ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / rakul preet reveals who gives her flirting tips

ઇન્ટરવ્યૂ / ફ્લર્ટિંગ માટે આ એક્ટ્રેસથી ટિપ્સ લે છે રકુલ પ્રીત

Published By: Krupa

Last Updated: 05:30 PM, 3 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રકુલ પ્રીતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એ ફ્લર્ટિંગ બાબતે ખૂબ કાચી છે. આ કારણથી એને એના મિત્રો પણ હેરાન કરે છે.

ADVERTISEMENT

એક્ટ્રેસ રકુલ પ્રીત સુંદરતા અને ટેલેન્ટ બાબતે કોઇથી ઓછી નથી, પરંતુ વાત જ્યારે ફ્લર્ટિંગની હોય તો એ ખુદને આ ડિપાર્ટમેન્ટમાં કમજોર માને છે.  તે બી ટાઉનની એક બીજી એક્ટ્રેસ, જે એની સારી મિત્ર પણ છે, એની પાસેથી ફ્લર્ટિંગ ટિપ્સ લે છે. 

એક્ટ્રેસે કહ્યું, 'ફ્લર્ટિંગમાં હું ખૂબ ખરાબ છું. હું વાત કરી શકું છું પરંતુ મને ફ્લર્ટ કરતા આવડતું નથી. મને હંમેશા મહેસૂસ થાય છે કે કોઇ મારી સાથે ફ્લર્ટ કરતું નથી પરંતુ મારા મિત્રોએ મને જણાવ્યું કે લોકો મારી સાથે ફ્લર્ટ કરે છે પરંતુ હું જ છું જે એ સમજી શકતી નથી.'

રકુલ પ્રીતે જણાવ્યું કે એ રિયા ચક્રવર્તીથી ફ્લર્ટિંગ માટે ટિપ્સ લે છે. એને આ ચીજોને શીખવા માટે રિયાને બેસ્ટ વ્યક્તિ જણાવી છે. 

એક્ટ્રેસે આગળ જણાવ્યું કે એ છોકરાઓમાં કઇ ખાસિયત શોધે છે જેનાથી એ આકર્ષિત થાય છે. 'મને લાગે છે કે સૌથી વધારે મહત્વની બુદ્ધિ છે. હું જ્યારે કોઇ સાથે વાત કરું તો અમારી વાતચીત ઇન્ટ્રેસ્ટિંગ અને સમજદારીથી ભરેલી હોવી જોઇએ. એવું ના હોય તો એવા સંબંધ વધારેમાં વધારે 2 3 દિવસ, 2 3 સપ્તાહ અથવા 2 3 મહિના જ ચાલી શકે છે. મને લાગે છે કે આવા પુરુષોની સંખ્યા ખૂબ ઓછી છે જેમની સાથે સારી વાતચીત કરી શકાય.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Rakul Preet flirting ફ્લર્ટિંગ રકુલ પ્રીત Interview

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ