ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / ગુજરાતના રાજકારણમાં મોટી હલચલના એંધાણ? સરકારી અધિકારીઓમાં ચિંતાનો માહોલ

ગપશપ / ગુજરાતના રાજકારણમાં મોટી હલચલના એંધાણ? સરકારી અધિકારીઓમાં ચિંતાનો માહોલ

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 02:37 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ-ડે.સીએમની દિલ્હી વિઝીટથી અનેક ચર્ચાઓ થઈ, પણ કેન્દ્રના મોવડી મંડળના મનમાં શું છે? કેમ સરકારી અધિકારીઓ 'આદેશ'ને લઈ ગડમથલમાં છે? તમને કહું છું, પણ તમે કોઈને કહેતા નહીં

ADVERTISEMENT

રાજકારણ અને ગાંધીનગર આ બંને જગ્યાએ કેટલીક એવી ઘટનાઓ પણ બનતી હોય છે, જે સમાચાર નથી બનતી. પણ આ સમાચાર સિવાયની વાતો પાછી હોય છે જોરદાર. જેમ કે કયા અધિકારીની નજર ક્યાં છે? કયા નેતાને કોણ ખટકે છે? આ વખતે પણ તમારા માટે એવી જોરદાર વાતો લાવ્યા છીએ, પણ હા હોં, આ વાતોને તમારા સુધી જ રાખજો પાછા!

CM-Dy.CMના દિલ્હી આંટા અને ફેરબદલની ચર્ચા!

હાલ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે છે, પણ ગયા અઠવાડિયે ગાંધીનગરથી લઈ ગુજરાતના રાજકીય વર્તુઓમાં એક જોરદાર વાત ચર્ચાઈ ગઈ. થયું એવું કે સીએમ અને ડેપ્યુટી સીએમે પક્ષના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સાથે દિલ્હીની મુલાકાત લીધી. હવે આ મુલાકાતમાં શું ચર્ચા થઈ એ તો સાહેબ અને સીએમ, ડે. સીએમ, જગદીશભાઈને જ ખબર, પણ અહીં ગુજરાતમાં તો જબરી જબરી વાતો થઈ. લોકો કહેવા લાગ્યા કે સરકારમાં ફરી મોટા ફેરફાર થવાના છે. પહેલાની જેમ જ! પણ આ મીટિંગ દરમિયાન પક્ષના સંગઠનના મહામંત્રી રત્નાકર પણ દિલ્હીમાં જ હતા. તો આ મુલાકાત બાદ બોર્ડ-નિગમમાંય નિમણૂંક થઈ જાય એની રાહ જોવાઈ રહી છે. પણ ભઈ, પ્રદેશ ભાજપના નેતાઓ તો વારંવાર બેઠક માટે દિલ્હી જાય જ છે, એટલે આ બધું માત્ર ગપગોળા છે કે ખરેખર કંઈ થવાનું છે, એ તો સમય જ કહેશે. જો કે, હજી સુધી તો કોઈ એંધાણ દેખાયા નથી!

જમવામાં જગલો અને કૂટવામાં ભગલો!

આ કહેવત તો તમને ખબર જ હશે ને! આવું જ કંઈક સુરતમાં થયું અને હવે આવું પોતાની જોડે ના થાય, એના માટે ગુજરાતના અધિકારીઓ સતર્ક બન્યા છે. કારણ કે, રાજકારણ અને વહીવટીતંત્ર સાથે જોડાયેલી સુરતમાં બનેલી બે ઘટનાઓએ અધિકારીઓમાં ડર પેસાડી દીધો છે. તાજેતર માં બે ઘટનાઓ એવી છે જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ બે અધિકારીઓની બદલી કરવાની સરકારને ફરજ પડી. ગુનેગારોમાં ઉદાહરણ પુરુ પાડવાના ઉન્માદમાં આઈપીએસ નકુમે આરોપીઓનો વરઘોડો કાઢી જાહેરમાં ધોલાઈ કરી. અફકોર્સ 'કોકના' આદેશથી! તો સુરત મ્યુનિસિપલ કમિશનરે પણ નાસીરનગરમાં રાતોરાત ડિમોલિશન કર્યું, અગેઈન 'કોકના' આદેશથી! પણ બંને અધિકારીઓની હાઈકોર્ટે બદલી કરવાના આદેશ આપ્યા છે. આ કોક જેનો આદેશ હતો, તેનો તો વાળ પણ વાંકો નથી થયો. એટલે અધિકારીઓ હવે ગડમથલમાં છે કે 'ઉપરથી' આવતા આદેશ માનવા કે નહીં!

શિક્ષકોને સાનમાં સલાહ!

તાજેતરમાં કેટલાક શિક્ષકો તેમના પડતર પ્રશ્નોની રજૂઆત માટે એક મંત્રીને મળ્યા. છેવાડાના વિસ્તારમાંથી આવતા શિક્ષકો ને મંત્રીઓ ધ્યાનથી સાંભળ્યા પણ ખરા અને તેમના પ્રશ્નોના નિરાકરણની ખાતરી પણ આપી હતી. પણ આખી ચર્ચાને અંતે મંત્રીજીએ કંઈક એવું કહ્યું કે શિક્ષકોની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ! આખી ચર્ચામાં શિક્ષકોએ વારંવાર પોતાના પ્રશ્નોનો ઉકેલ આવે એની વાત કરી, પણ મંત્રીજીએ કહ્યું કે તમારા પ્રશ્નો તો સોલ્વ કરી દઈશું, પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જ નહીં આવે તો શું કરશો. ગુરુ શિષ્યની પરંપરા જાળવી રાખો. આમ તો આ મંત્રીજી શિક્ષણ વિભાગ નથી સંભાળતા પણ એમણે શાનમાં શિક્ષકોને એક મહત્વના મુદ્દા પર ટકોર કરી દીધી. સમજાય તો બી ભલા ન સમજાય તો બી ભલા!

આ પણ વાંચોઃ અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલની રાઉન્ડ ટેબલ બેઠક! સેમિકન્ડક્ટર, AI સહિતના સેક્ટરના અગ્રણીઓ સાથે ચર્ચા

અધિકારીઓનું બ્લડપ્રેશર વધ્યું!

કેતકી વ્યાસ, ગત અઠવાડિયાએ નામની બહુ ચર્ચા થઈ. મધ્યગુજરાતના એક જિલ્લાના કલેક્ટરના વાઈરલ વીડિયોથી શરૂ થયેલા વિવાદે તો અધિકારીઓમાં હલચલ મચાવી દીધઈ છે. એક પછી એક થતા ખુલાસા લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. હવે આ કેસની તપાસમાં બીજી એજન્સીઓ પણ જોડાઈ શકે છે. કહેવાય છે કે આ જ કેસમાં હજી એક અધિકારી સામેલ છે. આ ચર્ચાને કારણે ગાંધીનગરમાં પણ અધિકારીઓના બ્લડ પ્રેશર વધી ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar gossip from the corridors Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ