ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Nutrition Facts and Health Benefits of flax seeds

સ્વાસ્થ્ય / અળસી છે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ, આજથી જ શરૂ કરો સેવન

Published By: vtvAdmin

Last Updated: 11:38 AM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદમાં અળસીને સુપરફુડ અને દૈનિક ભોજન માનવામાં આવ્યુ છે. પહેલાના સમયમા લોકો ઘઉંની સાથે અળસી મિક્સ કરીનેદળાવતા હતા. આજે લોકો કદાચ અળસીનું નામ પણ ભુલી ગયા છે.

ADVERTISEMENT

અળસી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. તે ખાવાથી તણાવ પણ ગાયબ થઇ શકે છે, તાકાત આવે છે અને શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. ડાયાબીટીસ અને હાઇ બીપીમાં પણ તે ફાયદો કરે છે. અળસીમાં મુખ્યત્વે ઓમેગા 3 ફેટી એસિડ, લિગાનન્સ પ્રોટીન અને ફાઇબર હોય છે. અળસીમાં 30થી 40 ટકાતેલ, 25 ટકા પ્રોટીન, ફાઇબર, વિટામીન-બી, સેલેનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ, કોપર, ઝિંક, પોટેશિયમ વગેરે તત્વ હોય છે. અળસી ગર્ભાવસ્થાથી વૃધ્ધાવસ્થા સુધી ફાયદાકારક છે.

આયુર્વેદમાં એટલે સુધી કહેવાયુ છે કે અળસીના સેવનથી મન, મગજ પ્રસન્ન રહે છે. સારા વિચાર આવે છે. બુધ્ધિ વધે છે, સ્મરણશક્તિ વધે છે. શરીરમાં એક અલગ શક્તિનો સંચાર થાય છે. અળસી અલ્ઝાઇમર્સ અને ડિપ્રેશનમાં પણ ફાયદાકારક છે.

અળસીમાં રહેલું ઓમેગા-3 શરીરના સંપુર્ણ વિકાસ માટે ખુબજ આવશ્યક છે. ઓમેગા-3થી દ્રષ્ટિ સ્પષ્ટ બને છે, વાન ઉજળો બને છે.નાના બાળકોને થતી એલર્જી, પેટનું ઇન્ફેકશન, નાક, કાન અને ગળાના ઇન્ફેક્શનમાં ઘણીવાર ઓમેગા-3ની કમી જવાબદાર હોય છે. ઓમેગા-3ની કમીને પુરી કરવા માટે સવારે નાસ્તા પછી એક ચમચી અળસી ખાઇ લેવી જોઇએ.

અળસી બીપીને કન્ટ્રોલમાં રાખે છે. સારા કોલેસ્ટ્રોલની માત્રાને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરે છે. હ્રદયની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા બનતા નથી. અળસી હ્રદયની ગતિને નિયંત્રિત રાખે છે. હાર્ટએટેક કે સ્ટ્રોક જેવી બીમારીઓથી બચાવે છે.

અળસીમાં બીજું મહત્ત્વનું તત્વ લિગનેન હોય છે. અળસી લિગનેનનો સૌથી મોટો સ્ત્રોત છે. તે એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ,એન્ટિ ફંગલ અને એન્ટિ કેન્સર છે. અળસીમાં ફાઇબર સૌથી વધુ હોવાથી તેના સેવનથી કબજિયાતમાં આરામ મળે છે. તે ત્વચાની બીમારીઓ દુર કરે છે અનેવાળને પણ સ્વસ્થ સુંદર અને ચમકદાર બનાવે છે.

કેવી રીતે ખાઇ શકાય
મુખવાસની અળસી બજારમાં મળે જ છે. જો ઘરે કરવી હોય તો સહેજ શેકીને તેમા સિંધાલુ નાંખવું. આ સિવાય રોજ 30 ગ્રામ અળસી શેકી તેને વાટીને રોટલી કે ભાખરીના લોટમાં મિક્સ કરી શકાય. તેને રોજેરોજ શેકવી કેમકે રાખી મુકવાથી તે ખોરી થઇ જાયછે. તેનો તમે દહીં, સલાડ અને દાળમાં ઉપયોગ કરી શકો છો. તેને જમ્યા કે નાસ્તા પછી એક ચમચી ચાવીને ખાઇ જાવ તો પણ ચાલે,ચોમાસામાં વાયુનો પ્રકોપ વધે ત્યારે આ બી લેવાથી ઘણા ફાયદા થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Flax Seeds Health Benefits lifestyle અળસી અળસીના ફાયદા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ