બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અઘરી નોટ! પાયલટને પેશાબ લાગ્યો તો રસ્તા પર ઉતાર્યું વિમાન, વીડિયોમાં કર્યો એક નંબરનો ઈશારો

VIDEO / અઘરી નોટ! પાયલટને પેશાબ લાગ્યો તો રસ્તા પર ઉતાર્યું વિમાન, વીડિયોમાં કર્યો એક નંબરનો ઈશારો

Last Updated: 09:33 PM, 7 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિમાન હાઇવે પર લેન્ડ થયું હતું. ત્યાર બાદ પાયલોટ બાજુના ખેતરમાં પેશાબ કરવા જતો રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિમાન રસ્તા પર ઉતરતું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે, પાયલોટ રસ્તાની બાજુમાં ખેતરોમાં પેશાબ કરી રહ્યો છે. પણ આ વિમાન એરપોર્ટને બદલે રસ્તા પર કેમ ઉતર્યું? શું પાઇલટને ટોયલેટ જવું હતું એટલે તેને વિમાનને નીચે રસ્તા પર ઉતાર્યું હતું? તો ના એવું નથી, વિમાનમાં ઇમરજન્સીની સ્થિતિ પેદા થઈ હતી. જેથી પાયલટે વિમાનને હાઇવે પર જ ઉતારવું પડ્યું.

રસ્તા પર ટ્રાફિક હોવા છતાં પાયલોટે ખૂબ જ કાળજીપૂર્વક વિમાનને રસ્તા પર ઉતાર્યું હતું. વિમાનના લેન્ડિંગ વખતે તેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં પાયલોટ વિમાનમાંથી બહાર આવીને ખેતરોમાં પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વિમાન હાઇવે પર ઉતરે છે, જેનો દરવાજો ખુલે છે, પાઇલટ નીચે કૂદે છે, સ્માઈલ કરે છે અને બતાવી તરત જ રસ્તાની બાજુમાં એક ખેતરમાં પેશાબ કરવા જતો રહે છે.

વધુ વાંચો : અમેરિકામાં વધુ એક પ્લેન દુર્ઘટના! અલાસ્કામાં 10 મુસાફરો સાથેનું પ્લેન રહસ્યમય રીતે ગાયબ

  • શું હતો મામલો
    જોકે આ વીડિયો ઘણો જૂનો છે અને આ ઘટના અમેરિકાના અલાબામાની છે. જ્યાં એક વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું હતું જેના કારણે પાયલટને ટેલાડેગા કાઉન્ટીમાં ઇન્ટરસ્ટેટ 20 હાઇવે પર વિમાનને લેન્ડ કરવાની ફરજ પડી હતી. આ વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ViralHog નામના YouTube ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. જેને જોયા પછી લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airoplane Land Airoplane Landing On Highway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ