બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં ડિગ્રી લેનારા ભારતીય સ્ટુડન્ટ્સ આટલું ધ્યાન રાખે, નહીં પડે નોકરી મેળવવામાં તકલીફ
Last Updated: 10:45 AM, 17 February 2026
Canada Jobs Tips: Canada માં Job નું માર્કેટમાં થોડી મંદી જોવા મળી રહી છે જેના કારણે અંહિયા નોકરી મેળવવી થોડી મુશ્કેલ થઈ ગઈ છે. સૌથી વધુ કસોટીનો સામનો વિદેશથી આવતા સ્ટુડન્ટ્સએ કરવો પડી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને વર્ક પરમિટ (Post Graduation Work Permit) પર તેમની પહેલી નોકરી શોધી રહ્યા છે. કેનેડામાં ડિગ્રી વાળા વિદ્યાર્થીને નોકરી કરવા માટે એક PGWP આપવામાં આવે છે. સ્ટુડન્ટ્સ પાસે જરૂરી સ્કિલ અને ડિગ્રી બનેં છે છતાં તેઓ નોકરીને લઈને હેરાન છે.
ADVERTISEMENT
જો તમે પણ કેનેડામાં નોકરી શોધી રહ્યા છો પરંતુ તમને જોબ મળી રહી નથી તો નિરાશ થવાની જરૂર નથી આજે એવી 5 ટિપ્સ શેર કરીશું જે તમને કેનેડામાં નોકરી મેળવવામાં મદદ કરશે.
ADVERTISEMENT
ખાસ કરીને એવું જોવા મળ્યું છે કે ગ્રેજ્યુએશન કર્યા પછી વિદ્યાર્થીઓને એ ખબર નથી હોતી કે તેઓ કઈ પ્રકારની જોબ માટે એપ્લાય કરશે. તેમના મનમાં બસ એક જ વાત હોય છે કે કોઇપણ રીતે કોઈપણ જોબ મળી જાય અને તે કરવા માટે તેઓ તૈયાર હોય છે. જો કે આ રીત સહેજપણ સાચી નથી. જો વિદ્યાર્થીઓએ ખબર નથી કે તેમણે કયું કામ કરવાનું છે તો એ લોકો તૈયારી કઈ રીતે કરશે? આવી સ્થિતિથી બચવા માટે સ્ટુડન્ટ્સએ PGWP મળતાની સાથે જ નક્કી આકરી લેવું જોઈએ કે તેમણે કઈ નોકરી કરવી છે અને એ માટે જ એપ્લાય કરવું જોઈએ.

ADVERTISEMENT
જો કોઈ વિદ્યાર્થી સ્ટુડન્ટ રિક્રુટર કે પછી પ્રોફેશનલની મદદથી નોકરી શોધી રહયું છે તો તેણે પહેલાથી જ નક્કી કરી લેવું જોઈએ કે તેને કેટલી સેલરી જોઈએ છે. જો કોઈ વિદ્યાર્થી ગમે તે સેલરીની નોકરી લઈ લે છે તો તેની વિશ્વસનીયતા પર સવાલ થઈ શકે છે. જ્યારે કોઈ સ્ટુડન્ટ સેલરી વિશે પહેલા જ જણાવી દે છે તો તે હિસાબે જ કંપનીઓ તેને રિક્રુટર બતાવે છે. માટે કરૂરી એ જ છે કે સ્ટુડન્ટ જે જોબ કરવા માંગતો હોય તેના માટેની સેલરી વિશે તે પહેલાથી જ રિસર્ચ કરી લે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દરેક પાસે ધ્યાન આપવાની એક લિમિટ હોય છે એવામાં ઇંટરવ્યૂ માટે જતાં પહેલા તમારે અમુક વસ્તુની પ્રેક્ટિસ કરીને જવું જોઈએ. તમને ઇંટરવ્યૂ દરમિયાન પૂછનાર પ્રશ્નોના પહેલાથી જ જવાબ તૈયાર હોવા જોઈએ. જો તમે રિક્રુટરને બરાબર જવાબ નહીં આપી શકોતો એ સમય બરબાદ થશે. માટે ઇંટરવ્યૂ માટે જતાં પહેલા અમુક વસ્તુઓને યાદ કરી લો જે જોબ માટે પૂછવામાં આવી શકે છે.

ADVERTISEMENT
જોબ શોધતી વખતે તમારે ઇન્ફોર્મલ ઇંટરવ્યૂ પણ આપવા જોઈએ. ભલે આ સાંભળવામાં થોડું અજીબ લાગે પણ નોકરી મેળવવા માટે આ સરળ રીત છે. તેમ જે સેક્ટરમાં જોબ કરવા માંગો છો તેના કોઇપણ પ્રોફેશનલ નેટવર્કને પૂછો કે શું તે તમારો ઇન્ફોર્મલ ઇંટરવ્યૂ લઈ શકે છે. આનાથી તમને એ ખબર પડશે કે તમાઋ તૈયારી કેવી છે અને કયા સવાલો પકઉહહવામાં આવી શકે છે તેના જવાબ કેવી રીતે આપવાના છે તે જોબ મેળવવામાં તમને મદદ કરી શકે છે.

મોટા ભાગે સ્ટુડન્ટ્સ કોઈને જાણ કરતાં નથી કે તે નોકરી શોધી રહયા છે. પણ જો તમે બીજાને કહેશો તો તે તમને ઘણું મદદમાં આવી શકે છે. ઘણી વાર નજીકના લોકોને ખબર હોવાથી તે વેકેન્સી હોય તો તમને જણાવી શકે છે. નોકરી લેવા માટે સાચા સમયે સાચી જગ્યાએ હોવું જરૂરી છે. માટે વધુ લોકો સાથે નેટવર્કિંગ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.