બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / માત્ર એપલ નહીં, આ કંપનીઓ પણ માર્કેટમાં લાવી ચૂકી છે સ્લીમ સ્માર્ટફોન્સ

ટેક્નોલોજી / માત્ર એપલ નહીં, આ કંપનીઓ પણ માર્કેટમાં લાવી ચૂકી છે સ્લીમ સ્માર્ટફોન્સ

Nirav Kumar

Last Updated: 03:23 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે અનેક સ્માર્ટફોન કંપનીઓએ ફોન લોન્ચ કર્યા છે. જેમાં એકથી એક ચઢિયાતા સ્લીમ પીસનો પણ સમાવેશ થાય છે. તમને આવા ત્રણ સ્લીમ સ્માર્ટફોન વિશે જણાવીશું.

આ વર્ષે અનેક સ્માર્ટફોન લોન્ચ થયા છે. જેમાં તેના ફીચરથી લઈ હાર્ડવેરને લઈ લોકોનું ધ્યાન ખેંચાયું હતું. જેમાં અનેક સ્લીમ પીસનો પણ સમાવેશ થાય છે.  એપલે તાજેતરમાં જ આઇફોન એર લોન્ચ કર્યો હતો પરંતુ એપલ પહેલા સેમસંગ અને ટેકનો જેવી કંપનીઓ પણ સ્લીમ ફોન લોન્ચ કરી ચૂકી છે. ચાલો આ ફોનના ફીચર્સ વિશે જાણીએ.

  • iPhone Air

આ ફોન એપલનો અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન હતો, જેની જાડાઈ 5.64mm છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ અને 3000 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.5-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આવે છે. આ ફોનમાં પ્રો મોડેલ જેવા જ A19 પ્રો ચિપસેટ આવેલ છે, જે 3nm પ્રોસેસ પર બનાવવામાં આવ્યો છે. તેના રિયરમાં 48MP ફ્યુઝન કેમેરા અને ફ્રન્ટમાં 18MP સેન્ટર સ્ટેજ કેમેરા આવેલો છે. જે માત્રeSIM ને સપોર્ટ કરે છે.

  • Tecno Pova Slim 5G

Tecno એ કર્વ સ્ક્રીનવાળો તેનો સૌથી પાતળો ફોન લોન્ચ કર્યો હતો. Tecno Pova Slim 5G ની જાડાઈ 5.95mm અને વજન માત્ર 156 ગ્રામ છે. તેમાં 6.78-ઇંચનું 1.5K 144Hz કર્વ AMOLED ડિસ્પ્લે આવે છે. જે 4500 nits ની પીક બ્રાઇટનેસ આપે છે. તેમાં MediaTek Dimensity 6400 પ્રોસેસર આવેલું છે, જે 8GB RAM સાથે પેયર કરાયેલું છે. આ ફોનના રિયરમાં 50MP પ્રાઈમરી સેન્સર અને 13MP ફ્રન્ટ કેમેરા છે. જેમાં 5160mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવી છે.

વધુ વાંચો : ક્યારેય વિચાર્યું છે? કે iPhone 45000થી પણ ઓછી કિંમતમાં મળશે! કેશબેક તો અલગ

  • Samsung Galaxy S25 Edge

સેમસંગનના આ ફોનની જાડાઈ 5.8mm  છે. જેમાં 6.7-ઇંચ QHD+ LTPO AMOLED ડિસ્પ્લે આવેલી છે. તેમાં સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ છે. સાથે આ ફોન ડસ્ટ અને વોટર રેજિસ્ટન્સ માટે IP68 રેટેડ છે. તેમાં 200MP નો પ્રાઈમરી અને 12MP અલ્ટ્રાવાઇડ લેન્સ છે. તેના ફ્રન્ટમાં પણ12MP લેન્સ અપાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Apple iPhone Thin Phone
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ