિભાશાળી યુવાનો માટે સરકારી ક્ષેત્રના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક સેલમાં કારકિર્દીનું દરવાજું ખુલ્યું છે. ઇજનેરી પૂર્ણ કર્યા બાદ સ્થાયી અને પ્રતીષ્ઠિત નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક મોટો મોકો ગણાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SAILJobs GovernmentJobs SAILRecruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ