ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોમાં રાનૂએ પોતાના પ્રશંકને એવી વાત કહી દીધી જેને જોઇને બિલકુલ વિશ્વાસ થશે નહીં. આ વીડિયોમાં સીધી અને શાંત જોવા મળતી રાનૂએ પોતાના પ્રશંસકને એક સેલ્ફી પડાવવા કહ્યું તો એ ભડકી ઊઠી.
આ વીડિયોમાં તમે જોશો રે રાનૂ મંડલ ચારે બાજુથી ઘેરાયેલી છે. રાનૂ ક્યાં બીજે જોઇ રહી છે અને એક મહિલા પ્રશંસક આવે છે. આ મહિલા રાનૂનો હાથ પકડી લે છે અને સેલ્ફી પડાવવા કહે છે. મહિલાનો હાથ પકડતા જ રાનૂ મંડલ ભડકી જાય છે અને મહિલા ઉપર ભડકી ઊઠે છે. વીડિયોમાં રાનૂ મંડલ મહિલા પ્રશંકને કહી રહી છે કે 'મને અડી કેવી રીતે? હું એક સેલિબ્રિટી છું.'
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોમાં રાનૂ ખૂબ ગુસ્સામા નજરે આવી રહી છે એ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. રાનૂ મહિલા પ્રશંસકને કહી રહી છે કે 'આ પ્રકારે અડવાનો મતલબ શું છે?' જો કે મહિલા પ્રશંસક રાનૂની વાતનું ખોટું નથી લગાડતી અને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. રાનૂ મંડલનો મહિલા પ્રશંસકની સાથે કરેલું આ વર્તણૂંક લોકોને પસંદ આવ્યું નહીં અને તેઓ રાનૂને ટ્રોલ કરવા લાગ્યા.
ઉલ્લેખનીય છે કે, રાનૂ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર અને પેનિક એટેકની પીડિત છે. રાનૂ પોતાના ઘરેથી નીકળીને પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના રાણાઘાટ સ્ટેશન પર પહોંચી ગઇ હતી. સ્ટેશન પર તે ગીત ગાઈ રહી હતી તે સમયે મુસાફરે સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ