ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / pregnancy food to eat or avoid

હેલ્થ / પ્રેગનન્સીમાં ભુલથી પણ ન ખાશો પિઝા,પાસ્તા જેવા પ્રોસેસ્ડ ફુડ

Published By: vtvAdmin

Last Updated: 08:21 PM, 27 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ખાસ કરીને શહેરોમાં જંકફુડનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને બાળકો પિઝા, પાસ્તા અને નુડલ્સના દિવાના છે. જોકે આ વાનગીઓ અને પ્રોસેસ્ડ ફુડ બાળકો માટે હાનિકારક છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચ મુજબ બાળકોમાં ઓટીઝમ નામની બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે પ્રેગનન્સી દરમિયાન મહિલા જે ખોરાક ખાય છે તેની અસર બાળકના વિકાસ અને ખાસ કરીને મગજ પર પડે છે.

ADVERTISEMENT

પિઝા,પાસ્તા જેવા પ્રોસેસ્ડ ફુડમાં રહેલા વિવિધ એસિડથી બાળકના ન્યુરો સ્ટેમ સેલ પર અસર થાય છે. નેચર જર્નલમાં પ્રસિધ્ધ આ રિસર્ચમાં જણાવાયું છે કે વધુ પડતા એસિડિક પદાર્થોથી મગજના કોષ એટલે કે ન્યુરોનની સંખ્યા ઘટે છે. ઓટીઝમ એવી બિમારી છે જેમાં બાળકોને કમ્યુનિકેશનમાં મુશ્કેલી પડે છે.

બાળકો એકની એક ક્રિયા વારંવાર કરતા રહે છે. આવા બાળકોની વર્તણુંક માતા-પિતા માટે ચિંતાનો વિષય બને છે. પિઝા,પાસ્તા વગેરેના સોસ સહિતની સામગ્રીમાં પ્રિઝર્વેટીવ્સ અને પ્રોપીઓનિક એસિડ (પીપીઓ)નું ઉંચુ પ્રમાણ ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ રુંધે છે. આવ જંકફુડ આમ પણ તમામ વયના લોકોના આરોગ્ય માટે હાનિકારક છે પરંતુ નવા સંશોધને દર્શાવ્યું છે કે પ્રેગનન્સીમાં મહિલાએ આવા ફુડથી દુર જ રહેવું જોઇએ.

ભારતમાં સામાન્ય રીતે દરેક રાજયમાં પ્રેગનન્સીમાં તાજો અને આરોગ્યપ્રદ ઘરમાં બનતો ખોરાક ખાવાની પરંપરા છે, જોકે શહેરોમાં હવે મહિલાઓ પ્રેગનન્સી વખતે પણ જંકફુડનો ચટાકો કરવાની લાલચ રોકી શકતી નથી. આવી મહિલાઓ માટે આ નવું રીસર્ચ લાલ બત્તી સમાન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Food Health News Pregnancy lifestyle lifestyle news Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ