બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / માત્ર 2 જ વર્ષમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં 31 % નો ઘટાડો, સરકારે કરી સ્પષ્ટતા

NRI / માત્ર 2 જ વર્ષમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં 31 % નો ઘટાડો, સરકારે કરી સ્પષ્ટતા

Bijal Vyas

Last Updated: 03:51 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા હોય, યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય, છેલ્લા 10 વર્ષોમાં લાખો ભારતીય વિદ્યાર્થીઓ આ દેશોમાં અભ્યાસ કરવા ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓ યુરોપિયન દેશોમાં પણ ગયા છે, જ્યાં શિક્ષણ સસ્તું છે.

ભારતીયોની વચ્ચે વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. જોકે, આ ક્રેઝ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, અને ભારતીયોને હવે વિદેશ જઇને અભ્યાસ કરવામાં રસ રહ્યો નથી. આ વાતની પુષ્ટિ સરકારી ડેટા કરે છે. અમેરિકા હોય, યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય, છેલ્લા 10 વર્ષોમાં લાખો ભારતીય વિદ્યાર્થીઓ આ દેશોમાં અભ્યાસ કરવા ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓ યુરોપિયન દેશોમાં પણ ગયા છે, જ્યાં શિક્ષણ સસ્તું છે.

એન્જિનિયરિંગ હોય, મેનેજમેન્ટ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કોર્સેજના ભણતર માટે ભારતીયો તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે વિદેશી અભ્યાસને પ્રાથમિકતા આપે છે, પછી ભલે તે જોકે, સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના ડેટા સૂચવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે વિદેશ જવા માટે રસ ધરાવતા નથી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારે એવા ડેટા શેર કર્યા જે દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડો છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યો છે.

વિદેશ જનારા ભારતીયોની સંખ્યા 31% ઘટી

મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, 2023 માં 9.08 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. 2024 માં આ સંખ્યા ઘટીને 7.7 લાખ થઈ ગઈ, અને 2025 માં વધુ ઘટીને 6.26 પર પહોંચી ગઈ. આમ, બે વર્ષમાં વિદેશ પ્રવાસ કરતા ભારતીયોની સંખ્યામાં 31%નો ઘટાડો થયો. 2 વર્ષમાં વિદેશ પ્રવાસ કરતા ભારતીયોની સંખ્યામાં લગભગ 3 લાખ જેટલો ઘટાડો થયો. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ચર્ચાનો વિષય બની રહ્યો છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ વિદેશ જવા માંગે છે.

સરકારે જણાવ્યુ કેમ વિદેશ જવા નથી માંગતા વિદ્યાર્થીઓ ?

સુકાંત મજુમદાર કહે છે કે, વિદેશમાં અભ્યાસ કરવો એ વ્યક્તિની પસંદગી છે અને તે ઘણા પરિબળો પર આધાર રાખે છે. તેમણે કહ્યું, 'વિદેશમાં અભ્યાસ કરવો એ વ્યક્તિગત ઇચ્છા અને પસંદગીનો વિષય છે, જે ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમ કે પોષણક્ષમતા, બેંક લોનની ઉપલબ્ધતા, વિદેશી સમાજનું જ્ઞાન, ચોક્કસ અભ્યાસક્રમ માટે યોગ્યતા વગેરે.' તેમણે કહ્યું કે, સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં એવા પગલાં લીધા છે જેના કારણે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

મંત્રીએ સમજાવ્યું કે કેવી રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 એ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કર્યો છે, ભારતીય યુનિવર્સિટીઓની ક્વોલિટીમાં સુધારો કર્યો છે અને તે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવ્યા છે. NEP હેઠળ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવી છે, માન્યતા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી છે, રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યુ છે, અને ડિજિટલ શિક્ષણનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ બધી પહેલોને કારણે, વિદેશી દેશો હવે ભારતીયો માટે એટલા આકર્ષક રહ્યા નથી.

સુકાંત મજુમદાર કહે છે કે, ભારતમાં વૈશ્વિક સ્તરની શિક્ષણ પ્રણાલી લાવવા માટે અન્ય ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 14 યુનિવર્સિટીઓને અપ્રૂવલ મળી છે, જેમાંથી પાંચને ગુજરાતના GIFT સિટીમાં સંચાલન કરવાની પરવાનગી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જે વિદ્યાર્થીઓને અગાઉ શિક્ષણ માટે વિદેશ જવું પડતું હતું તેઓ હવે ભારતમાં સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students in Abroad NRI higher education
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ