ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ખાલી મેદાનમાં જ નહીં, કમાણીમાં પણ રિષભ પંતની છે 'સેન્ચ્યુરી', ટીમનો છે માલિક
Last Updated: 08:45 AM, 4 October 2025
ADVERTISEMENT
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત હાલમાં ઇજાના કારણે ક્રિકેટ રમતો નથી. તેમ છતા તેની કમાણી પર કોઈ અસર નથી થઈ. 2025 માં IPLમાં તે સૌથી મોંઘા ખેલાડીઓમાંનો એક હતો. ભલે ઋષભનું પ્રદર્શન એટલું જોરદાર ન હતું, છતાં તેણે પોતાની IPL ટીમમાં જગ્યાને મજબૂત બનાવી. 28 વર્ષીય પંત હવે કરોડોની કમાણી સુધી પહોંચ્યા છે અને તેમણે પોતાની ટીમ પણ ખરીદી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય ટીમના ખેલાડી ઋષભ પંત હવે ભારતના સૌથી ધનિક અને લોકપ્રિય ક્રિકેટરોમાંના એક છે. એક અહેવાલ મુજબ, 2025માં તેમની કુલ સંપત્તિ લગભગ ₹100 કરોડ છે. તેમની આવક IPL કોન્ટ્રાક્ટ, BCCI પગાર અને મોટી એન્ડોર્સમેન્ટ ડીલથી આવે છે.
પંત પોતાના સ્પેશિયલ સ્ટ્રોકપ્લે અને વિકેટની કુશળતા માટે જાણીતા છે. ઇજાના કારણે થોડા સમય માટે બહાર હોવા છતાં, તેઓ ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ ખેલાડી રહ્યા છે. IPL 2025માં તેમણે એક નવી સફળતા પણ મેળવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
IPL 2025ની હરાજી દરમિયાન, લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ ઋષભ પંતને ₹27 કરોડમાં ખરીદ્યા, જેના કારણે તેઓ લીગના સૌથી મોંઘા ખેલાડી બન્યા. આ ઉપરાંત, IPLની બોનસ સિસ્ટમ હેઠળ પ્રતિ મેચ ₹7.5 લાખ કમાયા છે. BCCI પણ તેમને પગાર રૂપે કરોડો રૂપિયા આપે છે.
આ પણ વાંચોઃ રિષભ પંતને નહીં મળે પૂરા 270000000 રૂપિયા, એવું કેમ? આ રહ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડી ઋષભ પંતનું દિલ્હીમાં આશરે ₹2 કરોડ કિંમતનું ઘર છે.હરિદ્વાર, દેહરાદૂન અને રૂરકીમાં પણ ઘર છે. પંત પાસે પાસે મોંઘી કાર છે જેમાં ઓડી A8 (₹1.32 કરોડ), ફોર્ડ મસ્ટાંગ (₹2 કરોડ) અને મર્સિડીઝ-બેન્ઝ GLE (₹2 કરોડ). પંત પાસે પોતાની ક્રિકેટ ટીમ પણ છે.
આ વર્ષે ઋષભ પંતે વર્લ્ડ પિકલબોલ લીગ (WPBL)માં પોતાની ટીમ ખરીદી. પંતે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી સાથે મળીને મુંબઈ પિકલ પાવર ટીમના માલિક બન્યા છે. પિકલબોલ એ એક રમત છે, જે ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસના નિયમોને જોડીને કોર્ટ પર રમાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT