ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / કદી નહીં થાય બ્લડ સુગર, હાર્ટએટેક અને ઓબેસીટી, ઘરમાં ઘટાડી દેજો આ ચીજનો ઉપયોગ

હેલ્થ / કદી નહીં થાય બ્લડ સુગર, હાર્ટએટેક અને ઓબેસીટી, ઘરમાં ઘટાડી દેજો આ ચીજનો ઉપયોગ

Published By: Hiralal Parmar

Last Updated: 02:32 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંધવાના કામમાં આવતી એક ચીજનો ઉપયોગ ઘટાડવાથી મોટી મોટી બીમારીઓ દૂર રહે છે તેવો એક મોટો ખુલાસો સામે આવ્યો છે.

ADVERTISEMENT

આજના જમાનામાં લોકો જાડિયા થતાં જાય છે અથવા તો પેટ બહાર આવી જતું હોય છે અને શરીર પર નકામી ચરબીના થર જામતાં હોય છે. શરીર પર ચરબીના નકામા થર હાર્ટ એટેક, બ્લડ સુગર અને મેદસ્વિતા જેવી બીમારીઓને આમંત્રણ આપે છે પરંતુ હવે ડરવાની જરુર નથી. એક નાનકડાં ઉપાયથી આવી મોટી મોટી બીમારીઓને દૂર રાખી શકાય છે.

10 ટકા ઓછું વાપરો ખાવાનું તેલ

ઘરમાં વપરાતી એક ખાસ ચીજ મોટી મોટી બીમારીઓને દૂર રાખી શકે છે આવું કોઈ ડોક્ટરે નહીં પરંતુ પીએમ મોદીએ તેમના આઝાદીના ભાષણમાં કહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મોટી મોટી બીમારીઓને જન્મ આપતી ફાલતુ ચરબી કે મેદસ્વિતા ઘટાડવા માટે રસોઈ તેલના ઉપયોગમાં 10 ટકાનો ઘટાડો કરી નાખો. પ્રધાનમંત્રી મોદી કહે છે કે સ્થૂળતા ઘટાડવા માટે, આજથી જ ખાતરી કરો કે ઘરમાં આવનાર રસોઈ તેલનો ઉપયોગ 10 ટકા ઓછો થાય. તેલયુક્ત ખોરાકમાં સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન વધારે છે, કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદયની સમસ્યાઓનું કારણ બને છે.

વધુ વાંચો : અકલ્પનીય! નાસામાં કામ કરતાં યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો, આખી દુનિયા ચકરાઈ ગઈ!

વધુ પડતા તેલને બદલે શું કરવું

વધુ પડતા તેલનો ઉપયોગ કરવાને બદલે, આપણે એવી રસોઈ પદ્ધતિઓ અજમાવી શકીએ છીએ જે સ્થૂળતામાં વધારો કરતી નથી. ખોરાકને બાફવો કે ઉકાળીને ખાવો વધારે સારો છે. આ ઉપરાંત, ખોરાકમાં વધુને વધુ ઘરે બનાવેલા ખોરાકનો સમાવેશ કરીને, અનાજ, ફળો, કઠોળ અને શાકભાજી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

diabetes diabetes news cooking oil

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ