ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / nirmala-sitharaman-met-wing-commander-abhinandan

દિલ્હી / રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી

Published By: vtvAdmin

Last Updated: 12:09 PM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે શનિવારનાં રોજ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે મુલાકાત કરી અને તેઓને કહ્યું કે, પૂરા દેશને તેઓનાં સાહસ પર ગર્વ છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય વાયુસેનાની એક મેડિકલ સંસ્થામાં થયેલ મુલાકાત દરમ્યાન અભિનંદને પાકિસ્તાનની ધરપકડમાં અંદાજે 60 કલાક રહેવા વિશે વિશેષ જણાવ્યું.

અભિનંદન શુક્રવારનાં રોજ સાંજે અટારી-વાઘા બોર્ડર થઇને ભારત પહોંચ્યાં અને આનાં અંદાજે અઢી કલાક બાદ રાત્રીનાં અંદાજે પોણા 12 કલાકે વાયુસેનાનાં એક વિમાનથી નવી દિલ્હી પહોંચ્યાં. તેઓની ભારતીય સીમામાં પ્રવેશ કરવા પર એવું જાણવા મળ્યું કે, તેઓની જમણી આંખ સૂઝી ગયેલ છે. એર ફોર્સ સેન્ટ્રલ મેડિકલ અસ્ટૈબલિશમેન્ટમાં હાલમાં તેઓની મેડિકલ તપાસ ચાલી રહેલ છે.

ઉલ્લેખનીય છે કે તેઓની પાકિસ્તાની અધિકારીઓએ ધરપકડ કરી લીધી હતી. હકીકતમાં પાકિસ્તાની લડાકુ વિમાનો સાથે થયેલ હવાઇ હુમલા દરમ્યાન તેઓનું મિગ-21 નીચે પડી ગયું હતું. પરંતુ તેઓએ પોતાનાં વિમાનનાં નીચે પડતા પહેલાં પાકિસ્તાની વાયુસેનાનાં એફ-16ને તોડી પાડ્યું હતું.

આ પહેલાં વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પણ અભિનંદન સાથે મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી ANIનાં રિપોર્ટ્સ અનુસાર, તેઓએ પાકિસ્તાનમાં થયેલી પૂરી ઘટના વિશે અભિનંદન પાસેથી જાણકારી લીધી છે. વિંગ કમાન્ડર હાલમાં વાયુસેનાનાં અધિકારીઓની મેસમાં રહેશે.

જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાન ભલે પોતાની અસલિઅત છુપાવવાની લાખ કોશિશ કરે. પરંતુ તે સામે આવ્યા વિના રહી ન શકે. વિંગ કમાન્ડર અભિનંદનને કોઈ પણ પ્રકારની યાતના ન આપ્યાનાં બણગા ભલે ફેંકી રહ્યું છે. પરંતુ તેની પોલ છતી થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાની સેનાએ અભિનંદનને શારિરીક નહીં પરંતુ માનસિક ત્રાસ આપ્યો હતો.

એટલું જ નહીં પરંતુ તેને એવી જગ્યા પર રાખવામાં આવ્યો હતો કે જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી. ન તો ફોન હતો, ન ટીવી કે ન તો અખબાર. માત્ર ચાર દિવાલો સિવાય કંઈ જ ન હતું. પરંતુ બહાદુર અભિનંદને પાકિસ્તાનની લાખ કોશિશો બાદ પણ કોઈ પણ માહિતી ન આપી અને શાન સાથે અભિનંદન ભારત પરત ફર્યો. સૂત્રો અનુસાર, આર્મી હોસ્પિટલમાં ચેકઅપ કરાવી રહેલ અભિનંદને જણાવ્યું કે, ધરપકડ દરમ્યાન તેઓનું શારીરિક શોષણ જ નહીં પરંતુ માનસિક શોષણ કર્યું હતું.

તમને વધુમાં જણાવી દઇએ કે કમાન્ડર અભિનંદનની સૌથી પહેલાં રેડક્રોસ મેડિકલ તપાસ થશે. આમાં એ વાત વિશે જાણી શકાશે કે તેઓને કેટલાં ઘા લાગ્યાં હતાં? આ ઘા કેવી રીતે થયાં? માલૂમ કરવામાં આવશે કે શું તેઓને ટોર્ચર કરવામાં આવેલ છે? જો કરવામાં આવેલ છે તો કયા સ્તર સુધી ટોર્ચર કરવામાં આવેલ છે?

સંકળાયેલા મુદ્દાઓ

IAF India abhinandan New delhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ