બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અકલ્પનીય! નાસામાં કામ કરતાં યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો, આખી દુનિયા ચકરાઈ ગઈ!

ગજબ / અકલ્પનીય! નાસામાં કામ કરતાં યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો, આખી દુનિયા ચકરાઈ ગઈ!

Hiralal Parmar

Last Updated: 10:49 AM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસામાં કામ કરી રહેલા એક યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધવા એક હેરાનીભર્યું કામ કર્યું હતું જેણે વૈજ્ઞાનિકોને હેરાન કરી મૂક્યાં છે.

એક યુવાને પૃથ્વી પર નહીં પરંતુ પૃથ્વીના ઉપગ્રહ એવા 'ચંદ્ર' પર સેક્સ માણ્યું! વાત જાણીને ચકરાઈ ગયાને? પહેલી નજરે અકલ્પનીય લાગતો આવો કિસ્સો બન્યો છે જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને હેરાન કરી મૂક્યાં છે.

નાસામાં નોકરી કરતાં યુવાને કર્યું ચોંકાવનારુ

ઘણા પ્રેમીઓ હશે જે પોતાની ગર્લફ્રેન્ડને ચંદ્ર પર લઈ જવા માંગે છે. 'આઓ તુમ્હે ચાંદ પર લે જાયેં...' જેવા સેંકડો બોલિવૂડ ગીતોમાં ચંદ્ર પર જવાની વાત કરાઈ છે પરંતુ શું કોઈ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચંદ્ર પર 'સંબંધ' રાખવાની ઇચ્છા માટે ચોરી કરી શકે છે? તે પણ 184 કરોડ રૂપિયાની કિંમતની. આ 'મહાન માણસ' બીજું કોઈ નહીં પણ અમેરિકન અવકાશ એજન્સી નાસામાં એક ઈન્ટર્ન હતો.

ગર્લફ્રેન્ડને ચંદ્ર પર લઈ જવા નાસામાંથી કરી ચોરી

હકીકતમાં નાસાનો ઈન્ટર્ન થાડ રોબર્ટે તેની ગર્લફ્રેન્ડને ચંદ્ર પર લઈ જવાનું વચન આપ્યું હતું અને તેને પુરુ કરવાનું શરુ કર્યું. આ પછી તેણે એક કાવતરું રચ્યું હતું. તેણે અમેરિકાના એક અવકાશ કેન્દ્રમાંથી એપોલો મિશન દરમિયાન ચંદ્રની સપાટી પરથી લાવવામાં આવેલા લગભગ 17 પાઉન્ડ (લગભગ 7.7 કિલો) પથ્થરો અને ઉલ્કાઓ ચોરી કરવાની યોજના બનાવી હતી. તેની કિંમત લગભગ 21 મિલિયન ડોલર (લગભગ 184 કરોડ રૂપિયા) હતી. આ 24 વર્ષીય વ્યક્તિ પાસે ત્રણ વિષયોમાં ડિગ્રી હતી.

આખું કાવતરું કેવી રીતે પાર પાડ્યું

રોબર્ડે આખું કાવતરુ ઘડી પાડ્યું હતું જે અનુસાર સૌ પ્રથમ, તેને એક ગ્રાહક મળ્યો જે તેની પાસેથી ચંદ્રની સપાટી પરથી આ પથ્થર ખરીદવા તૈયાર હતો. આ સમય દરમિયાન, તે નાસાના બીજા ઇન્ટર્નને મળ્યો. 22 વર્ષીય ટિફની ફાઉલર, દેખાવમાં ખૂબ જ આકર્ષક. રોબર્ટ પરિણીત હોવા છતાં, તેને પહેલી નજરમાં જ ટિફની સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં, તેણે તેણીને પણ તેના પ્લાનમાં સામેલ કરી. આ પ્લાનમાં બીજા એક ઇન્ટર્નનો સમાવેશ કરવામાં આવ્યો. નાસાના આઈડીનો ઉપયોગ કરીને, ત્રણેયે સાથે મળીને જોહ્ન્સન સ્પેસ સેન્ટરમાંથી ચોરી કરી. તેઓ ચંદ્રની સપાટી પરથી લાવવામાં આવેલી માટી અને પથ્થરોના નમૂના ભરેલી તિજોરી ઉપાડી ગયા અને હોટલમાં લઈ જઈને મશીનથી તોડી નાખી હતી.

ચંદ્રના પથ્થરો પાથરીને ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણ્યું

રોબર્ટે ચંદ્રના કેટલાક પથ્થરો પોતાની પાસે રાખ્યા કારણ કે તે તેની એક કલ્પનાને પૂર્ણ કરવા માંગતો હતો. તેણે તે પથ્થરો તેના પલંગ પર ચાદર નીચે ફેલાવ્યા અને પછી તેના પર ટિફની સાથે સેક્સ કર્યું. રોબર્ટના મતે, આ બિલકુલ આરામદાયક નહોતું. પરંતુ તે ચંદ્ર પર તેની ગર્લફ્રેન્ડ સાથે ખાસ ક્ષણોનો અનુભવ કરવા માંગતો હતો.

વધુ વાંચો : VIDEO : મહિલાની 'ટચિંગ થેરાપી'નો ડોક્ટરનો વીડિયો વાયરલ, યૂઝર્સે લીધી ભરપૂર મજા, જોઈને બોલશો 'આવું'

ડાયનાસોરના હાડકાં પણ ચોર્યાં હતા

તેને ખબર નહોતી કે FBI શરૂઆતથી જ તેની યોજનાની દરેક વિગતો જાણતી હતી. ચંદ્રની સપાટી પરથી બાકીના ખડકો વેચવા જતાં જ તે પકડાઈ ગયો. તેને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ માત્ર 6 વર્ષમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેણે અગાઉ પણ ચોરીઓ કરી હતી. તેણે બીજા સંગ્રહાલયમાંથી ડાયનાસોરના હાડકાં અને અવશેષો પણ ચોર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NASA moon news NASA intern thad robert
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ